Book Title: Prashikshaka Prashikshana Part 1
Author(s): Rohit A Shah
Publisher: USA Jain Center Cincinnati OH

View full book text
Previous | Next

Page 6
________________ આયુર્વેદમાં મુખ્ય ના વિસ્તારથી ચર્ચા છે. જૈન ધર્મમાં પણ દશ પ્રાણનું વર્ણન છે. એક્યુપંકચર અને એક્યુપ્રેશર ચિકિત્સાપદ્ધતિનો આધાર પણ પ્રાણ છે. શરીરની તમામ પ્રક્રિયાઓનું સંચાલન પ્રાણ દ્વારા થાય છે. પ્રાણ ધારણ કરનારને જ પ્રાણી કહેવામાં આવે છે. સૌની અંદર પ્રાણશક્તિ છુપાયેલી પડી છે. જરૂર છે તેને જાણવાની, તેને જાગૃત કરવાની અને તેનો સમ્યકુ ઉપયોગ કરવાની. પ્રાણશક્તિને જાગૃત અને નિયંત્રિત કરવાની પ્રક્રિયાનું નામ પ્રાણાયામ છે. 0 પ્રાણાયામ અને બંધ: (૧) મૂલબંધ - એક માસનસ્થ થયા પછી ગુદાના ભાગનો સંકોચ કરવો, ત્યાં રહેલા અપાનવાયુને થોડો ઉપરની તરફ ખેંચવો. તે મૂલબંધ કહેવાય છે. (૨) જાલંધર બંધ - એક આસનસ્થ થયા પછી મસ્તકને નીચે નમાવી દા સાથે અડકાવવી એ જાલંધર કહેવાય છે. (૩) ઉડીયાન બંધ - એક આસનસ્થ થયા પછી પેટને બને તેટલું અંદરના ભાગમાં ખેંચવું તે ઉડ્ડયાન બંધ કહેવાય છે. વેચક, પૂરક અને કુંભક: શ્વાસ લેવાની ક્રિયા એ પૂરક, શ્વાસ છોડવાની ક્રિયા એ રેચક અને શ્વાસ રોકવાની ક્રિયા એ કુંભક કહેવાય છે. સામાન્ય નિયમ પ્રમાણે પૂરક કરતાં કુંભકનો સમય ચાર ગણો અને પૂરક કરતાં રેચકનો સમય બમણો હોય છે. ઉદાહરણ - ૪ સેકંડ પૂરક, ૧૬ સેકંડ કુંભક અને ૮ સેકંડ રેચક. પ્રાણાયામ અને બંધની વિધિઃ કોઈપણ પ્રાણાયામમાં સામાન્ય નિયમ પ્રમાણે શ્વાસ પૂરક (સ્વાસ લેતી) વખતે મૂલબંધ કરવો. શ્વાસ રેચન (શ્વાસ છોડતી) વખતે મૂલબંધ સહિત ઉડીયાન બંધ કરવો અને શ્વાસ કુંભક (શ્વાસ રોકતી) વખતે મૂલબંધ સહિત જાલંધરબંધ કરવો. 1 પ્રાણાયામનું પરિણામ : “તતઃ ક્ષીયતે પ્રકાશાવરણમ્" - પ્રાણાયામથી પ્રકાશનું (જ્ઞાનનું) આવરણ ક્ષીણ થાય છે. પ્રશ્ન થઈ શકે કે, પ્રાણાયામનો જ્ઞાન સાથે શો સંબંધ ? વાસ્તવમાં પ્રાણાયામથી પ્રાણનાડીઓ શુદ્ધ થાય છે અને નાડીઓ જ જ્ઞાનને પ્રકટ કરવાનું માધ્યમ છે. 3 સ્વરનો સામાન્ય પરિચય: જમણો સ્વર - ઈડા (ગરમ), ડાબો સ્વર - પિંગલા (ઠંડો). બંને સ્વર - સુષુમ્મા - (સંતુલિત). 9 પ્રાણાયામના મુખ્ય પ્રકારોઃ (૧) અનુલોમ વિલોમ, (૨) સૂર્યભેદી, (૩) ચંદ્રભેદી, (૪) શીત્કારી, (૫) શીતલી, (૬) ભસ્ત્રિકા, (૭) ભ્રામરી (૮) ઉજજાઈ, (૯) પ્લાવિની (૧૦) કપાલભાતિ. યૌગિક ક્રિયાઓ : પ્રારંભ : વન્દ-અહમ્ (ત્રણ વખત) કિયા-૧ : મગજ માટે : આંખ અને ગરદન સીધાં રાખીને મગજના સ્નાયુને ઉપર-નીચે કરવા. ક્રિયા-૨ આંખ માટે: (૧) ગરદન સીધી રાખી આંખને ઉપર-નીચે (ર) ડાબી-જમણી બાજુ તથા (૩) બંને બાજુ ગોળાકાર ફેરવો. (પ-૫ વખત) (૪) આંખોને જલદી જલદી પટપટાવો. (૫) બંને હથેળીને પરસ્પર ઘસીને આંખ પર લગાવો. (૬) બન્ને હાથ વડે આંખોને એવી રીતે ઢાંકી દો જેથી બહારનો પ્રકાશ અંદર ન દેખાય. અંદર આંખો થોડી વાર ખુલ્લી રાખો. કિયા-૩ઃ કાન માટેઃ (૧) કાનને ક્રમવાર નીચે, ઉપર ખેંચો (૨) હથેળીઓ વડે બંને કાન બંધ કરી, આંખ બંધ કરી અંદરનો ધ્વનિ સાંભળો. કિયા-૪: મોઢા અને ગળા માટે : (૧) લાંબો શ્વાસ ભરી, જમણા હાથની વચ્ચેની ત્રણ આંગળીઓ મોઢાની વચ્ચે ઊભી રાખી આ... આ...નો અવાજ કરો. (ત્રણ વાર) (૨) ગળાના સ્નાયુઓને ઉપર ખેંચો, ઢીલા છોડો (૫ વખત) ક્રિયા-પઃ ગરદન માટે: (૧) શ્વાસ છોડતી વખતે ગરદન નીચે કરી દાઢીનો ભાગ છાતી (કંઠકૂપ) પર મૂકો. શ્વાસ ભરી ગરદનને પાછળની તરફ લઈ જાવો. (૨) ગરદનને ડાબી-જમણી બાજુ ફેરવો અને દાઢીના ભાગને ખભા તરફ લઈ જાવ. (૩) ગરદનને બંને બાજુ ગોળ-ગોળ ફેરવો (પ-૫ વખત). કિયા-5 : ખભા માટે : (૧) હાથ નીચે સીધા રાખી, ખભાને ઉપર-નીચે કરો. (૨) હાથની આંગળીઓને ખભા પર રાખી, કોણી અને ખભાને બંને બાજુ ગોળ ફેરવો (પ-૫ વખત). ક્રિયા-૭ઃ છાતી માટે : (૧) બંને હથેળીઓને ખભાની પાસે રાખો. શ્વાસ ઝડપથી છોડો અને કમર નમાવી હાથ જોરથી સામે ફેકો. શ્વાસ ભરતી વખતે ધીરે ધીરે બંને હાથ ખેંચીને આગળ લાવો. (ત્રણ વખત) Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20