Book Title: Prashikshaka Prashikshana Part 1
Author(s): Rohit A Shah
Publisher: USA Jain Center Cincinnati OH

View full book text
Previous | Next

Page 4
________________ - ૨. વ્યકિતત્વ અને પ્રેક્ષાધ્યાન.. પ્રેક્ષા ધ્યાન પરિચય : પ્રેક્ષાધ્યાન આત્મશુદ્ધિની વૈજ્ઞાનિક, વ્યાવહારિક અને સવગીણ પ્રક્રિયા છે. પ્રેક્ષાધ્યાન પદ્ધતિનો મૂળ સ્રોત ભગવાન મહાવીરની સાધના અને જૈન આ ગમો છે. ગુરુદેવ તુલસીની આજ્ઞાથી આચાર્ય મહાપ્રજ્ઞજીએ જૈન શાસ્ત્રો અને અન્ય યોગ ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કર્યો. લાંબા સમય સુધી ધ્યાન - યોગની પ્રાયોગિક સાધના કરી. ઈ.સ. ૧૯૭૫માં પ્રેક્ષાધ્યાનના નામે આ પદ્ધતિનો પ્રારંભ કરવામાં આવ્યો. પ્ર + Uા = પ્રેક્ષા. જેનો અર્થ થાય છે - ઊંડાણથી પોતાના વડે પોતાને જોવું. રાગ-દ્વેષથી મુક્ત રહી, તટસ્થ બની, શુદ્ધ આલંબનમાં એકાગ્ર થવું એ પ્રેક્ષાધ્યાનની અભ્યાસવિધિ છે. આજના આ ભૌતિક અને બૌદ્ધિક વાતાવરણથી થાકેલા દરેક માનવી માટે ધ્યાન કરવું જરૂરી બની ગયું છે. સંન્યાસી કરતાં હવે સંસારીને ધ્યાનની વિશેષ જરૂર છે, સંન્યાસી કરતાં સંસારી લોકોનું મન વધુ અશાંત હોય છે. ધ્યાનથી અશાંત મન શાંત થાય છે. ધ્યાનનો ઉદ્દેશ માત્ર અશાંત મનને શાંત કરવાનો જ નથી. ધ્યાનનો વાસ્તવિક ઉદ્દેશ છે કષાયને ઉપશાંત કરવા, ચિત્તને પવિત્ર અને નિર્મળ બનાવી આત્માનુભૂતિ તરફ સાધકને લઈ જવો. જ્યારે ધ્યાનથી વ્યક્તિનું ચિત્ત પવિત્ર અને કષાય શાંત થવા લાગે છે. ત્યારે તેના આરોગ્યમાં રચનાત્મક પરિવર્તન પ્રગટ થાય છે. પ્રેક્ષાધ્યાનનાં અંગ : પ્રેક્ષાધ્યાનના પ્રયોગોને મુખ્ય ત્રણ ભાગોમાં વિભાજિત કરી સમજી શકાય. સહાયક પ્રયોગ મુખ્ય પ્રયોગ વિશિષ્ટ પ્રયોગ ઉપસંપદા ૧. કાયોત્સર્ગ વિચાર પ્રેક્ષા આસન ૨. અન્તર્યાત્રા વર્તમાન ક્ષણની પ્રેક્ષા પ્રાણાયામ ૩. દ્વાપેક્ષા અનિમેષ પ્રેક્ષા મુદ્રા. ૪. જ્યોતિકેન્દ્ર પ્રેક્ષા ૫. શરીએક્ષા ૬. ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષા ૭. વેશ્યાધ્યાન ૮. અનુપ્રેક્ષા | ભાવના વ્યક્તિત્વના પ્રકારો : વ્યક્તિત્વ એક અખંડ તત્ત્વ છે. તેને ખંડોમાં વિભાજિત કરી ન શકાય, પરંતુ સમજણની સુવિધા માટે આપણે તેને પાંચ પ્રકારોમાં વિભાજિત કરી શકીએ. એ પાંચેય પ્રકારનાં વ્યક્તિત્વ, તેનાં લક્ષણો તથા તેને વિકસિત કરવાના ઉપાયોને જાણીને જો તેનો સમ્યક અભ્યાસ કરવામાં આવે તો આપણે આપણા વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવી શકીએ. ધ્વનિ ઉપાય લક્ષણો વ્યક્તિત્વ-પ્રકાર ૧. શારીરિક વ્યક્તિત્વ ૨. બૌદ્ધિક વ્યક્તિત્વ ૩. માનસિક વ્યક્તિત્વ સમ્યફ આકર્ષક અને પ્રસન્નમુદ્રા આહાર વિવેક, સમ્યક નિંદ્રા, સ્વસ્થ શરીર, સંતુલિત-ગાઢ નિંદ્રા યૌગિક ક્રિયા - યોગાસન તર્કશક્તિ, ગ્રહણશક્તિ, નિર્ણયશક્તિ, • મહાપ્રાણ ધ્વનિ, ૐ નમો નાણસ્સ, ૐ એ %" સ્મરણશકિત, વિવેકશક્તિ સર્વાગાસન, શશાંકાસન, યોગમુદ્રા, સ્વાધ્યાય એકાગ્રતા, સંકલ્પશક્તિ, વિચારશક્તિ, | ૦ ગ્વાપેક્ષા, શરીરપ્રેક્ષા, અનુપ્રેક્ષા, ત્રાટક, બંધ આત્મવિશ્વાસ •વિધાયક ભાવ (મૈત્રી, અભય, પ્રસન્નતા, વિ.) | - ચૈતન્ય કેન્દ્ર. લેશ્યાધ્યાન, અનુપ્રેક્ષા. સ્વાધ્યાય | • જ્ઞાના-દેણા ભાવનો વિકાસ • ભેદવિજ્ઞાનની સાધના તથા કાયોત્સર્ગ ૪. ભાવનાત્મક વ્યક્તિત્વ ૫. આધ્યાત્મિક વ્યક્તિત્વ પ્રશ્ન : ૧. પ્રેક્ષાધ્યાન એટલે શું ? તેનાં અંગોનાં નામ જણાવો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20