Book Title: Pramannay tattvalolankar Author(s): Mafatlal Zaverchand Gandhi Publisher: Mafatlal Zaverchand Gandhi View full book textPage 7
________________ પણ સાંપ્રદાયિકતા નજ હેવી જોઈએ એ પ્રશ્ન થાય છે. છતાં પણ ન્યાયશાસ્ત્રમાં જે સાંપ્રદાયિકતા આવે છે તેનું કારણ દર્શન અને પ્રમાણ તેના મિશ્રણથી છે. અર્થાત્ આ સર્વે પ્રમાણુશા પોતાના દાર્શનિક વિચારોને પ્રતિપાદન કરવાની બુદ્ધિથી રચતાં હોય છે તેજ છે. પ્રસ્તુત ગ્રન્થમાં ગ્રન્યકાર પ્રમાણ અને નયનું સ્વરૂપ પિતાના કાળસુધીની ભિન્ન ભિન્ન માન્યતાના અવલેકન પૂર્વક યોગ્ય એકીકરણ કરી બહુજ સુંદર રીતે સ્થાપે છે. તેમજ આ ગ્રન્થકારે પૂર્વના અનેક દર્શનના ભિન્ન ભિન્ન ગ્રન્થ જેવા ઉપરાંત સિદ્ધસેન દિવાકરસૂરિ, અને હરિભદ્રસૂરિના ગ્રન્થને અનુસરી અને અત્યંત પ્રભાશક્તિપૂર્વક દેહનરૂપે મૂળ પ્રમાણનયતત્ત્વાલકાલંકાર ગ્રન્થને બનાવ્યો છે. આ ગ્રન્થમાં જૈનદર્શનના મૂળ ન્યાયના સિદ્ધાન્તને અન્યદર્શનીય સિદ્ધાંત સાથે કેટલું સામ્ય છે તે, તેમજ અન્યદર્શનીય ન્યાયસિદ્ધાતે. ક્યાં પિષ્ટપેણ કરે છે તે, અને કયા કયા અન્યદર્શનીય સિદ્ધાંત લક્ષણ વિગેરેમાં ક્યાં અધુરા છે તે જણાવી, અને તેને ઠેકાણે યોગ્ય ન્યાયના સિદ્ધતિ શા હોઈ શકે તેનું વ્યવસ્થિત સુંદર પ્રતિપાદન કર્યું છે. આ મૂળગ્રન્થ ન્યાયના આદિ અભ્યાસ માટે જેટલો મહત્ત્વને છે, તેટલેજ અત્યંત પ્રખર નિયાયિકને પણ મહત્ત્વનું છે. અને તેનું જેટલું દહન કરવામાં આવે તેટલું તેમાંથી સત્ત્વ દરેકને પુરું પાડે છે. વિશેષમાં આ ગ્રન્થ રચાયા પછીના દરેક આચાર્ય કે શ્રેષ્ઠ નૈયાયિકાએ આ ગ્રન્થને અત્યંત પ્રશં છે એટલું જ નહિં પરંતુ તેને કેાઈ ઠેકાણે ટીકાઓમાં, તે કઈ ઠેકાણે પ્રમાણરૂપે ઉપયોગ કર્યો. છે, સ્યાદ્વાદમંજરીના ટીકાકાર મલ્લિષેણસૂરિએ, તેમજ ષડદર્શન સમુઐયની ટીકાકાર ગુણરત્નસુરિવિગેરેએ પોતાની ટીકામાં ઘણે ઠેકાણે પ્રકરણના પ્રકરણોને ઉપયોગ કર્યો છે. આ ગ્રન્થની ત્રણ ટીકાઓ ઉપલબ્ધ છે. એક રત્નપ્રભસૂરિની રત્નાકરાવ તારિકા. બીજી ૮૪૦૦૦ લોકપ્રમાણુ સ્યાદ્વાદરનાકર નામનીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 298