________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
ગમસાર રાગના એક કણને પોતાનો માન્યો એવા મિથ્યાત્વભાવમાં અનંતાનંત દુઃખો ભર્યા છે. આત્મામાં અનંતાનંત ગુણો ભર્યા છે અને તેના અનાદરરૂપ મિથ્યાત્વભાવમાં અનંતાનંત દુઃખો ભર્યા છે. તેથી એ મિથ્યાત્વભાવને છોડવાનો ઉદ્યમ કેમ કરતો નથી? ગફલતમાં કેમ રહે છે ? ૪૮૬.
આવો ઉત્તમ યોગ ફરી ક્યારે મળશે? નિગોદમાંથી નીકળીને ત્રસપણે પામવું એ ચિંતામણી તુલ્ય દુર્લભ છે તો મનુષ્યપણું પામવું, જૈનધર્મ મળવો એ તો મહા દુર્લભ છે. પૈસો ને આબરુ મળવા એ કાંઈ દુર્લભ નથી. આવો ઉત્તમ યોગ મળ્યો છે, એ લાંબો કાળ નહીં રહે માટે વીજળીના ઝબકારે મોતી પરોવી લેવા જેવું છે. આવો યોગ ફરીને ક્યારે મળશે? માટે તું મિથ્યાત્વને છોડવા એક વાર મરણિયો પ્રયત્ન કર. દુનિયાના માન-સન્માન ને પૈસાનો મહિમા છોડીને દુનિયા શું કહેશે તેનું લક્ષ છોડીને મિથ્યાત્વને છોડવા એક વાર મરણિયો પ્રયત્ન કર. ૪૮૭.
અતીન્દ્રિય આનંદમાં ઝૂલતાં મુનિ છઠ્ઠ-સાતમે ગુણસ્થાને રહે તેટલો કાળ આત્મશુદ્ધિની દશામાં આગળ વધ્યા વિના ત્યાં ને ત્યાં રહેતા નથી. છઠ્ઠ-સાતમે ગુણસ્થાને રહેવા છતાં અંદરમાં શુદ્ધિની દશા વધતી જાય છે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી મુનિરાજ શુદ્ધિ વધારતા જ જાય છે. મુનિરાજની આ અંત:સાધના છે. જગતના જીવો મુનિની અંદરની સાધના દેખતા નથી. સાધના એ કાંઈ બહારથી જોવાની ચીજ નથી કેમ કે એ તો અંતરની દશા છે. જંગલમાં એકલા વિચરતાં હોય, વાઘ-સિંહની ત્રાડ પડતી હોય, માથે પાણી પડતા હોય ને શરીરમાં રોગ હોય છતાં મુનિરાજને તો એની કાંઈ ખબર હોતી નથી ને અંતરમાં તલ્લીન થઈ ગયા હોય છે. એવા મુનિને શુદ્ધિ તો વધે જ છે. અંદરમાં શુદ્ધતા તરફનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com