Book Title: Pavitra Kalpasutra Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab Publisher: Sarabhai Manilal Nawab View full book textPage 6
________________ “શ્રી ભગવતી સૂત્ર”ની પ્રતમાં કે જે પ્રત ડાઈના વિજયજંબુસૂરીશ્વરજીના ભંડારમાં વિ. સં. ૧૧૧-(ઈ. સં. ૧૦૫૩ થી ૧૦૬૨) ના કારતક સુદિ ૬ રવીવારના દિવસે લખાએલી છે, તેમાં છ ચિત્રાકૃતિઓ મળી આવેલી છે. પછી વિ. સં. ૧૧૫૭માં લખાએલી ‘નિશીથચૂણિ”ની પ્રતથી શરૂ કરીને ખંભાતના શાંતીનાથના ભંડારમાં આવેલી “પર્યુષણ ક૯૫”ની પ્રત મથેના બે ચિત્રોની નેંધ મેં “જેન ચિત્રકલપક્રમગ્રંથના પાના ૪૦-૪૧ ઉપર કરેલી છે. પ્રાચીન તાડપત્રની કળાને દ્વિતીય વિભાગ વિ. સં. ૧૩૫૭ થી ૧૪૫૬] ગુજરાતની જનશ્ચિત કળાના તાડપત્રીય ચિત્રોના દ્વિતીય વિભાગની શરૂઆત વિ. સં. ૧૩૫૭થી થાય છે. પરંતુ જેના ઉપર તારીખ નેધાએલી છે એવી તાડપત્રની ચિત્રવાળી પ્રત વિ. સં. ૧૪૧૮ પહેલાંની મળી નથી. ગુજરાતની જનાશ્રિત કળાના તાડપત્ર ઉપરના સંદરમાં સુંદર ચિત્રો આ સમય દરમ્યાનમાં જ મળી આવે છે. વિ. સં. ૧૪૧૮ માં લખાએલી પ્રત ફલોધી (મારવાડ) નિવાસી સ્વર્ગસ્થ શ્રીમાન ફુલચંદજી ઝાબકના સંગ્રહમાં છે, જેમાં પાંચ ચિત્રો ચીતરેલાં છે. વિ. સં. ૧૪ર૭માં લખાએલી બીજી એક પ્રત અમદાવાદના ઉજમફઈની ઘર્મશાળાના ગ્રંથ ભંડારમાં આવેલી છે, જેમાં છ ચિત્ર ચીતરેલાં છે (ચિત્ર નં. ૨૧, ૨૩ થી ૨૬ અને ૪૯) આ પ્રતિ કલ્પસૂત્ર અને કાલકકથાની છે. ત્રીજી એક પ્રત આ સમયની તારીખ વગરની, ઈડરના શેઠ આણંદજી મંગલજીની પેઢીના તાબાના ગ્રંથભંડારમાં આવેલી છે. જેમાં લગભગ ચિત્ર ૩૪ છે, તેમાંથી ૨૦ ચિત્રો આ ગ્રંથમાં રજૂ કરવામાં આવ્યાં છે (ચિત્ર નં. ૨૭ થી ૪૪ સુધી તથા ૫૫ અને પ૬). તારીખ વગરની આ જ સમયની બીજી બે પ્રતાના ચિત્રો મારા પોતાના (સારાભાઈ નવાબના સંગ્રહમાં છે.) (ચિત્ર ૨૨ અને ૫, ૪૭ તથા ૫૦ થી ૫૪). તાડપત્રની પ્રત ઉપર સોનાની શાહીથી ચીતરેલાં ચિત્રો ઈડરની પ્રતમાં જ મળી આવ્યાં છે, જ્યારે મારા સંગ્રહની તાડપત્રની બે પ્રતે પિકીની એક પ્રતમાં રૂપાની શાહીને ઉપયોગ ચિત્ર ચીતરવામાં કરેલા છે (ચિત્ર નિ. ૨૨, ૫૧, ૫૩ અને ૧૪). ગુજરાતની કાગળ ઉપરની જૈનાશ્રિત કળા [ વિ. સં. ૧૪૦૩ થી ૧૫૫૬ સુધી] કાગળ ઉપરની ચિત્ર કામવાળી પ્રતોમાં સૌથી જૂનામાં જૂની કમ્પસૂત્રની તારીખવાળી પ્રત મુંબઈના શાહ સોદાગર શેઠશ્રી કલાચંદ દેવચંદના સંગ્રહમાં છે, જેના ઉપર સંવત ૧૪૦૩માં તે લખાયાની નોંધ છે. આ પ્રતમાં ૩૬ ચિત્રો છે. ત્યાર પછી સંવત ૧૪૨૪માં લખાએલી દસ ચિત્રો વાળી પ્રત મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં આવેલી છે. (ચિત્ર નં. ૫૭ તથા ૫૮) વિ. સં. ૧૪૫૫માં લખાએલી શ્રી પાર્શ્વનાથ ચરિત્રની પ્રત પાટણના શ્રી હેમચંદ્રાચાર્યPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 458