________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પરમાગમસાર
૩૮ ]
તે એનો વિષય છે કે જે સકળ-નિરાવરણ-એક અખંડ વસ્તુ છે. ૧૨૨.
*
પ્રશ્નઃ- સમ્યગ્દર્શન થતાં બધું વ્યવસ્થિત છે ?
ઉત્તરઃ- અમસ્તું પણ બધું વ્યવસ્થિત જ છે, પણ સમ્યગ્દર્શન થતાં એનાં નિર્ણયમાં આવી જાય છે કે બધું વ્યવસ્થિત જ છે. ૧૨૩.
*
ભાવશક્તિના કારણે દરેક ગુણની પર્યાય ભવનરૂપ થશે જ, પર્યાય હોય જ છે, હોય છે તેને કરવું છે કયાં? ખરેખર તો દ્રવ્ય ઉ૫૨ દૃષ્ટિ ગઈ–દ્રવ્યનો સ્વીકાર થયો એટલે બસ પર્યાય પ્રાપ્ત થઈ અને તે પણ તેનો પ્રાપ્ત થવાનો કાળ હતો. તે પર્યાયનો સ્વકાળ હતો. તેનો પણ કર્તા નથી. કેમ કે ભાવશક્તિના કારણે ભવન તો છે, તો છે એને કરવું શું? ૧૨૪.
*
જે સમયે જે પ્રકારની જે પર્યાય જ્યાં થાય તેની નોંધ કેવળજ્ઞાનમાં છે. કેવળજ્ઞાની એક સમયની પર્યાય ત્રણલોકની ત્રણકાળની પર્યાયોને પ્રત્યક્ષ જાણે છે. જે પર્યાય થઈ નથી. તેને પણ ભવિષ્યમાં જે વખતે થશે તેવી વર્તમાનમાં પ્રત્યક્ષ જાણે છે. નિગોદનો જીવ કયે સમયે સિદ્ધ થવાનો છે તેને કેવળી વર્તમાનમાં પ્રત્યક્ષ જાણે છે. કેવળજ્ઞાનનો જેને આવો નિર્ણય થાય તેની દષ્ટિ પર્યાયમાંથી ખસીને દ્રવ્યમાં જાય અને તેના ભવ ભગવાને દીઠા નથી. કેવળજ્ઞાનની હૈયાતીનો સ્વીકાર જેને આવે તેને જ્ઞાનસ્વભાવનો નિર્ણય આવ્યા વિના રહે નહીં. અનાદિ અનંત જે સમયે જે પર્યાય થવાની છે તે ત્યારે જ થશે. અનંત પર્યાયનો તે સમયનો તે કાળ આઘો-પાછો ન થાય, ક્રમસર જ થાય. ૧૨૫.
*
ક્રમબદ્ધ સિદ્ધ કરવાનો હેતુ અકર્તાપણું બતાવવું છે. એક તત્ત્વના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com