Book Title: Prashikshaka Prashikshana Part 1 Author(s): Rohit A Shah Publisher: USA Jain Center Cincinnati OH View full book textPage 3
________________ 5 ( . ૧. વ્યક્િતત્વવિકાસ અને ઉપસંપદા વ્યક્તિત્વ એટલે શું? વ્યક્ત શબ્દમાંથી વ્યક્તિ શબ્દ બન્યો છે. વ્યક્ત થવાની વ્યક્તિની રીત એટલે વ્યક્તિત્વ. વ્યક્તિત્વનું વિભાજન ૧. કૃત્રિમ વ્યક્તિત્વ : વસ્તુસાપેક્ષ, પૂલ, બાહ્ય, ક્ષણિક ૨. કુદરતી વ્યક્તિત્વ : ગુણસાપેક્ષ, સૂક્ષ્મ, આંતરિક, સ્થાયી પ્રેક્ષાધ્યાન આંતરિક વ્યક્તિત્વને પ્રગટ કરવાની પદ્ધતિ છે. વ્યક્તિત્વવિકાસનાં ઘટક તત્ત્વો : ૧. શરીર અને મનનું સામંજસ્ય (Harmony) ૨. વર્તમાનમાં જીવવું ૩. સજાગતાપૂર્વક ક્રિયા કરવી પ્રમાદમુક્ત રહેવાનો પ્રયત્ન કરવો ૫. સમયસર દૈનિક કાર્યો કરવાં સંવેગાત્મક પ્રતિક્રિયાથી બચવું ૭. વિધાયક ભાવ, વિધાયક ચિંતન ભોજનનો વિવેક, સંયમ અને સંતુલન ૯. વાણીનો સંયમ, બોલવાની કલા, ઉપસંપદા - પરિચય પ્રેક્ષાધ્યાનનું પ્રથમ અંગ છે ઉપસંપદા. ધ્યાનની સાધના તથા જીવન-વ્યવહારને મધુર અને સફળ બનાવવા માટે ઉપસંપદાનાં સૂત્રો અત્યંત ઉપયોગી છે. વ્યક્તિની જીવનપદ્ધતિ અને જીવનવ્યવહારને સંયમિત, સ્વસ્થ, નિયમિત અને પવિત્ર બનાવી તેનામાં સાધક તરીકેની ગુણવત્તા પ્રગટાવવી તેનું નામ ઉપસંપદા. ઉપસંપદાનાં સૂત્રોના જીવન-વ્યવહારમાં અભ્યાસ કરવામાં આવે તો સાધકનું વ્યક્તિત્વ સહજ રીતે ખીલી ઊઠે છે. ઉપસંપદાનાં પાંચ સૂત્રો (૧) ભાવકિયાઃ શરીર જે કાર્ય કરે તેમાં મનની પૂરેપૂરી એકાગ્રતા હોવી તેનું નામ ભાવક્રિયા. ભાવક્રિયાના ત્રણ અર્થ : ૦ વર્તમાનમાં જીવવું છે સજાકતાપૂર્વક ક્રિયા કરવી ૦ પ્રમાદમુક્ત રહેવાનો પ્રયત્ન કરવો. (૨) પ્રતિક્રિયા નિવૃત્તિઃ ૦ સાધક ક્રિયા કરે, પ્રતિક્રિયા નહીં. ક્રિયાનો અર્થ છે - સહજ પ્રવૃત્તિ અને પ્રતિક્રિયાનો અર્થ છે - પ્રેરિત પ્રવૃત્તિ. પ્રતિક્રિયાઓ અનેક પ્રકારની છે. ૦ શારીરિક પ્રતિક્રિયા ૦ પ્રાકૃતિક પ્રતિક્રિયા ૦ વ્યાવહારિક પ્રતિક્રિયા ૦ સંવેગાત્મક પ્રતિક્રિયા - સાધક સંવેગાત્મક પ્રતિક્રિયાઓથી બચે. (૩) મૈત્રીભાવઃ પ્રાણીમાત્ર પ્રત્યે અપેક્ષાવૃત્તિથી મુક્ત રહી નિરપેક્ષ વ્યવહાર કરવાની વૃત્તિ. મૈત્રીભાવની જાગૃતિ માટે સાધકે સંબંધોની વિરાટતા તથા વૈકાલિકતાનો અનુભવ કરવો જોઈએ. (૪) મિતાહાર : સાધક શુદ્ધ, સંતુલિત, સાત્ત્વિક અને સંયમિત ભોજન કરવાનો અભ્યાસ કરે. ભોજનના મહત્ત્વપૂર્ણ નિયમો : ૨ ચાવી ચાવીને જમવું ૦ ભોજન સમયે મૌન રહેવું – ભૂખ વિના ન જમવું ૦ ભોજનની વચ્ચે તથા ભોજન કર્યા બાદ ૩૦ થી ૪૦ મિનિટ સુધી પાણી ન પીવું ૦ જમ્યા પછી ત્રણ કલાક સુધી કાંઈ ન લેવું. ૦ શુદ્ધ અને સાત્ત્વિક ભોજન કરવું. ૦ સમય હોય તો જમ્યા પછી ડાબે પડખે વિશ્રામ કરવો. ૦ ચિંતા અને તનાવની સ્થિતિમાં ભોજન ન કરવું ૦ જમ્યા પછી થોડી વાર વાસનમાં બેસવું. (૫) મિતભાષણ - અનાવશ્યક, અપ્રિય, અહિતકારી, આવેશની સ્થિતિમાં અને મોટા અવાજે ન બોલવું. પ્રશ્ન - ૧. ઉપસંપદાનાં પાંચ સૂત્રો કેવી રીતે વ્યક્તિત્વના વિકાસમાં સહાયક છે તે સમજાવો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20