________________
(૫૨) સમાધિ-મરણ ભાગ-૧
૧ ૧
“અનંત કાળ સુથી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાઘક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. (વ.પૃ.૨૯૩) “સાચા પુરુષની આજ્ઞા આરાશે તે પરમાર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે.” (વ.પૃ.૭૨૪) //રજા.
જ્ઞાનીપુરુષની આજ્ઞા પ્રમાણે જે જીવ વર્તે તેને અંતકાળે સમાધિમરણની પ્રાપ્તિ થાય. સમાધિમરણ એ મોક્ષનું કારણ છે. એકવાર જો સમાધિમરણ થાય તો મોક્ષે જતા સુધી જેટલા મરણ કરવા પડે તે બધા સમાધિમરણ જ થાય એવો નિયમ છે. એ મોટો લાભ છે. સર્વ પ્રકારની આરાધનાનું ફળ અંતે સમાધિમરણ આવવું જોઈએ. એવા સમાધિમરણની પ્રાપ્તિ અર્થે વિસ્તારથી આગળના બે પાઠોમાં જણાવવામાં આવે છે.
(૫૨) સમાધિ-મરણ
ભાગ-૧ (સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે—એ રાગ)
શ્રીમદ્ સરુ રાજચંદ્ર-પદ વંદુ સહજ સમાધિ ચહી, સદગુરુ ચરણે ચિત્ત વસો મુજ, એ જ ભાવના હૃદય રહી. દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા, તે ભગવંત નિરંતર ભજતાં, દોષ રહે કહો કેમ કશા? ૧
- અર્થ :- શ્રીમદ્ ગુરુ ભગવંત રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં સહજ સમાધિ એટલે નિર્વિકલ્પ સમાધિને પામવાની ઇચ્છા રાખી પ્રણામ કરું છું. તે સદ્ગુરુના ચરણકમળમાં મારું ચિત્ત વાસ કરીને રહો, એ જ ભાવના મારા હૃદયમાં સદા જાગૃત રહી છે. કેમકે દેહ હોવા છતાં પરમકૃપાળુદેવની દેહાતીત એટલે દેહથી જુદી એવી અપૂર્વ આત્મદશા નિત્ય વર્તે છે.
“અમે દેહઘારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી.” (વ.પૃ.૨૯૦) એવા સગુરુ ભગવંત પરમકૃપાળુદેવને નિરંતર ભજતાં કોઈપણ પ્રકારના દોષ કેમ રહી શકે? ના.
સદ્ગુરુ-બોથે, અંતર્ગોથે શુદ્ધ સ્વરૃપ જે ઓળખશે, તેમાં તલ્લીન રહેવાને તે સત્પરુષાર્થ કર્યા કરશે. સ્થિરતા વીર્ય વિના ન ટકે ત્યાં વ્રતાદિથી શુભ ભાવ કરે;
સમાધિ સહિત મરણ, ફળ વ્રતનું, નિશ્ચય એ ઉરમાંહિ ઘરે. ૨ અર્થ :- એવા સદગુરુ પરમકૃપાળુદેવના બોઘે અંતર્માત્મામાં શોધ કરીને જે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને ઓળખશે, તે સદા તેમાં જ તલ્લીન રહેવાનો પુરુષાર્થ કર્યા કરશે. કેમકે આત્મામાં નિરાકુળ સુખનો સ્વાદ ચાખ્યા પછી બહારની ઇન્દ્રિય સુખો તેને તુચ્છ ભાસશે.
તે આત્મસ્વરૂપમાં સ્થિરતા આત્મવીર્ય વિના કે ચારિત્રમોહનીય કર્મના ગયા વિના ટકશે નહીં ત્યારે