________________ વર્તમાન જગત એટલે તનાવગ્રસ્ત જગત. ભૌતિક સુખોના શિખરે પહોંચેલો માનવી આજે માનસિક શાંતિની બાબતે છેક તળેટીએ જઈને બેઠો છે. એ રઘવાટભર્યું જીવન જીવે છે, ભોજન વખતે અજંપો અને નિદ્રા વખતે તનાવ એને સતત જકડી રાખે છે. આનું કારણ શું ? આજનો માનવી આહાર, નિંદ્રા જેવી પાયાની બાબતો પ્રત્યે દુર્લક્ષ્ય. સેવતો થયો છે. શ્વાસ વિશે તે જાગૃત નથી. સંબંધોમાં સ્વાર્થ ઘુંટાયો, પરિણામે ઉષ્મા ઘટી. સુખનાં બાહ્ય સાધનો પ્રત્યેનું આકર્ષણ વધ્યું પરિણામે ભીતરની સાત્ત્વિકતા જોખમાઈ. આજે માનવી હવે અજંપા અને તનાવમાંથી મુક્તિ ઝંખે છે. પ્રેક્ષાધ્યાન દ્વારા એ શકય છે. પ્રબુદ્ધ પ્રશિક્ષકો દ્વારા જો. પ્રેક્ષાધ્યાનનું સાચું પ્રશિક્ષણ આપવામાં આવે તો, સાધકની ચેતનાને ઊર્ધ્વગામી બનાવવાની તકો અવશ્ય ઉપલબ્ધ થાય. સમણ શ્રી. શ્રુતપ્રજ્ઞજી અભ્યાસુ, સાધક છે. આચાર્ય શ્રી મહાપ્રશજીની પ્રેરણા તથા તેમના આશીર્વાદ દ્વારા તેમણે પ્રેક્ષાધ્યિાન વિશે ગહન અને વ્યાપક અભ્યાસ કર્યો છે. દેશ-વિદેશમાં અગણિત શિબિરો યોજીને તેમણે હજારો સાધકોનાં જીવનમાં પ્રેક્ષાધ્યાનનો પ્રકાશ પાથર્યો છે. પ્રેક્ષાધ્યાનના પ્રશિક્ષકોને માર્ગદર્શન મળે તથા સાધકો પ્રેક્ષાધ્યાન પદ્ધતિનો વધુમાં વધુ લાભ પામી શકે તે હેતુથી આ નાનકડી પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવ્યું છે. આ શુભ કાર્યમાં મને સહભાગી બનાવવા બદલ સમણશ્રી શ્રુતપ્રજ્ઞજી પ્રત્યે હું કૃતજ્ઞતા અનુભવું છું. રોહિત શાહ ‘અનેકાન્ત’ ડી-૧૧, ૨મણકલા એપાર્ટમેન્ટ, સંઘવી. હાઇસ્કૂલ રેલવે ક્રોસિંગ, નારણપુર, અમદાવાદ-૩૮૦ 013, ફોન : 74 73 207