Book Title: Prashikshaka Prashikshana Part 1
Author(s): Rohit A Shah
Publisher: USA Jain Center Cincinnati OH

View full book text
Previous | Next

Page 8
________________ '૪. પ્રેક્ષાદ્યાન ઃ આહારવિવેક યોગની સાધના માટે સ્વસ્થ શરીર જરૂરી છે. સ્વસ્થ શરીર માટે સમ્યફ આહાર જરૂરી છે. સમ્યક્ આહાર માટે આહારનો વિવેક જરૂરી છે. કહેવાય છે કે “આહાર એ જ ઔષધ છે. પણ પ્રતિકૂળ અને તામસિક કે રાજસિક આહાર ઔષધને બદલે રોગકારક પણ બની જાય છે. અહીં ભોજન વિષયક કેટલાંક સૂત્રોની ચર્ચા કરીશું, જેનાથી આહાર પ્રત્યેની લાપરવાહીથી બચી શકીએ. કેવી રીતે ખાવું?: (૧) ચાવી-ચાવીને જમવું જોઈએ. (૨) જમતી વખતે ચિત્તને પ્રસન્ન રાખવું જોઈએ. ભોજનમાં વધુ પડતું પ્રમાણ સ્ટાર્ચનું હોય છે. એ સ્ટાર્ચનું પાચન મોઢામાં રહેલ ટાઇલીન (Ptyalin) નામના પાચક રસથી થાય છે. એ પાચક રસ વધુ ચાવવાથી વધારે પ્રમાણમાં પેદા થાય છે. માટે ભોજનના એક કોળિયાને ૩ર વખત તો ચાવવો જ જોઈએ. ભોજન શું કરો છો એનાં કરતાં વધુ મહત્ત્વનું એ છે કે ભોજન કયા ભાવથી કરો છો. ચિંતા અને ક્રોધના આવેશમાં અમૃત સમાન ભોજન પણ ઝેર બની જાય છે માટે કયારેય ચિંતા, ક્રોધ, તનાવની માનસિક સ્થિતિઓ વખતે જમવું જોઈએ નહીં. કયારે ખાવું? ઃ (૧) જ્યારે ભૂખ બહુ જ લાગી હોય ત્યારે. (૨) સૂર્યાસ્ત પહેલાં. (૩) નિયમિત સમયે. ભૂખ લાગ્યા વગર ખાધેલું પચતું નથી. અજીર્ણ થાય છે. સુસ્તી ચળે છે. રોગોનો ભોગ જલદી થવાય છે. માટે તીવ્ર ભૂખ લાગી હોય ત્યારે જ જમવું એ આરોગ્ય માટે ઉત્તમ છે. સુરત પહેલાં જમવાથી ભોજન સારી રીતે પચી જાય છે. નાભિકમળ સક્રિય હોય તો જ ભોજન સમ્યક પ્રકારે પચે. સૂર્યાસ્ત પછી નાભિકમળ સંકોચાઈ જાય છે. ત્યાર બાદ રાત્રે ખાધેલો ખોરાક આરોગ્ય માટે હિતકર નથી. આજે પેટના રોગો વધ્યા છે એનું એક કારણ છે - રાત્રીભોજન. પેટના રોગોવાળી વ્યક્તિએ તો રાત્રી પહેલાં જ જમી લેવું જોઈએ. જૈન શાસ્ત્રમાં રાત્રીભોજન વર્જિત માનવામાં આવ્યું છે. નિયમિત, સમયસર જમવાથી ભોજનને પાચક રસો બરાબર મળી રહે છે. પ્રતિકૂળ સમયે જમવાથી ભોજનને પૂરતા પ્રમાણમાં પાચક રસો મળતા નથી, માટે નિયમિતતા એ ભોજન માટે મહત્ત્વપૂર્ણ નિયમ છે. નિયમિત રૂપે ભોજન કરવાથી : • ભોજન પ્રત્યે રૂચિ જાગે છે. • ખાધેલો ખોરાક સહેજે પચી જાય છે. • જીવનમાં નિયમિતતા જળવાય છે. • શરીરમાં સ્કૂર્તિ રહે છે. • કોઈ પણ કાર્ય પ્રત્યે ઉત્સાહ વધે છે. ભોજન પછી શારીરિક શ્રમ ન કરવો : ખોરાક જઠરમાં જાય છે ત્યારે રક્તવાહિનીઓ દ્વારા લોહી ત્યાં જમા થાય છે. આ લોહી પાચક રસ બનાવી ભોજનને પચાવે છે. જો જમ્યા પછી વધુ પડતો શારીરિક કે માનસિક શ્રમ કરવામાં આવે તો લોહી જઠરને બદલે મગજમાં અને હાથ-પગના સ્નાયુઓમાં જશે, જેના કારણે ભોજનને પૂરતું લોહી મળશે નહીં. માટે ભોજન પછી બે કલાક સુધી વધુ શ્રમ ન કરવો જોઈએ. ભોજન વખતે પાણી ન પીવું? જઠરમાં હાઈડ્રોક્લોરિક એસિડ ભોજનને પચાવવાનું કામ કરે છે. એસિડ અગ્નિ સમાન છે. જેમ અગ્નિમાં પાણી નાખવાથી અગ્નિ બુઝાય છે એમ પેટમાં પાણી નાખવાથી પણ એસિડની પચાવવાની શક્તિ ઘટી જાય છે. માટે ભોજન પછી ૩૦ થી ૫૦ મિનિટ સુધી પાણી ન પીવું જોઈએ. ભોજનની વચ્ચે પણ એક ઘુંટથી વધુ પાણી ન પીવું અને ભોજન પછી છાસ પીવી આરોગ્યની દૃષ્ટિએ ઉત્તમ છે. ભોજન પછી વામકક્ષી (ડાબા પડખે આરામ) કરવી: ડાબી બાજુ આરામ કરવાથી જઠરાગ્નિ તીવ્ર થાય છે. ભોજનનું પાચન સારું થાય છે. ભોજન પચાવવા માટે સૂર્ય સ્વર જરૂરી છે, તે સારી રીતે ચાલવા લાગે છે. Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20