Book Title: Prakashni Kedi Author(s): Chitrabhanu Publisher: Punit Prakashan Mandir View full book textPage 7
________________ હાનિકારક બોજ ન વધે. જેમ શું વાંચવું એમાં વિવેક જોઈએ, તેમ કેમ વાંચવું તેની પદ્ધતિ જોઈએ. તરવામાં પ્રયત્ન કરતાં પદ્ધતિ વધારે મહેન્દ્ર ભોગવે છે, તેમ વાચનમાં પણ ગતિ કરતાં પદ્ધતિ વધારે ભાગ ભજવે છે. ઉતાવળે ઉતાવળે સો પાનાં વાંચી જવા કરતાં પદ્ધતિસર, ધીરે ધીરે બરાબર સમજીને પચાસ પાનાં વાંચતાં વધારે ઊંડાણનો સ્પર્શ થાય છે. ધોધમાર વરસાદ ઘણીવાર પૃથ્વીની ઉપરની સપાટી પરથી વહી જાય છે, જ્યારે ઝરમર ઝરમર વરસતો વરસાદ ધરતીને અંદરથી આર્દ્ર અને પચી કરતો જાય છે. તેમ. ચિતનપૂર્વકનું વાચન પણ હૃદયભોમને ભીની અને નરમ બનાવે છે. આવી હૃદયભૂમિમાં જ આચારનાં વૃક્ષો ઊગે છે, જેના પર મુકિતનાં ફળફૂલ લચી પડે છે. તમારી હૃદયધરતીને નવપલ્લવિત કરવા સંરકાર, સંયમ અને સૌન્દર્યની સુવાસ લઇ, આ પ્રકાશની કેડી તમારે બારણે આવે છે. વાચન અને આચરણના સૌજન્યથી આનો સત્કાર કરશો એવી આશા. તમારી પાસે એ રાખે છે. એની આશા પૂરી કરશોને? ચિત્રભાનુ ઉદWN, શાન્તિનાથ દેરાસર, બરાબજાર, ફર્ટ, - મુંબઈ–૧Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 172