________________
'૧૦. પ્રેક્ષાધ્યાન : અનુપ્રેક્ષા સત્યની શોધના બે માર્ગ છે પ્રેક્ષા અને અનુપ્રેક્ષ. પ્રેક્ષા એટલે જોવું અને અનુપ્રેક્ષા એટલે નક્કી કરેલા હકારાત્મક વિષય પર વારંવાર ચિંતન કરવું. માનવી આજે જીવન-ત્રાજવાનાં તોલમાપ ભૂલી ગયો છે. સત્તા, સંપત્તિ, દોડધામ કે બહેકેલી વૃત્તિઓ પાછળ એ આંધળી દોટ મૂકે છે. ક્યારેક એ બૌદ્ધિક વિકાસ ઘણો સાધે છે, પરંતુ મૂલ્યનિષ્ઠા, વ્યક્તિગત ચારિત્ર કે કર્તવ્યનિષ્ઠાની બાબતમાં ઊણો ઊતરતો જાય છે. જીવનનું એકાંત, એકાંગી અને અપૂર્ણ દર્શન એનાં દુઃખોનું કારણ બને છે. આજના માનવીની સમસ્યાનું મૂળ એના જીવનની અસમતુલામાં છે. પરિણામે એ બાહ્ય દેષ્ટિએ જાગતો અને દોડતો હોવા છતાં આંતરિક દૃષ્ટિએ મૂછિત અને સ્થગિત હોય છે. આ મૂછને શબ્દ કે સલાહથી ભેદી શકાતી નથી, એને વ્યક્તિગત આંતરિક પ્રયાસથી જ હરાવી શકાય. વ્યક્તિના ભીતરમાં અધ્યાત્મના સંસ્કારો રેડ્યા હશે તો આપોઆપ આસપાસના જગતની બૂરાઈઓ હટી જશે. ચિત્ત-પરિવર્તન જ જગત - પરિવર્તનની જનની છે. ચિત્ત-પરિવર્તનની ઓળખ આપતી અને આધ્યાત્મની દિશા ચીંધતી કોઈ પ્રક્રિયા હોય તો તે અનુપ્રેક્ષા છે. તે વ્યકિતના ભાવનું જ એવું પરિવર્તન કરે છે કે, એનું સમગ્ર આંતર-બાહ્ય વિશ્વ જ પલટાઈ જાય છે. આ અનુપ્રેક્ષા જીવન વિષેની કુંભકર્ણનિદ્રા તોડવાનું પ્રબળ સાધન છે. બાર અનુપ્રેક્ષા આપણી મૂછના બાર કોઠાને તોડી નાખે છે. આ બાર અનુપ્રેક્ષાનાં સોપાન પછી વ્યક્તિના વ્યક્તિત્વનું સંપૂર્ણ રૂપાંતરણ થઈ જાય છે. અનુપ્રેક્ષા એટલે શું?: પ્રેક્ષા એટલે ઊંડાણથી જોવું અને અનુપ્રેક્ષા એટલે એક નક્કી કરેલા હકારાત્મક ભાવ ઉપર વારંવાર ચિંતન કરવું. આદતો અને વૃત્તિઓના પરિવર્તન માટે અનુપ્રેક્ષા અત્યંત ઉપયોગી બને છે. માણસ જેવો વિચાર કરે છે એવું આચરણ કે વ્યવહાર કરી નથી શકતો એનું કારણ શું? જેમ નદીના બે કિનારા મળતા નથી એમ વિચાર અને આચાર પણ ભેગા થતા નથી. પરંતુ જેમ બે કિનારા વચ્ચે પુલ બાંધવાથી બે કિનારા મળી જાય છે એમ વિચાર અને આચારના બે જીવનકિપરા વચ્ચે પુલ બાંધવાથી બે કિનારા મળી જાય છે એમ વિચાર અને આચારના બે જીવન-કિનારા વચ્ચેનો સંસ્કારોનો પુલ બાંધવામાં આવે તો વિચાર અને આચાર મળી શકે છે એટલે કે વિચાર આચરણમાં બદલાઈ શકે છે. એ સંસ્કારોનો પુલ કેવી રીતે બનાવવો? અનુપ્રેક્ષા દ્વારા એક જ હકારાત્મક વિરોધી ભાવનું વારંવાર ચિંતન કરવાથી સંસ્કારનું નિર્માણ થઈ શકે છે. અનુપ્રેક્ષા-પ્રકાર : શાશ્વત સત્યની અનુભૂતિ માટે બાર અનુપ્રેક્ષાઓ તથા વૃત્તિઓના પરિવર્તન માટે વીસથી વધુ અનુપ્રેક્ષાનું પ્રાયોગિક સ્વરૂપ પ્રેક્ષાધ્યાનમાં નિર્ધારિત છે. શાશ્વત સત્યની અનુપ્રેક્ષા (૧) અનિત્ય (૨) અશરણ (૩) એકત્વ (૪) અન્યત્વ (૫) સંસાર (૬) અશૌચ (૭) આશ્રવ (૮) સંવર (૯) નિર્જરા (૧૦) ધર્મ (૧૧) લોકસંસ્થાન (૧૨) બોધિદુર્લભ વૃત્તિ પરિવર્તનની અનુપેક્ષા : (૧) મૈત્રી (૨) પ્રમોદ (૩) કરુણા (૪) માધ્યસ્થતા (૫) કર્તવ્યનિષ્ઠા (૬) સ્વાવલંબન (૭) સમન્વય (૮) માનવીય એકતા (૯) માનસિક સંતુલન (૧૦) ધૈર્ય (૧૧) આત્માનુશાસન (૧૨) સહિષ્ણુતા (૧૩) અભય (૧૪) ઋજુતા (૧૫) અનાસક્રિત (૧૬) પ્રામાણિકતા વગેરે. અનુપ્રેક્ષાની નિષ્પતિ (લાભ) : ઉત્તરાધ્યયન સૂત્રમાં અનુપ્રેક્ષાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? એ પ્રશ્નના જવાબમાં પ્રભુએ કહ્યું, (૧) જે કર્મ ઘણાં જ ચીકણાં બંધાયેલા છે તે શિથિલ બંધનમાં બદલાઈ જાય છે. (૨) જે લાંબા સમયની સ્થિતિવાળાં છે તે અલ્પકાલિક સ્થિતિવાળાં બની જાય છે. (૩) જે કર્મોનો વિપાક તીવ્ર થવાનો છે તે મંદ થઈ જાય છે. (૪) કર્મપ્રદેશનું જેટલું ' રાશિ પરિમાણ (માત્રા) છે એની માત્રા ઘટી જાય છે. (૫) અસાત વેદનીય કર્મનો બંધ નથી થતો, થયેલો હોય તે શિથિલ થાય છે.
તાત્પર્ય કે અનુપ્રેક્ષા. દ્વારા ભાવાત્મક પરિવર્તન, કર્મ પરિવર્તન, અને રોગ પરિવર્તન થાય છે. અનુપ્રેક્ષા : ચાર ચરણ
અનુપ્રેક્ષા-વિધિ (૧) ઉદ્દેશનું નિર્માણ : અલગ અલગ ઉદ્દેશ : અલગ અલગ લાભ.
| (૧) મહાપ્રાણ ધ્વનિ - ૯ વાર (૩ મિનિટ) (૨) એકાગ્રતાનો વિકાસ - જે ઉદ્દેશ બનાવ્યો તેના પર પૂર્ણ એકાગ્ર થાવ.
(૨) કાયોત્સર્ગ
(પ મિનિટ) (૩) મન અને મગજમાં સુઝાવો (સજેશન્સ)ને ઊંડાણથી અંકિત કરો.
(૩) અનુપ્રેક્ષા
(૧૫ મિનિટ) (૪) સુઝાવોને ભાવાત્મક અનુભૂતિના સ્તરે સાક્ષાત્ કરો.
(૪) શરણસૂત્ર
(૨ મિનિટ) પ્રશ્ન : દૈનિક જીવનમાં અનુપ્રેક્ષાની શી ઉપયોગિતા છે ?
(૫) વન્દ સચ્ચમ્ - (૨ મિનિટ)
,
16
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org