Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 5
________________ નિવેદન છે શ્રી વીતરાય નમઃ ગુજરાતની જૈનાશ્રિત ગ્રંથસ્થ ચિત્રકળાનો ઇતિહાસ મેં સૌથી પ્રથમ ઈ. સ. ૧૯૩૬માં મારા “જેન ચિત્રક૯૫દ્રમ” નામના ગ્રંથમાં ૩૦૦ ચિત્રો સાથે ગુજરાતી ભાષામાં રજૂ કરેલ છે. ત્યાર પછી ઈ. સ. ૧૯૪૦માં “જન ચિત્રકલ્પલતા ” માં, ઈ. સ. ૧૯૪૧માં, ' “શ્રી ચિત્રકલ્પસૂત્રમાં, ઈ. સ. ૧૯૪૯માં “શ્રી કાલકકથા સંગ્રહમાં, ઈ. સ. ૧૯૫૦માં, Jain Miniature Paintings from Western India નામના મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમના યુરેટર ડૉ. મોતીચંદ્ર દ્વારા સંપાદિત ગ્રંથમાં ૨૬૨ ચિત્રો સાથે ઇંગ્લીશ ભાષામાં તથા ઈ. સ. ૧૯૫૧માં “જેન ચિત્રાવલી” અને “જેસલમેરની ચિત્રસમૃદ્ધિ” નામના વિદ્વદ્વર્ય ગુરુદેવ પુણ્યવિજયજી દ્વારા સંપાદિત ગ્રંથરત્નમાં મારી જાણમાં આવેલી ગુજરાતની જૈનાશ્રિત ગ્રંથસ્થ ચિત્રકળાની સામગ્રી રજૂ કરેલી છે. આ બધા ગ્રંથોમાં રજૂ કરવામાં આવેલી ચિત્રસામગ્રી ઉપરાંત પણ મને મળી આવેલી ચિત્ર સામગ્રીને કેટલોક ભાગ પ્રસ્તુત ગ્રંથમાં પ્રથમ જ વાર મેં પ્રસિદ્ધ કરવાનું યોગ્ય ધાર્યું છે. ગુજરાતની જનાશ્રિત ગ્રંથસ્થ ચિત્રકળાના નમૂનાઓ મુખ્યત્વે કરીને શ્વેતાંબર જેનોનાં કલ્પસૂત્ર અને કાલકકથા નામના બે ધાર્મિક ગ્રંથાની તાડપત્રીય અને કાગળની હસ્તપ્રતોમાં મળી આવે છે. કાલકકથાની હસ્તપ્રતોમાં આવેલા ચિત્રોના ૮૬ નમૂનાઓ તથા જુદાજુદા આચાર્યોએ સંસ્કૃત, સાકૃત અને પ્રાચીન ગુજરાતી ભાષામાં રચેલી છત્રીશ કાલકકથાઓ તેના મૂળ તથા ભાષાંતર સાથે મેં મારા “શ્રી કાલકકથા સંગ્રહ” નામના ગ્રંથમાં પ્રસિદ્ધ કરેલી છે. અને કલ્પસૂત્રની સેંકડો હસ્તપ્રતોમાંથી કળાની દષ્ટિએ ચૂંટી કાઢેલી ૨૮ હસ્તપ્રતોમાંથી ૩૭૪ ચિત્રો, કપસૂત્રને મૂળ પાઠ, તેનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર અને પારિભાષિક શબ્દોને કષ વગેરે આ ગ્રંથમાં મેં પ્રથમ જ વાર પ્રસિદ્ધ કરેલ છે. * બકન ચિત્રકલ્પદ્રમ” ગ્રંથમાં મેં આ કળા સામગ્રીનો ઈતિહાસ રજૂ કર્યા પછી મને જે જે મહત્વની નવી કળા સામગ્રી મળી આવી છે, તે આ પ્રમાણે છેઃ પ્રાચીન તાડપત્રની કળાને પ્રથમ વિભાગ I [વિ. સં. ૧૧૧-થી ૧૩૫૬ સુધી] - તાડપત્રની ચિત્ર વગરની જૂનામાં જૂની પ્રત લગભગ દસમાં સિકામાં લખાએલી વિશેષાવશ્યક ભાષ્યની જેસલમેરના કિલ્લામાં આવેલા શ્રી જિનભદ્રસૂરી જ્ઞાનભંડારમાં આવેલી છે, અને મળી આવેલા જૂનામાં જૂના ચિત્રોના નમૂનાઓ તાંબર સંપ્રદાયની

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 458