________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
[પરમાગમસાર
જ્ઞાન ને વૈરાગ્યની અચિંત્ય શક્તિથી પુરુષાર્થની ધારા પ્રગટ કર. રાગથી ભિન્ન પડેલા જ્ઞાનથી ને રાગની વિરક્તિરૂપ વૈરાગ્યથી ધારાવાહી પુરુષાર્થ કર. યથાર્થ દષ્ટિ કરી ઉપર આવી જા એટલે કે રાગથી ભિન્ન પડી જા. પ્રભુ તારી ભૂમિકામાં તો અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ પાકે એવો તું છો. પુણ્ય-પાપનો કૂવો એ તો ઝેરી ગેસવાળો છે. તેને જોવા જતાં આત્મા મરી જાય છે ને બાજીમાં ચૈતન્ય કૂવો છે તેને જોવા જાય છે ત્યાં ક્રમે ક્રમે કર્મો નાશ પામે છે. સંસાર મરી જાય છે, ને જીવ જીવતો થાય છે. ૩૯૧.
*
પ્રશ્ન:- તત્ત્વનો નિર્ણય કરવામાં કેટલા વર્ષ કાઢવા ?
ઉત્તર:- કાર્ય થઈ જાય તો અંતર્મુહૂર્તમાં થાય અને નહીં તો જાવજીવ (–આજીવન) એ નિર્ણય કરવામાં કાળ જાય. આમાં કાળનો પ્રશ્ન જ ક્યાં છે? જેટલું વીર્ય ઉલટામાં રોયું છે તેને ગુલાંટ મારીને આ તરફ વાળે તો કાર્ય થયા વિના રહે જ નહીં. જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ આપતો નથી ત્યાં સુધી કાર્ય આવતું નથી. ૩૯૨.
*
પ્રશ્ન:- આત્માની રુચિ હોય ને અહીં સમ્યક્દર્શન ન થાય તો બીજા ભવમાં થાય?
ઉત્તર:- આત્માની સાચી રુચિ હોય તેને સમ્યગ્દર્શન થાય. થાય ને થાય જ. યથાર્થ રુચિ અને લક્ષ હોય એને સમ્યગ્દર્શન ન થાય તેમ ત્રણકાળમાં બને જ નહીં. વીર્યમાં હીણપ ન આવવી જોઈએ. વીર્યમાં ઉત્સાહ ને નિશંકતા આવવી જોઈએ. કાર્ય થશે જ-એમ એના નિર્ણયમાં આવવું જોઈએ. ૩૯૩.
*
જેને આત્માની ખરેખર રુચિ જાગે તેને ચોવીશે કલાક એનું એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com