Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

View full book text
Previous | Next

Page 11
________________ ઉપર ખૂબ ધ્યાન આપ્યુ.... મહર્ષિ પત ંજલિએ ત્રણ ગ્રંથા લખ્યા છે. વાણીને વિશુદ્ધ કરવા માટે એમણે વ્યાકરણ રચ્યું; શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે વૈદકના ગ્રંથ લખ્યો; પણ એમણે જોયુ કે વાણીને વિશુદ્ધ કરી, કાયાને શુદ્ધ કરી, પણ સાથે સાથે મન જો રિશુદ્ધ નહિ.હોય તે, વાણી અને કાયા નિળ હોવા છતાં પણ, માણસ નિર્મળ અને પ્રસન્ન નહિ રહે. એ વિચારથી એમણે છેલ્લો યોગશાસ્ત્ર રચ્યું. આ યોગશાસ્ત્રમાં તેમણે પ્રથમ વાત મનના નિરોધની કરી છે. મનને ફરતુ, રખડતું, ભટકતુ કેવી રીતે અટકાવવું, અસ્વસ્થ મનને ઠેકાણે કેવી રીતે લાવવું, એ પ્રસન્ન કેમ બને એ વાતા એમણે પહેલી વિચારી. એટલે, એમણે વિચાર્યું કે તનના વૈદ્ય બનવામાત્રથી, ભાષાના વૈદ્ય બનવામાત્રથી આપણું ય નંથી. આખર તે જેને શોધવાંનુ છે અને વિશુદ્ધ કરવાનું છે તે તે મન છે. જેનું મન શુદ્ધ છે, તંદુરસ્ત છે, એનું શરીર માંદલું હશે પણ એ માંદગીની અસર એના મન ઉપર નહિ થાય. એ વિચાર કરશે કે પ્રકૃતિના સ્વભાવ છે અને કદાચ ઘડીભર માટે શરીરને રોગ આવી જાય, પણ મન તે સલામત છે ને ? પછી વાંધા નથી ! પણ તમે જોજો કે ઘણા માણસા શરીરના અલમસ્ત હોય છે, સુખ અને સાધનથી સભર પણ હોય છે; છતાં એમને ચિંતા કેરી ખાતી હોય છે. જેવી રીતે મડદા ઉપર સમડીએ ઘૂમરી લેતી હાય એમ માણસના મગજ ઉપર ચિંતાએ ઘૂમરીએ લેતી હાય છે. એ માણસ ગમે ત્યાં જાય, એકલો પડે, તે પણ ચિંતા એને કેડો નથી મેલતી. એનું જીવન એવું બની જાય કે આપણને તે। દયા આવે. આવું જીવન બની જવાનું કારણ એ છે કે, એનામાં જે મનનું ચૈતન્ય હતુ, મનની જે તાજગી હતી, મન જે પ્રસન્ન રહેવુ જોઇતુ હતુ તે ન રહેવાને કારણે એના જીવનની અંદર એક પ્રકારની જે સંવાદિતા, સંગીતમયતા અને લય હોવા જોઇએ એ નથી રહ્યાં. -તેના અભાવને લીધે એ માણસ અસ્વસ્થ બનીને અને ચિંતાએથી લદાયેલો થઈને ફરે છે. આખી ગાડીને ખેંચનાર અન્જિન છે; પણ એ એન્જિનમાં મુખ્ય બળ હોય છે વરાળનું. આ વરાળ એવી પાતળી હોય છે કે હવામાં તે તે ઊડી જાય છે. પરંતુ એ વરાળને જો યોગ્ય પ્રમાણમાં સંઘરી રાખવામાં

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 172