Book Title: Prabuddha Jivan 2009 05
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 16
________________ ૧૬ પ્રત્યે પક્ષપાત દર્શાવ્યો છે તો સૌ કોઈ જાણે છે પણ તે તેની રીતે સાચી છે તો રામ જે દૃષ્ટિ બિંદુથી સમગ્ર પરિસ્થિતિને નિહાળે છે તે જોતાં તે પણ સાચા છે! આ બંનેની વિચારસરણીમાં એમના આગલા વ્યક્તિત્વના વ્યાવર્તક લક્ષણો પણ વ્યક્ત થાય છે. પ્રબુદ્ધ જીવન ચૌદ વર્ષનો વનવાસ વેઠીને રામ પાછા અયોધ્યામાં આવે છે ત્યારે એમના મનમાં એવું થાય છે કે જો હું પ્રથમ મારી માતા કૌશલ્યાને મળવા જઈશ નો ઠેકેશ્રીમાતાના અંતરમાં ડંખ રહી જશે...એનો અપરાધભાવ ઓછો કરવા માટે તે પ્રથમ કૈકેયીમાતાને મળે છે ને એમના પ્રેમને પ્રતાપે વનવાસમાં રામને શો લાભ થર્યો તે દર્શાવતાં કહે છેઃ“તાન સ્નેહી ભરત મહિમા પૌરુષ વાયુનો સરૂં ચાપિ પ્લવગનૃપતઃ કવાપિ સૌમિત્રભક્તિઃ । સીતાસહ્યં મમ મુજબન્ને વૈરિણ। વૈરભાવઃ જ્ઞાતં સર્વે તવ ચરણયોર્માંતરેષ પ્રસાદ : ।। મતલબ કે હું માતા! પિતાનો સ્નેહ એ કેવી અોલી ચીજ છે, ભરતનો બંધુભાવ કેવો મહિમાવંત છે, હનુમાનનું પૌરુષ, વાનરોમાં પણ મૈત્રી જાળવવાની સચ્ચાઈ, લક્ષ્મણની મૂંગી ભક્તિ, સીતાનું સત, મારી પોતાની ભુજાઓનું પાણી, વેરીઓનું ઘેરઆ બધાં કેવાં છે, તે કેવળ તારી કૃપા વડે જ હું જાણી શક્યો છું. (જો તેં વનવાસ ન આપ્યો હોત તો પિતા મને કેટલા ઊંડાણથી ચાહતા હતા ને ભરત કેવો અમોલો ભાઈ છે, એ બધું હું કેમ જાણી શકત?) આ દુનિયામાં બધી જ આપત્તિઓ દુ:ખદ નથી હોતી; કેટલીક તો ઈષ્ટાપત્તિઓ બની જતી હોય છે. ‘ધરતીનું લૂણ'માં સ્વામી આનંદે મોનજી રદરની અદ્ભુત-કથા આલેખી છે. જ્ઞાતિબહિષ્કારનું દુ:ખ કેવું તો અસહ્ય હોય તેનું તાદ્દશ-વાસ્તવિકકરુણ-આલેખન મોનજી રૂવ૨'માં જોવા મળે છે પણ એ ઈષ્ટાપાત્રને કારણે સ્વામી આનંદ લખે છે તે પ્રમાણે ‘બહિષ્કાર તેની કારમી વ્યથાર્થદનાઓ છતાં મૌન દંપતીને સાચે જ આડકતરા આશીર્વાદ સો નીવડ્યો. મોન સદાય પોતાના ખેતીવ્યવસાયમાં મસ્ત રહ્યા. બહિષ્કારને એમણે ઈશ્વરના ઘરની દેણ ગણી.; જેને પ્રતાપે પોતાને નીચું થાલીને અખંડ પુરશારથ કરવા મળ્યો, ઉમ્મરસાડીમાં આંબાની કલમો ઉછેરવાનો ઉદ્યોગ એમણે જ પહેલવહેલો શરૂ કર્યો. (૧૩૦૦ લમાં ઉભી કરેલી પ્રથમ ભાગ્યનો તેડાગર' જ મે, ૨૦૦૯ જીવનની અંતિમ સીમા ત્યાં આવી ગઈ.' સત્યની એકરૂપતા સિદ્ધ કરવા માટે આવી અનેકાન્તવાદની રીતિ નીતિ સવાબે સહાયરૂપ નીવડતી હોય છે. આમાં Positive Thinking અનિવાર્ય હોય છે. સમગ્ર પ્રશ્ન વિમલ દૃષ્ટિ અને તંદુરસ્ત અભિગમનો છે. આગળ આપણે પંગુ, અંધ, મૂક અને ધિરની વાત કરી. પૂ. બાપુએ જેને વિશ્વનો પ્રથમ સત્યાગ્રહી કહ્યો છે એવા સોક્રેટીસનું નાક ચીબું હતું. લોકો એ ૫૨ હસતા ત્યારે હસતાં હસતાં સોક્રેટીસ કહેતો; ‘મારું જ નાક સુંદર છે. મોટાં નસકોરાંવાલું નાક અંદર ભરપુર હવા ખેંચે છે માટે તે જ સુંદર છે.’ વસ્તુને અનેક દૃષ્ટિબિંદુથી જોવાથી સ્યાદ્વાદ કે અનેકાન્તવાદથી સમગ્રતાનો ખ્યાલ આવે છે ને એકાંગી વિચારસરણીના દોષથી બચી જવાય છે. ગીતા પ્રવચનો'માં. વિનોબાએ, કર્મ, જ્ઞાન અને ભક્તિની ચર્ચા કરતાં કેવળવાદ, સમુચ્ચયવાદ, ઉપયોગિતાવાદ, ક્રમવાદ, સામંજસ્યવાદ વગેરેની ચર્ચા કરી છે ને સારરૂપે હ્યું છે કે કર્મ, ભક્તિ, અને જ્ઞાન અક્ષરશઃ એકરૂપ હોય એવી પરમ દશાને પુરુષોત્તમયોગ કહે ૨૨/૨, અરુોદય સોસાયટી, અલકાપુરી, વડોદ-૩૯૦૦૦૭, ફોન : ૬૬૨૧૦૨૪ જૈનધર્મ તત્વજ્ઞાન અભ્યાસ મુંબઈ યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટીમાં જૈન તત્વજ્ઞાનના નીચેના કોર્સ ચાલુ કરવામાં આવેલ છે. ૧) સર્ટીફીકેટ, ૨) ડીોમા, ૩) એમ.એ., ૪) પીએચ.ડી. સરળ, સચોટ તથા સુવ્યવસ્થિત અભ્યાસ દ્વારા જૈનધર્મ તત્વજ્ઞાન વિશે પૂરી જાણકારી મળશે. ૧૨ વર્ષથી ચાલી રહેલ આ કોર્સનો લાભ ૧૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ લીધેલ છે. ઉપરના કોર્સ માટે ખાસ અનુભવી શિક્ષકો, લાઈબ્રેરી તેમજ બીજી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. *સર્ટીફીકેટ કોર્સની માહિતી કોર્સ સમય : ૧ વર્ષ – જુલાઈ ૨૦૦૯ થી એપ્રીલ ૨૦૧૦. શૈક્ષણિક લાયકાત: એચ.એસ.સી./ ડીપ્લોમા/ ઓલ્ડ એસ.એસ.સી. પાસ. (ઉંમર ની કોઈ મર્યાદા નથી.) અભ્યાસ : વિશ્વના મુખ્યધર્મો, જૈન ધર્મના સિદ્ધાંત, લોકાલોક, છદ્રવ્ય, નવતત્વ, સાધુના આચારો, શ્રાવકના આચારો, કર્મ સિદ્વાંત. ચોવીસ તીર્થંકર, આગમ ગ્રંથ, પંચપરમેષ્ઠી ચતુર્વિધ સંઘ, સ્ત્રીઓનું સન્માન, અહિંસા અને શાકાહાર, જૈન સંપ્રદાય, પંચજ્ઞાન, જૈન સાહિત્ય, જૈન યોગ અને ધ્યાન, અનેકાંત, તપ, ઉત્સવ, વર્ણાશ્રમ, મોક્ષમાર્ગ વગેરે... અભ્યાસનું માધ્યમ ઉત્તરવાહિની સાદી અંગ્રેજી (તેમજ બીજી ભાષામાં સમજ) : અંગ્રેજી, ગુજરાતી, મરાઠી અને હિંદી. સંપર્ક :મુંબઈ યુનિવર્સિટી, તત્વજ્ઞાન વિભાગ, જ્ઞાનેશ્વર ભવન, લા માળે, વિદ્યા નગરી, કાલીના કેમ્પસ, સાંતાક્રુઝ (પૂર્વી, – મુંબઈ - ૪૦૦ ૦૯૮. બસ નંબર - ૩૧૩, ૩૧૮ (સાંતાક્રુઝ – કુર્લા) બસ. ફોન : ૨૬૫૨ ૭૩૩૭ વર્ષ ૨૦૦૯ - ૨૦૧૦ ના એડમીશન : ૨૫ જૂન થી શરૂ થશે. - : વિશેષ માહિતી માટે સંપર્ક કરો : ડૉ. મિનલ કાતરનીકર - ૯૮૩૩૩૬૯૭૧૯ ડૉ. કામિની ગોગરી - ૯૮૧૯૧૬૪૫૦૫ ડૉ. બિપીન શી - ૯૮૨૧૦ ૫૨૪૧૩ શિલ્પા છેડા - ૯૩૨૩૯૮૦૬૧૫

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28