________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૭૫
પરમાગમસાર] શાસ્ત્રથી જ્ઞાન થતું નથી પણ જ્ઞાનથી જ્ઞાન થાય છે, તે અનેકાન્ત છે. ૬૩૬.
પ્રશ્ન:- આત્મા અનંત સ્વભાવવાન હોવા છતાં તેને જ્ઞાન માત્રપણે કેમ કહેવાય છે? જ્ઞાન માત્ર કહેવાથી બીજા અન્ય ધર્મોનો નિષેધ સમજાય
ઉત્તર:- લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્ય-આત્માનો નિર્ણય કરવા માટે આત્માને જ્ઞાનમાત્ર કહેલ છે. આત્મામાં અનંત ગુણ છે. તેમાં જ્ઞાન મુખ્ય છે તે વિશેષ ગુણ છે. ત્રણે કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે, તે અન્ય દ્રવ્યોમાં નથી. જાણવાનું કાર્ય પર્યાયથી છે, જ્ઞાનની પ્રસિદ્ધિ વડે, જાણનાર તે જ આત્મા એમ લક્ષ્ય રૂપ આત્મા નિઃશંકપણે પ્રસિદ્ધ થાય છે. વ્યવહાર, રાગ, દયા, દાન, ભક્તિવડે આત્માની પ્રસિદ્ધિ થાય નહીં. કેમકે રાગાદિ ત્રિકાળી સ્વરૂપમાં રહેતા નથી. એક સમયમાત્ર રહીને તે ટળી જાય છે. તેથી તે સ્વલક્ષણ થઈ શકે નહિ, અનંત ધર્મમાં મુખ્ય જ્ઞાન છે, પરાશ્રય બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. ૬૩૭.
પ્રશ્ન - એ લક્ષણની સિદ્ધિથી શું પ્રયોજન છે? લક્ષણને પ્રસિદ્ધ કર્યા વિના સીધો આત્મા અનંત ધર્મો વાળો છે એમ એકલા લક્ષ્યને જ જણાવવો યોગ્ય છે.
ઉત્તર:- લક્ષણના નિર્ણય વગર લક્ષ્ય આત્મા નક્કી થઈ શકે નહિ. માટે જે રીતે આત્મા પરથી ભિન્ન અને સ્વથી પરિપૂર્ણ પણે સમજાય એ રીતે જેને લક્ષણનો નિર્ણય થાય તેને લક્ષ્ય-આત્માનો નિર્ણય થાય, જ્ઞાનમાત્ર તે આત્મા છે. પણ દેહાદિ કે રાગાદિ તે આત્મા નથી. ૬૩૮.
પ્રશ્ન:- કયું તે લક્ષ્ય છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી ભિન્ન પ્રસિદ્ધિ થાય છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com