Book Title: Prabuddha Jivan 2009 05
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 4
________________ ૪ હૉસ્પિટલવાળા ડૉ. રમણીકલાલ દોશી-દોશીકાકા છે. અમદાવાદગાંધીનગરની બસમાં જ નહિ, બીજી કોઈ બસમાં પણ તમે એમને જોઈ શકો. ગુજરાતની બસોમાં સેંકડો વાર એમણે પ્રવાસ કર્યો હશે. ગાંધીજી અને રવિશંકર મહારાજ દાદાના પ્રભાવ નીચે આવેલા, અને લોકસેવાનો ભેખ ધારણ કરેલા ડૉ. દોશીકાકાને આજે ૮૯-૯૦ની ઉંમરે એ જ તરવરાટથી કામ કરતા તમે જોઈ શકો! એમના પરિચયમાં આવો તો તમને એમની મહત્તાનો ખ્યાલ આવે. એ ચાલ્યા જતા હોય તો એમના પહેરવેશ પરથી કોઈ અજાણ્યા માણસને ખ્યાલ ન આવે કે આ ડૉક્ટર છે, આંખના મોટામાં મોટા ડૉકટર છે. પ્રબુદ્ધ જીવન એક વખત કાકાને અમે પૂછ્યું કે, ‘કાકા, તમારી પાસે સંસ્થાની પાંચ ગાડી છે, તો તમે સંસ્થાના કામ માટે અમદાવાદ કે ગાંધીનગર બસમાં કેમ જાવ છો ? કાકાએ કહ્યું, ‘જો મારે એકલાએ જવાનું હોય અને સમય હોય તો હું જીપ નથી વાપરતો. બીજા એક–બે વધારે હોય તો હું જીપમાં જાઉં છું. અમારી સંસ્થાની બધી જીપ આખો વખત કામ માટે ક્યાંથી ક્યાં જતી હોય છે. કોઈ વાર એક જ ડૉક્ટર હોય અને જીપ લઈ જાય છે. પરંતુ આ નિયમ તો મેં મારે માટે રાખ્યો છે. એથી સંસ્થાનું પેટ્રોલ ખર્ચ છે. જ્યાં સુધી મારાથી બસમાં જવાય છે ત્યાં સુધી બસમાં જાઉં છું. અમારી સંસ્થા શક્ય એટલી કરકસરથી અમે ચલાવીએ છીએ.' કાકા ટ્રેનના પ્રવાસમાં સાદા બીજા વર્ગમાં બેસે છે. તેઓ કહે, ‘રિઝર્વેશન'ના પૈસા બચે એટલે સંસ્થાના પૈસા ખર્ચ, સાદા બીજા વર્ગમાં બેસવાની જગ્યા મળી જાય. ન મળે તો વચ્ચે નીચે બેસી જાઉં છું. મને બેઠાં બેઠાં સારી ઊંઘ આવી જાય છે. ક્યારેય ખીસું કપાયું નથી. મારો દેખાવ જોઈને જ કોઈ ખીસું કાપવા ન લલચાય. જવા-આવવાની ટિકિટ હોય પછી વધારે પૈસા રાખતો નથી. કેટલાંયે શહેરોમાં સ્ટેશનથી રિક્ષા કે ટેક્ષી, અનિવાર્ય ન હોય તો કરતો નથી. સ્ટેશનથી ચાલી નાખું છું.' ગુજરાતમાં અનેક ગામોમાં નેત્રયજ્ઞ કરવાને કારણે બસ કે ટ્રેનમાં કાકાને ઓળખનાર કોઈક ને કોઈક તો નીકળે જ અને જગ્યા આપવા તૈયાર હોય જ. વળી કાકા કહે કે ‘આ રીતે પ્રવાસ કરવાથી જનતાની વચ્ચે આપણને રહેવાનું મળે. આપણામાં મોટાઈ આવી ન જાય.' મે, ૨૦૦૯ શ્રી કીર્તનભાઈ અને દોશીકાકા પધાર્યાં, કીર્તનભાઈએ એમની યનિવારણા અને ચિખોદરાની આંખની હૉસ્પિટલનો પરિચય આપ્યો.' પૂજય દોશીકાકાનું નામ તો મુ. મફતકાકા અને અન્ય કેટલાક દ્વારા સાંભળ્યું હતું. પણ એમને મળવાનો સંયોગ પ્રાપ્ત થયું નહોતો. ૧૯૮૪ દરમિયાન એક દિવસ અમારા વડીલ, અમારા રેખા બિલ્ડિંગમાં રહેતા ભૂદાન કાર્યકર્તા શ્રી કીર્તનભાઈ ધારિયાનો ફોન આવ્યો કે, 'દોશીકાકા અત્યારે અમારે ઘરે આવ્યા છે. તમને અનુકૂળતા હોય તો અમે મળવા આવીએ. મેં કહ્યું, ‘જરૂર આવો, ઘરમાં જ છું.' વાતવાતમાં કાકાએ કહ્યું, ‘કોઈ વાર સમય કાઢીને અમારી આંખની હોસ્પિટલ જોવા આવો.' મેં કહ્યું, ‘હમણાં હું કપડવંજ પાસે ઉત્કંઠેશ્વર આવવાનો છું. પરંતુ ત્યાંથી ચિખોદરા આવવાનો સમય નહિ રહે, કારણ કે ત્યાંથી પાંચ વાગે બસમાં નીકળી અમદાવાદથી ટ્રેન પકડવાનો છું. ‘તમને અનુકૂળ હોય તો તમે ભોજન કરી લો પછી સાડા બારે ઉત્કંઠેશ્વર તમારે માટે જીપ મોકલું. ત્યાંથી અઢી કલાકમાં ચિખોદરા આવી જાવ. પછી ચિખોદરા હૉસ્પિટલ જોઈ જમીને છ વાગે નીકળો તો અમારી ૦૫ તમને નવ વાગે અમદાવાદ સ્ટેશને પહોંચાર્ડ, તમારી ટેન રાતના દસ વાગ્યાની છે. તમને શ્રમ ન લાગતો હોય તો આ રીતે ગોઠવો.' મેં કહ્યું, 'તમે આટલી બધી સગવડ કરી આપો છો તો પછી કેમ ન ફાવે.’ આ ગોઠવા પ્રમાણે કાકાના ડ્રાઈવર રમેશભાઈ બરાબર સાડાબારના ટકોરે લેવા આવ્યા. અમે-હું, મારા પત્ની અને નિરુબહેન (સંઘના મંત્રી) તૈયાર હતાં. અમે જીપમાં બેસી ચિખોદશ પહોંચ્યાં. ચિખોદરા પહોંચીને હૉસ્પિટલની મુલાકાત લીધી. દોશીકાકાએ અમારું ભાવભીનું સ્વાગત કર્યું. હૉસ્પિટલમાં સરસ અતિથિગૃહ હતું. એટલે બીજા મિત્રોને લઈ આવીએ તો સગવડ સારી મળે, નીરવ શાંત વાતાવરણ, વૃક્ષો, મોરના ટહુકા વગેરેને કારણે ઉપવન જેવું લાગતું હતું. હૉસ્પિટલ પણ અમે જોઈ. સાંજે ભોજન વખતે કાકાના ધર્મપત્ની મુ. ભાનુબહેને પણ ભાવથી પીરસ્યું. અમને એક સરસ Worth repeating, અનુભવ થયો. જીપ અમને અમદાવાદ સ્ટેશને સમયસર પહોંચાડી ગઈ. અમને એમ થયું કે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન આ સંસ્થાને સહાય કરવાની અપીલ કરવા જેવી છે. ત્યાર પછી બીજા કેટલાક સભ્યો પણ ચિખોદરા જઈ આવ્યા. અમે યુવક સંઘની કાર્યવાહક સમિતિમાં કાકાની હૉસ્પિટલને સહાય ક૨વાને નિર્ણય કર્યો. એ માટે ઘણી સારી રકમ એકત્ર થઈ. એ રકમ આપવાનો કાર્યક્રમ ચિખોદરામાં યોજાયો. એનો જે પ્રતિસાદ સાંપડ્યો અને પરિણામે દોશીકાકા સાથે એવો ગાઢ નાતો બંધાયો કે વરસમાં ચાર-પાંચ વખત ચિોદરા ન જઈએ ત્યાં સુધી ગર્મ નહિ. દોશીકાકા અને ભાનુબહેન સાથે વડીલ સ્વજન હોય એવો સંબંધ બંધાઈ ગયો. ત્યાર પછી અમારા યુવક સંઘના ઉપક્રમે ચિખોદરાની હૉસ્પિટલ દ્વારા વર્ષમાં ચાર-પાંચ વખત નેત્રયજ્ઞ યોજાવા લાગ્યા. એ માટે દાતાઓ તરફથી મળેલી રકમ અને ઈસ્પિટલને પહોંચાડીએ છીએ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28