Book Title: Parmagam sara
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 292
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમસાર] [ ૨૭૭ ભાવિના સાદિ અનંતકાળમાં મારું શું થશે? એ વિચાર પર એનું વજન નથી આવતું. ૯૯૮. વસ્તુની સિદ્ધિ કરવા માટે બે નય છે, બાકી મોક્ષમાર્ગ તો એકને મુખ્ય કરતાં જ થાય છે. વ્યવહારનયની ઉપક્ષા તે જ તેનું સાપેક્ષપણું છે. ૯૯૯. હજારો વર્ષના શાસ્ત્ર-ભણતર કરતાં એક ક્ષણનો સ્વાનુભવ વધી જાય છે. જેને ભવસમુદ્રથી તરવું હોય તેણે સ્વાનુભવની વિદ્યા શીખવા જેવી છે. ૧000. ચૈતન્યના અનુભવની ખુમારી ધર્મીના ચિત્તને બીજે ક્યાંય લાગવા દેતી નથી. સ્વાનુભવના શાંતરસથી તે તૃપ્ત-તૃપ્ત છે. ચૈતન્યના આનંદની મસ્તીમાં તે એવા મસ્ત છે કે હવે બીજા કાંઈ કરવાનું રહ્યું નથી. ૧OO૧. વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના કેવી છે, તેનું અંતર્લક્ષ કરવું તેનું નામ ભાવકૃતનું લક્ષ છે. રાગની અપેક્ષા છોડીને સ્વનું લક્ષ કરતાં ભાવશ્રુત ખીલે છે ને તે ભાવકૃતમાં આનંદના ફૂવારા છે. ૧OOR. આ કાળે બુદ્ધિ થોડી, આયુ થોડું, સત્ સમાગમ દુર્લભ, તેમાં હું જીવ! તારે એ જ શીખવાયોગ્ય છે કે જેનાથી તારું હિત થાય ને જન્મમરણ મટે. ૧OO૩. હું શુદ્ધ ચિતૂપ છું' એવા નિર્ણયથી શુદ્ધ ચિતૂપ પ્રાપ્ત થાય છે. તે શ્રુતસમુદ્રમાંથી નીકળેલું ઉત્તમ રત્ન છે. સર્વ તીર્થોમાં તે ઉત્કૃષ્ટ તીર્થ છે, સુખોનો તે ખજાનો છે, મોક્ષનગરીમાં જવા માટેનું તે ઝડપી વાહન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 290 291 292 293