________________
મે, ૨૦૦૯
એક પગદંડી ચાલી જતી હતી. મખમલ જેવી રેતી પર આ બે મિત્રો ઝડપભેર દોડવા લાગ્યો.
અડધાથી વધુ મજલ કાપી નાખી હતી પણ હવે પેલા સર્પવાળા કોતરમાં આવી પહોંચ્યા. એનો એક ખેતરવા જેટલો આ ભયાવહ માર્ગ કાપવો ભીખાલાલને અતિ મુશ્કેલ લાગતો હતો. ભીખાલાલની આંખો ચકળ-વકળ થવા લાગી. ક્યાંય સર્પ નથી ને! એ ઝીણી નજરે ચારે બાજુ જોતાં હતાં. પગ જાણે વજનદાર થઈ ગયા હોય તેમ લગાતું હતું અને શ્વાસ ધમણની પેઠે હાંફતો હતો. કંઈ દોરડી જેવું દેખાય કે પોદળો પડ્યો હોય, તો પણ ચમકી જાય, ગિરજાને બીક લાગતી હતી, પરંતુ એ ભીખા જેટલો ડરતો નહોતો
પ્રબુદ્ધ જીવન
બીકના ભારથી દબાયેલા હ્રદયે ભીખાએ પૂછ્યું, 'ગિરજા, નોળિયા પકડી શકાતા હશે ?'
‘હા.’
સર્પવાલા કોઠામાં આવેલા નિશાળિયા ભીખાલાલે કહ્યું, “બોડા મુખીના ખેતરમાં નોળિયા ખુબ છે. પંદરવીસ અહીં લાવીને છોડી દીધા હોય તો મોટા જીવ'નો જરાય ડર લાગે નહીં'
ઘરડાં ડોશીમાઓએ ભીખાલાલને કહ્યું હતું કે રાત્રે કદી સાપનું નામ ન લેવાય. જો ક્વચિત્ લેવું પડે તો ‘મોટો જીવ’ એમ કહેવું. બંને મિત્રો સાપનું નામ અધ્યાહાર રાખીને વાત કરવા લાગ્યા.
જૈન ધર્મમાં શિક્ષણ, સાહિત્યનું પ્રાધાન્ય નિહાળવા મળે છે. જૈન ધર્મ જ્ઞાનની પણ પૂજા કરે છે. વિશ્વમાં જૈનધર્મ એક માત્ર એવો ધર્મ છે કે જેણે ‘જ્ઞાન'ને પોતાના સર્વોચ્ચ નવપદમાં સ્થાન આપ્યું છે, પૂજા કરી છે અને જ્ઞાનભક્તિને ધર્મ માન્યો છે. આ એક વિરલ ઘટના ગણવી જોઈએ. જૈનધર્મનું એક વિશિષ્ટ કથન છે કે જ્ઞાન ભણવું જેમ મહત્ત્વપૂર્ણ છે તેમ સ્વાધ્યાય કરવો તે પણ ઉત્તમ છે. સ્વાધ્યાયથી અનંતા ભવથી બંધાયેલા પાપકર્મનો નાશ થઈ જાય છે! જ્ઞાનના આવા અભૂતપૂર્વ મહિમાને કારણે જૈનસંઘમાં વિપુલ સાહિત્ય સચવાયું, વિપુલ સાહિત્ય સર્જન પામ્યું અને વિપુલ સંખ્યામાં વિદ્વાનો આ દેશ વિશ્વને સાંપડ્યા તેમ કહી શકાય, નૂતન વર્ષનો પ્રારંભ થયા પછી જેનો કાર્તકી પાંચમને જ્ઞાન પાંચમ તરીકે મનાવે છે અને તેનાથી વાર્ષિક પર્યારંભ કરે છે! એવું કહેવામાં સહેજ પણ અનિયુક્તિ નથી કે જૈનધર્મે વિશ્વને જ્ઞાન પાંચમ તરીકે 'ડી ડે' આપ્યો છે!
યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી શિક્ષાને ખૂબ મહત્ત્વ આપતા હતા. તેઓ સ્વયં વિરલ અભ્યાસી હતા તેમ શિક્ષણ
૨૩
ભીખાલાલની વાત સાંભીને ગિર ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો. હાથે ન મારવા અને બીજા પાસે મરાવવા - ખરું ને અલ્યા, વાણિયાભાઈ!'
નિશાળિયા ભીખાલાલે વાતને વાળી લેતાં કહ્યું, ‘હું તો એ માટે કહું છું કે એ કોઈના પગમાં ન આવે, પોતાના દરમાં પડ્યા રહે. કોઈ એને મારી ન નાખે.’
વાહ રે પરગજુ.’ આમ બોલીને ગિરજો મોટેથી હસ્યો. ભયભીત ભીખાલાલને આ હાસ્ય અપમાનજનક લાગ્યું. એણે ગિરજાનો હાથ છોડી દીધો એટલે ગિરજાએ કહ્યું,
‘અરે દોસ્ત, આટલી વાતમાં આવું ખોટું લાગી ગયું ? દોસ્તીમાં ખોટું લગાડવાનું ન હોય. મન મોટું રાખીએ તો જે મિત્રતા ટકે.'
અરે ગિરજાએ ભીખાલાલનો હાથ ખેંચી જોરથી આંકડા ભીડ્યા અને વાતવાતમાં સર્પવાળો કોઠો પાર કરી ગયા. અંબોળ ગામની નજીકમાં આવ્યા ત્યારે રામલીલાની ભૂંગળો સંભળાઈ રહી હતી. (ક્રમશઃ)
***
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૬૭૫ મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫
શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૭
૩૫. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ
સપ્તમ અધ્યાય : શિક્ષા યોગ
માટે સદાય ઉપદેશ પણ આપતા હતા. તેમણે અનેક શાળા, બોર્ડીંગ, ‘શ્રી જૈન મહાવીર ગીતા'માં સાતમો અધ્યાય ‘શિક્ષા યોગ’ છે. ગુરુકુળ, વાંચનાલય, જ્ઞાનપ્રસારક મંડળની સ્થાપના કરાવેલી તેની શ્લોક સંખ્યા ૫૩ છે. જેમાંથી અનેક સંસ્થા અદ્યાપિ સુંદર રીતે ચાલે છે!
ન
માનવ જીવનના વિકાસ માટે શિક્ષણ અને આત્મકલ્યાણ માટે ધર્મજ્ઞાન વિના ન ચાલે, વર્તમાન વિજ્ઞાને જે અદ્ભુત સિદ્ધિઓ મેળવી છે તેની ઉપેક્ષા ન કરી શકાય. આજની દુનિયા સાવ નાની થઈ ગઈ છે. કેમકે સંવાદ-Cormmunication ના સાધનો ખૂબ વધ્યાં છે. માનવી પોતાના દિમાગ કરતાં વધુ મદદ વિજ્ઞાન પાસેથી મેળવે છે. આધુનિક દવાઓ અને વાઢકાપ alopathy and surgery હરાયાળ ભરીને આગળ વધે છે, એજ રીતે આયુર્વેદ અને યોગવિજ્ઞાને ઝડપી વિકાસ સિદ્ધ કરવો જોઈએ. આધુનિકને જ્યાં સુધી પરંપરા સાથે જોડવામાં ન આવે ત્યાં સુધી વિકાસની નવી ક્ષિતિજો વિસ્તરતી નથી. ધર્મ પોતે જ એક સંપૂર્ણ વિજ્ઞાન છે. પરંતુ તેની માર્મિકતાને ઉજાગર કરવા માટે આધુનિક સંદર્ભ જોડવો તો પડે જ.
‘શ્રી જૈન મહાવીર ગીતા'ના સાતમા અધ્યાય ‘શિક્ષાયોગ’માં શિક્ષણ માટે જે દિશાનિર્દેશ મળે છે તે ખૂબ મહત્ત્વપૂર્ણ, આધુનિક અને માર્મિક છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પોતાના સ્વાનુભવનો નીચોડ આ પ્રકરણમાં મૂકી રહ્યાં છે તેવું લાગે છે.