________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪]
[ પરમાગમ સારા સમ્યગ્દર્શન થાય છે તેમ કહ્યું છે ત્યાં ભૂતાર્થથી શ્રદ્ધેય કેમ નથી કહ્યું?
ઉત્તર:- જાણ્યા વિના શ્રદ્ધા થતી નથી તેથી ભૂતાર્થથી જાણેલ તેમ કહ્યું છે, કેમકે જાણે છે તેની શ્રદ્ધા થાય છે. જાણ્યા વિના શ્રદ્ધા થતી નથી. ૧૮૧.
પ્રશ્ન:- જાણવામાં ને શ્રદ્ધવામાં એક જ સમય છે કે સમય ભેદ છે?
| ઉત્તર:- એક જ સમયમાં જ્ઞાન-શ્રદ્ધાન સાથે જ છે, છતાં જ્ઞાનને કારણ કહે છે અને શ્રદ્ધાનને કાર્ય કહે છે. ૧૮૨.
એક એક ગુણનું પરિણમન સ્વતંત્ર સીધું થતું નથી પણ અનંતગુણમય દ્રવ્યનું પરિણમન થતાં સાથે ગુણોનું પરિણમન થાય છે. એક એક ગુણ ઉપર દષ્ટિ મૂકતા ગુણ શુદ્ધ પરિણમતો નથી પણ દ્રવ્ય ઉપર દષ્ટિ મૂકતાં અનંતગુણનું નિર્મળ પરિણમન થાય છે–એમ કહીને ગુણભેદ ઉપરની દૃષ્ટિ છોડીને અનંત ગુણમય દ્રવ્ય ઉપર દષ્ટિ કરતાં દ્રવ્ય શુદ્ધરૂપે પરિણમે છે એમ કહ્યું. ૧૮૩.
પ્રશ્ન – જ્ઞાન વિભાવરૂપ પરિણમે છે?
ઉત્તર:- જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાન સ્વપરપ્રકાશક સ્વભાવી છે પણ જે જ્ઞાન અને પ્રકાશે નહિ ને એકલા પરને પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે. ૧૮૪.
પ્રશ્ન:- મિથ્યા શ્રદ્ધાના કારણે જ્ઞાન વિપરીત કહેવાય છે?
| ઉત્તર:- મિથ્યા શ્રદ્ધાના કારણે જ્ઞાનને વિપરીત કહેવું એ તો નિમિત્તથી કથન થયું. જ્ઞાન સ્વપ્રકાશક હોવા છતાં અને પ્રકાશતું નથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com