Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Chabildas Kesharichand Sanghvi
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ ઉgબોધન માનવી ઊર્મિલ પ્રાણી છે. એ ભાવનાઓથી ભરેલે છે. લાગણીઓને એ મહાસાગર છે. અને માનવીએ શબ્દ શોધીને કમાલ કરી નાંખી. પછી તે એણે શબ્દને શણગારીને ભાષા બનાવી અને એ ભાષાએ માનવને સંસ્કૃત સભ્ય બનાવી દીધા. માનવીએ પછી તે શબ્દથી જીવનને છૂટું પાડવા માંડયું. અને એણે એની લાગણીઓને શબ્દમાં વ્યક્ત કરવા માંડી. ઊર્મિએને–ભાવનાને એણે ભાષાથી શણગારી અને માનવનું જીવન એથી ઊંચુ બનતું ગયું. ' | શબ્દની એણે શેધ કરી અને એણે પ્રાર્થના કરવાની શરૂઆત કરી માનવી પહેલાં પ્રાર્થના કરતાં શીખે. પ્રકૃતિના ગુણગાન એને પહેલાં ગમ્યાં. અને એણે તેત્રે ગાયાં–સ્તુતિઓ ગાઈ પણ માનવીને પ્રકૃતિ કંઈક ઓછી પડી. અને માનવે ખૂદ એની જ સ્તુતિ કરવા માંડી. કેઈ વિશિષ્ટ વ્યક્તિની એણે પૂજા શરૂ કરી. અને પછી એની સ્તવન કરી સ્તુતિ ગાઈ ગુણગાન કર્યા. માનવીને વીતરાગમાં શ્રદ્ધા બેઠી. એના સંદેશમાં એણે જીવનની જડીબુટ્ટી જોઈ અને એની સ્તવના કરતાં કરતાં એ ખૂદ વીતરાગ બની ગયા.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 420