Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

Previous | Next

Page 8
________________ W મનની કેળવણી बद्धो हि को यो विषयानुरागी; को वा विरक्त. ? विषये विरक्तः । को वास्ति घोरो नरकः ? स्वदेहः तृष्णाक्षये स्वर्गपदं किमस्ति ? Tી એક સુભષિતની અંદર ચાર વાતો છે. આ ચાર વાત શિષ્ય પૂછે છે અને ગુરુ એનો ઉત્તર આપે છે. માણસના મનની અંદર કેવાં કેવાં વિચારો અને તોફાનો ચાલી રહ્યાં છે તે માણસ કોઇ દિવસ બહાર લાવતો નથી અને કોઇને કહેતો નથી. પણ એ કહેતા નથી એનો અર્થ એ નથી, કે એના મનમાં વિચારો અને તોફાનો ચાલતાં નથી. એક નાનકડું બાળક હોય છે તો એના નાનકડા મગજમાં પણ અસંખ્ય વિચારો ચાલતા હોય છે, અને તેને લીધે એ અસંખ્ય પ્રશ્નો પણ પૂછતું હોય છે. એ આપણને પણ અનેક વિચારો સતાવે છે. પણ આપણે આપણા વિચારેને ઢાંકી કે દાબી રાખીએ છીએ અને એમ માનીએ છીએ કે, રખે એ વિચારો કોઇ જાણી જય. લોકો જાણી જશે તો કહેશે કે, આટલુંય એ નથી સમજતો? આટલીય એનામાં અકકલ નથી ? અને એટલા માટે આપણા હૃદયની અંદર આવતા વિચારોને, આપણા હૃદયની અંદર ચાલી રહેલાં તોફાનોને, આપણા મનની અંદર ચાલી રહેલા રાગદ્રષના યુદ્ધને આપણે જેમ બને તેમ છુપાવવા, ઢાંકવા કે રતાડવા પ્રયત્ન કરીએ છીએ. જ્યારે જીવનના દ્રષ્ટા છે અગર તો જીવનના અર્થનો જે જિજ્ઞાસુ છે એ એમ જાણે છે કે, અંદરનું અંદર દાબી રાખીશું તો એ દાબેલું કયાં સુધી રહેવાનું છે?

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 172