________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પરમાગમસાર
૧૪૨] આશ્રય કરે છે. ૫૦૮.
શુદ્ધનિશ્ચયનયથી મુક્તિમાં અને સંસારમાં તફાવત નથી. આહાહા, કયાં પૂર્ણાનંદની પ્રગટતારૂપ મુક્ત દશા અને ક્યાં અનંત દુઃખમય સંસાર પર્યાય! છતાં તે મુક્તિ કે સંસારમાં તફાવત નથી તેમ શુદ્ધતત્ત્વના રસિક પુરુષો કહે છે. કેમ કે સંસાર પણ પર્યાય છે. અને મુક્તિ પણ પર્યાય છે. એ કોઈ પર્યાય આશ્રય કરવા લાયક નથી. એ અપેક્ષાએ મુક્તિમાં ને સંસારમાં તફાવત નથી તેમ શુદ્ધતત્ત્વના રસિક પુરુષો એટલે કે શુદ્ધતત્ત્વના અનુભવી પુરુષો કહે છે. ૫૦૯.
પોતાને આત્મા જ્ઞાનપ્રત્યક્ષ થયો હોય, રાગથી ભિન્ન પડી જ્ઞાનસ્વરૂપી ભગવાનનું જ્યાં વેદન થયું હોય, આનંદનું જ્યાં વેદન થયું હોય, અને જ્ઞાનમાં એ આત્મા પરની અપેક્ષા વિના પ્રત્યક્ષ જણાયો હોય, જાણનારને પોતાને આત્મા પ્રત્યક્ષ થયો હોય–વેદનમાં આવ્યો હોય એ પ્રત્યક્ષ સહિત અનુમાનથી બીજાને જાણી શકે. પરંતુ જેને પ્રત્યક્ષ થયો જ નથી. એવા બીજાઓ વડે કેવળ અનુમાનથી જણાવાયોગ્ય આત્મા નથી. પ૧૦.
કોઈ જીવને દુઃખ થાય એ હોય નહિં. બધા જીવો પરમાનંદ સ્વરૂપ છે. જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મા છે. એના સ્વભાવમાં દુઃખ કયાં છે? ભાઈ ! ઊંધી શ્રદ્ધા કરતાં પર્યાયમાં તને દુઃખ થશે. સત્યની પ્રરૂપણા કરતાં એ ના રુચે અને તને દુઃખ થાય એ અમે ઇચ્છીએ નહિ. માફ કરજે ભાઈ ! આહાહા! આવો મારગ છે. કોઈ પણ જીવ એકેન્દ્રિયથી માંડીને તે જ ભવે સિદ્ધ થનાર બધાય જીવો પરમાનંદ સ્વરૂપ આત્મા છે. પછી કોનો અનાદર હોય! મને દુઃખ થાય તો એ ન ગમે તેમ બીજાને દુઃખ થાય એ પણ કેમ ઇચ્છીએ ! ઊંધી શ્રદ્ધા-પ્રરૂપણા કરીને દુ:ખી થાય એને કેમ અનુમોદાય? સાધુપણાની ભગવાને કહેલી સત્ય પ્રરૂપણા થતાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com