Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

View full book text
Previous | Next

Page 10
________________ બગાડનાર હોય તો તે મન જ છે ને? પણ આપણે મૂળ શોધતા નથી અને બહાર જઇએ છીએ. આપણે મૂળમાં પાણી રેડતા નથી અને ડાળાં પાંદડાં-ફળ ઉપર પાણી રેડીએ છીએ. કલ્યાં સુધી એ ચાલવાનું છે ? મહાપુરુષે કહે છે કે, જેમ વૃક્ષના મૂળમાં પાણી રેડવું પડે છે તેમ, મનના મૂળમાં પણ જ્ઞાવનું વારિ સીંચવું પડે છે. પણ મન કેવું છે એને આજે આપણને ખ્યાલ નથી. મન શું ચીજ છે એનો આપણી પાસે ઘણી વાર વિચાર પણ નથી. * ત્યારે, જે લોકો ચિંતક છે, જે લોકો પ્રાજ્ઞ પુરુષ છે, જે લોકો જીવન માટેની શોધ કરનારા માણસો છે, એ લોકો વિચાર કરે છે કે તન તો ઠીક, પણ ભાઇ, પહેલા મનના વૈદ્યને શોધો. મનનું ઔષધ આપનારા પુર પાસે જવું જોઇએ અને એમનું દીધેલું ઔષધ લઇને આપણું જે માંદલું મન છે તેને સ્વસ્થ બનાવવું જોઇએ. પણ તે મળે તે એના જે નિષ્ણાત હોય તેની પાસેથીને? એવા નિષ્ણાત પાસેથી મનની ઔષધિ લેવામાં આવશે તો રુણ મન સ્વસ્થ થશે. પછી તમે જોશો કે જેનું મન સ્વસ્થ થયું હશે તે પ્રભાતનાં પુષ્પની જેમ સદા પ્રસન્ન ને ખીલેલો હશે. એને દુ:ખનો લગીરે સ્પર્શ નહિ થાય. - કોઇક વાર સ્વજનોનો વિયોગ થાય, કોઇક વાર વસ્તુઓનો વિયોગ થાય, કોઇક વાર અપમાન પણ થાય, ને કોઇક વાર નહિ ધારેલું અને ન બનવા જેવું બની પણ જાય. પણ એ બધાય સંજોગેની અંદર એ માણસ તો પ્રભાતનાં પુષ્પની જેમ સુકુમારતા, પ્રસન્નતા અને વિકાસને જ મનમાં ધારણ કરશે. કારણ, એનું મન નીરોગી છે, તંદુરસ્ત છે, સ્વસ્થ છે. પછી તે પૈસો હોય કે ન હોય, સત્તા હોય કે ન હોય, સાધન હોય કે ન હોય, સ્વજનો હોય કે ન હોય, છતાં એ વિષાદથી હતાશ તો નહિ જ બને. અને તંદુરસ્ત એ પોતાના સ્વસ્થ મનના બળે વિષમ સંયોગો વચ્ચે પણ ‘સમ'માં રહેવાનો. પણ મન જો સ્વસ્થ ન હોય તે, બધું હોવા છતાં પણ, માથે હાથ ટેકવીને એ માનવી ચિંતામાં બેઠો રહેશે; કારણ કે, એનું મન પ્રસન્ન નથી. દુનિયાએ તનને જોયું અને જ્ઞાનીઓએ મનને જોયું. તેથી મનના

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 172