Book Title: Parmatma Prakash
Author(s): Amrutlal M Zatakiya
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ જ પ્રકાશકીય નિવેદન ( પ્રથમ આવૃત્તિનું ) ) આ યથાર્થ ગુણવાળું “પરમાત્મપ્રકાશ પરમાગમ ગુજરાતી અનુવાદ સહિત મુમુક્ષુ સમાજ સમક્ષ પ્રકાશિત કરતાં અતિ હર્ષ થાય છે. આ ગ્રંથના મૂળ કર્તા આચાર્યશ્રી યેગીન્દ્રદેવ છે, જે તેમની કૃતિ જોતાં ઘણું પ્રાચીન જણાય છે. તેમની હયાતીને સમય તથા નિવાસક્ષેત્ર જાણવા મળતાં નથી. તેમણે રચેલ પ્રાકૃતગાથાઓ ઉપર શ્રીમાન બ્રહ્મદેવસુરીએ સંસ્કૃત ટીકા રચી છે, જેમાં વિક્રમ સંવતની ૧૬ મી સદીમાં આ ભારતવર્ષને વિભૂષિત કરતા હતા. શ્રી બ્રહ્મદેવજીની સંસ્કૃત ટીકાને અક્ષરશઃ ગુજરાતી અનુવાદ કરાવવામાં આવેલ છે, જેથી ગુજરાતીભાષી સમાજ આ પરમાગમને વધુ લાભ ઉઠાવી શકે. આ ગ્રંથની પાછળના ભાગમાં શ્રી ગીન્દ્રદેવ રચિત ગસારની ગાથાઓ પણ અર્થ સહિત આપવામાં આવેલ છે. આ પરમાગમનું પ્રકાશન વ. તત્વજ્ઞાની શ્રીમાન રાજચંદ્રજી દ્વારા સ્થાપિત, પરમકૃત પ્રભાવક મંડળ તરફથી થયેલ. તેમાં પં. શ્રી દેલતરામજીની હિંદી ટીકા લેવામાં આવેલ, તેમ જ વિદ્વાન છે. ડે. એ. એન ઉપાધ્ય દ્વારા તેનું સંપાદન, સંશોધન વગેરે થયેલ, તે ઉપરાંત પૂનાની ભાંડારકર શાસ્ત્રભંડારમાંથી હસ્તલિખિત પ્રતના આધારે આ ગ્રંથનો અનુવાદ પં. શ્રી અમૃતલાલભાઈ ઝાટકીયા અમરેલીનિવાસીએ કરી આપેલ છે. તે બદલ તેમને આભારી છીએ. પરમપૂજ્ય પરમપકારી ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ આ અધ્યાત્મશાસ્ત્ર ઉપર છેલ્લાં વર્ષોમાં બે વખત પ્રવચનો કર્યા છે. આ શાસ્ત્ર ઉપરના પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચને સાંભળવાં એ ખરેખર અપૂર્વ લાભ છે, એમ સાંભળનારને લાગ્યા વિના રહે તેમ નથી. નિજાત્મવરૂપની ભાવનામાં તરબોળ થઈને પૂ. ગુરુદેવ જયારે અધ્યાત્મના અપૂર્વ ભામય વાતાવરણ સર્જે છે, ત્યારે આ શાસ્ત્રમાં રહેલી આત્મભાવનાનું દર્શન જાણે મૂર્તિમંત થતું હોય, તે અનુભવ થાય છે. ( આ પ્રવચનની પ્રસાદીરૂપ “દ્રવ્યદષ્ટિપ્રકાશ” ગ્રંથ ભાગ-૨ જેવા ભલામણ છે. પૂ. ગુરુદેવના, “પરમાત્મપ્રકાશ” ઉપરનાં પ્રવચનો ટેપ થયાં છે-જે ગ્રંથાકાર પ્રગટ કરવા ભાવના છે. )–એવા અધ્યાત્મભાવ વિભોર અતીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 500