________________
( ૯. પ્રાધ્યાન = સમવૃત્તિ ધ્વાસપેક્ષા
વ્યક્તિત્વવિકાસનું પ્રાણતત્ત્વ છે - સંતુલન. શરીર, મન અને ભાવના સંતુલન વિના વ્યક્તિનું વ્યક્તિત્વ સંતુલિત બનતું નથી. સ્વરસાધના અથવા સમવૃત્તિ શ્વાસપેક્ષા દ્વારા આ સંતુલનની સાધના સહેલાઈથી સંભવ છે.
સ્વરશક્તિનો મૂળભૂત સિદ્ધાંત આ જગતમાં બે પરસ્પર વિરોધી શક્તિઓ કાર્ય કરે છે ઃ એક સૌર્યશક્તિ, બીજી ચન્દ્રશક્તિ. એક છે પ્રખર અને રૌદ્ર, બીજી છે શીતળ અને સૌમ્ય. આ વિશ્વ એ બંને શક્તિની રમણા છે. એટલે તો જગતને અગ્નિસોમાત્મક અગ્નિ અને સોમનું બનેલું કહ્યું છે. મનુષ્યમાં આ શક્તિઓ સમાનપણે કાર્ય નથી કરતી એટલે તો તેના જીવનમાં સમત્વ નથી સ્થપાતું. તે એક અથવા બીજી શક્તિથી ખેંચાયા કરે છે. બંને સમાન થાય તો જ જીવનનું કેન્દ્ર, અનંત પરિવર્તનો વચ્ચે ધ્રુવબિન્દુ મળે અને વ્યક્તિનું વ્યક્તિત્વ અખંડ બને. આ બંને શક્તિઓને સમરસ કરવી એ જ મુખ્ય સાધના છે. આ સ્વરોમાં પોતાની આસપાસ એક જાતનું વાતાવરણ રચવાની શક્તિ છે. સાધકને શાંત, નિર્ભય અને સબળ બનાવવા માટે આ સ્વરોનો વિવિધ આરોહ-અવરોહ સાથે ઉપયોગ કરવામાં આવે છે. Right BRAIN
Left સંગીત, કાવ્ય, કલા
ભાષા-ગણિત નૃત્ય, ધ્યાન, પ્રજ્ઞા
વ્યાકરણ, તર્ક, બુદ્ધિ,
સ્વર અધ્યાત્મ, શ્રદ્ધા, ભાષા
ભૌતિકતા
right nostril -
left nostril sun-સૂર્યસ્વર
moon-ચંદ્રસ્વર ઋતુચક્ર અને સ્વરચક્ર : સવારે વસંતઋતુ ચંદ્રસ્વર, બપોરે ગ્રીષ્મઋતુ સૂર્યસ્વર, સાંજે વર્ષાઋતુ ચંદ્રસ્વર. ડાબો-ચંદ્રસ્વર-ઈડા-ઠંડો, જમણો-સૂર્યસ્વર-પિંગલા-ગરમ, મધ્ય-સુષુમ્યા. સૂર્યોદય સમયે સૂર્યસ્વર શરૂ થાય છે. ત્યારબાદ કલાક પછી સ્વર બદલાય છે. વચ્ચે થોડીક ક્ષણો માટે સુષુમ્મા સ્વર ચાલે છે. પરંતુ આ અસંતુલનના યુગમાં સુષુમ્મા સ્વરને ચાલવાનો મોકો જ ક્યાં મળે છે ? પ્રાકૃતિક સ્વરચક્રમાં પણ આપણી સંવેગાત્મક / ભાવનાત્મક સ્થિતિઓ આડઅસર ઊભી કરે છે. માટે જ તો સ્વરચક્ર તેના નિયમ પ્રમાણે ચાલતું નથી. સાધના દ્વારા આ સ્વરચક્રમાં સંતુલન કરી શકાય છે અને એ સાધના એટલે સમવૃત્તિ શ્વાસપેક્ષા. સમવૃત્તિ શ્વાસપેક્ષા વિધિ) ડાબાથી શ્વાસ લેવો અને જમણાથી શ્વાસ છોડવો.
ફરી જમણાથી શ્વાસ લેવો અને ડાબાથી શ્વાસ છોડવો.
આ પ્રયોગ ધ્યાન, આસન અને જ્ઞાન અથવા જિન મુદ્રામાં બેસીને કરવામાં આવે છે. જમણા હાથની આંગળીઓની મદદથી શરૂઆતમાં આ પ્રયોગ કરવામાં આવે છે. પ્રયોગ વખતે ચિત્તને શ્વાસની દિશામાં જ એકાગ્ર રાખવાનો પ્રયત્ન કરવો. એટલે કે જ્યાં
જ્યાં શ્વાસ જાય ત્યાં ત્યાં તમારા ચિત્તને લઈ જવું. થોડા અભ્યાસ પછી કુંભક સાથે તથા હાથના સહારા વગર પણ આ પ્રયોગ કરી શકાય. લાભ ઃ ૦ મૂડ બગડતો નથી.
• મન એકાગ્ર થાય છે. નાડીઓમાં રહેલો કચરો દૂર થાય છે.
• શારીરિક અને માનસિક સંતુલન જળવાઈ રહે છે. ૦ આંતરિક શક્તિઓ ખીલે છે.
• સ્વભાવ શાંત થાય છે વિગેરે વિગેરે... સ્વરસાધનાનાં કેટલાંક રહસ્યો : (૧) ભોજન પછી ડાબા પડખે જ શા માટે સૂવાનું કહેવામાં આવે છે ? (૨) ભોજન પછી કયો સ્વર ચાલવો જોઈએ ? (૩) સ્વરને બદલવાની કોઈ પદ્ધતિ ખરી ?
(૪) બંને સ્વર ચાલવાનું તાત્પર્ય શું ? પ્રશ્ન : સ્વરસાધનાનું જીવનમાં શું મહત્ત્વ છે ? સ્વરસાધનાનો સમવૃત્તિ ધ્વાસપ્રેક્ષા સાથેનો સંબંધ સ્પષ્ટ કરો.
15
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org