________________
૨૪
‘શિક્ષા યોગ'નો પ્રારંભ આમ થાય છેઃ शिक्षायोगो महायोगः सर्वयोगप्रकाशकः । शिक्षणं सर्वयोगानां शिक्षायोगं सतां गुरुः ।।
પ્રબુદ્ધ જીવન
(શિક્ષાયોગ, શ્લોક ૧) 'શિક્ષાયોગ મહાયોગ છે, તે સર્વયોગનો પ્રકાશક છે. સર્વયોગના શિક્ષણને શિક્ષાયોગ કહે છે. શિક્ષા યોગ સજ્જનોનો ગુરુ છે.'
*શ્રી જૈન મહાવીર ગીતા' ભગવાન મહાવીર પોતાના શ્રીમુખે શ્રી ગૌતમસ્વામી વગેરેના પૂછવાથી કહે છે તે મુજબ અહીં આ અઘ્યાયનો પ્રારંભ થાય છે. પ્રથમ શ્લોકમાં જ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી શિક્ષાયોગને જ ‘મહાયોગ' કહે છે. તેનું માર્મિક સંવેદન ઘણું ઊંડું છે. આપણે જે જોઈએ છીએ, જાણીએ છીએ, અનુભવીએ છીએ તેનાથી પણ અનેક ઘણું વધુ રોચક, રોમાંચક આ વિશ્વ છે અને તેનાથી પણ વધુ અલૌકિક, અદ્ભુત આપણી જાણ બહારનું વિશ્વ છે. તેને જાણવાની તત્પરતા, તે માટેનો પ્રચંડ પુરુષાર્થ એ જેવી તેવી વાત નથી. એ પાઠશાળાનો વિદ્યાર્થી જે શિક્ષા પ્રાપ્ત કરવા માટેનો યોગ પ્રારંભ કરે છે તે સ્વયં મહાયોગ છે. સર્વ જ્ઞાનની ક્રિતિજો ખોલનારો એ મહાયોગ છે. આ શાોગ સજ્જનોનો ગુરુ જ છે કેમકે તેને તો પળભર પણ આ વિદ્યા વિના નહિ ચાલે.
શિક્ષણ કેવું આપવું જોઈએ? શિક્ષણ માટે તમામ આધુનિક સાધનો અપનાવવા જોઈએ, બોંતેર કળાઓ – એટલે કે બધું જ શિક્ષણ-શીખવવું જોઇએ, તે માટે તમામ વ્યવસ્થા ખડી કરવી જોઈએ વગેરે નિર્દેશ નીચેના શ્લોકમાંથી મળે છેઃ
મે, ૨૦૦૯
નિહાળવા મળે છે ત્યારે બ્રહ્મચર્યાશ્રમની વાત કેવી પ્રેરક બની રહે છે !
(શિક્ષાયોગ, શ્લોક ૩, ૪, ૫, ૬, ૭) જીવનની ઉન્નતિ માટે શિક્ષિત હોવું જરૂરી છે તેટલું જ શરીર મજબૂત હોવું, મન સંસ્કારી હોવું જરૂરી છે. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી જે સમયમાં વિદ્યમાન હતા તે એક રૂઢિચુસ્ત સમાજ હતો, તે સમયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર શિક્ષણ પદ્ધતિ અપનાવવી, પુત્ર-પુત્રીઓને વ્યાયામ શીખવવો તથા ઉત્તમ બ્રહ્મચર્યાશ્રમની સ્થાપના કરવાનું કહેવું વગેરે ક્રાંતિકારી ઘટના હતી. વર્તમાન સમયમાં યુવક-યુવતીઓમાં ટી.વી., ઈન્ટરનેટ અને અમર્યાદ વ્યસનના કારણે સંસ્કારનો જ શતમુખી અોપાત
પાઠશાળાની ઉત્તમ પ્રવૃત્તિના કારણે જૈનસંઘમાં આજે પણ ધર્મશિક્ષા જીવંત છે અને પાઠશાળાના કારણે આપણે અનેક સચ્ચારિત્ર્યવંત સાધુ-સાધ્વીજીને મેળવી શક્યા છીએ. પાઠશાળા જૈન સંઘની ધરોહર મજબૂત અને સક્ષમ બનાવે છે. એ માટેની પ્રેરણા જુઓ : 'જેનાથી મારામાં શ્રદ્ધા ઉત્પન્ન થાય તે શ્રેષ્ઠ શિક્ષણ છે. આવું સર્વ શક્તિદાયક શિક્ષણ બાળકો, યુવાનો, વૃદ્ધો વગેરે સૌને આપવું જોઈએ. મહાજનોએ ધર્મ, સંઘ, સમાજ, વગેરેના અસ્તિત્વ માટે સર્વની ઉન્નતિમાં સહાયક એવું (જૈન) ધર્મનું શિક્ષકા સૌને આપવું જોઈએ. (શિયાોગ, શ્લોક ૮, ૯) શિક્ષણ અનેક લાભ આપે છે તે સર્વવિદિત છે. શિક્ષિત વ્યક્તિ સર્વત્ર પોતાનો પંથ ઉભો કરી શકે છે. આ માટેનો નિર્દેશ જુઓઃ ‘જે મહાજનો પ્રાણાન્તે પણ શિક્ષાકાર્ય છોડતા નથી તેઓ દુષ્ટો દ્વારા થતી કોઈપણ પ્રવૃત્તિના કારણે પણ કદીય પરતંત્ર થતા નથી. (શિક્ષાયોગ, શ્લોક ૧૫).
શિક્ષણથી સાર અસારની દષ્ટિ મળે છે. શિક્ષણથી વિવેકદષ્ટિસષ્ટિ પ્રાપ્ત થાય છે અને શિક્ષણથી જ ગ્રહી દઢ બને છે. ગ્રહની ધરોહર મજબૂત ન હોય તો તમે ક્યાંય આગળ વધી શકતા નથી. ભગવાન મહાવીરના સમયમાં થયેલી સુલસા શ્રાવિકાને યાદ કરવી જોઈએ. અંબડ શ્રાવકે તેને પારખવા માટે વિધવિધ દેવતાઓના રૂપ ધારણ કરેલા પણ તેનું સમ્યક્ત્વ એટલું દૃઢ હતું કે સુલસા શ્રાવિકા ચલિત ન થઈ. આ જ્ઞાન, આ શ્રદ્ધા ઉંડી ધર્મશિક્ષામાંથી આવે છે. 'શિક્ષાોગ'માંથી આ ઉલ્લેખ જોઈએ ઃ
'મારા ભક્તો, ગૃહો, ત્યાગીઓ અને મારા આપ્તજનોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર શિક્ષા આપવું જોઈએ. ’
બોતેર કે ચોસઠ કળાની શિક્ષા માટે યુક્તિપૂર્વક (આયોજનપૂર્વક) સર્વ શક્તિ સજ્જનોએ અર્પણ કરવી જોઇએ.’
‘પુત્રો અને પુત્રીઓના સ્વરક્ષણ માટે વ્યાયામ વગેરેનું શિક્ષણ પણ આપવું જોઈએ. તે સંઘના અસ્તિત્વનું પણ રક્ષણ કરે છે.’
શ્રેષ્ઠ એવા બચર્યાશ્રમની સ્થાપના કરવી જોઈએ અને બ્રહ્મચર્યની રક્ષા માટે ઉત્તમ જીવન જીવવું જોઈએ.’
‘સંઘ, ધર્મ અને સમાજના સ્વાતંત્ર્યના રક્ષણ માટે જે શિક્ષણ યોગ્ય છે.' (શ્લોક, ૨૦) હોય તે આપવું જોઈએ.’
‘મેં કહેલ સર્વશિક્ષાઓમાં ગુપ્ત રીતે વિરોધ કરનારાઓ જો સત્યના આભાસનો ઉપદેશ આપે તો પણ તે મોહ પામનો નથી.'
(શ્લોક, ૧૬) મેં કહેલ સર્વ શિક્ષાઓમાં મારા લોકો વિશ્વાસ રાખે છે અને તેમાં
કદી તેઓ શંકા કરતા નથી. તેઓ વેગપૂર્વક ઉન્નતિ કરે છે.
(બ્લોક, ૧૭) ‘ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું શિક્ષણ ક્રમ પ્રમાણે મારા લોકોએ હંમેશાં બધી રીતે ગ્રહણ કરવું જોઈએ. તેનાથી જૈન ધર્મનો પ્રસાર થાય
‘વિવેક પૂર્વક સ્વદેશ અને પરદેશમાં વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કરવી જોઈએ, અને તેમાં મારા ભક્તોએ દક્ષ બનીને કાર્ય કરવું જોઇએ.’ (શ્લોક, ૨૨)
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી હંમેશાં માનતા હતા કે જૈન ગુરુકુળોની સ્થાપના ઠે૨ ઠે૨ કરવી જોઈએ. ધર્મશિક્ષા કોઈ શુષ્ક ઘટના નથી પણ ધર્મજ્ઞાનથી વ્યક્તિત્વનો સર્વરૂપેણ વિકાસ થાય છે. જૈન શ્રેષ્ઠિઓએ સેંકડો વર્ષોથી દેશ-વિદેશમાં પોતાની વ્યવહારકુશળતાથી જે પ્રભાવ પાડ્યો છે તે અવિસ્મરણીય છે. જૈન ધર્મે સદાય ઉદારતા, સહિષ્ણુતા, દયા, પરોપકારના જે પાષામાંથી ગુદા શીખવ્યા છે તે સંસ્કારશિક્ષાનો વ્યાપક પ્રભાવ જૈનોએ નિર્માણ