________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ ]
[ પરમાગમસાર
વ્યસનના પાપ કરતાં પણ મહાન પાપરૂપ છે. ૩૧૨.
*
આ ચૈતન્યતત્ત્વ તો કોઈ અગમ્ય વસ્તુ છે. તે બહારના વૈરાગ્યથી કે જ્ઞાનના ક્ષયોપશમથી મળી જાય તેવી ચીજ નથી. અંતરમાં અવ્યક્ત છતાં પ્રગટ અચિંત્ય વસ્તુ પડી છે. તેના મહાત્મ્ય પ્રત્યે જાય ત્યારે તે ગમ્ય થાય ને તેના જન્મ-મરણ ટળે એવી એ ચીજ છે. ૩૧૩.
*
એકવાર પ્રસન્ન ચિત્તથી ચૈતન્યસ્વભાવ લક્ષગત થયો એટલે તે નિર્વાણનો જ પાત્ર છે. નિશ્ચયનો પક્ષ બંધાણો તે પુરુષને ભલે હજી અનુભવ નથી તોપણ એનું જોર ચૈતન્યસ્વભાવ તરફ વળી રહ્યું છે. આ જ સ્વભાવ છે, આ જ સ્વભાવ છે એમ સ્વભાવ સન્મુખમાં જ જોર હોવાથી અનુભવ અવશ્ય કરીને કેવળજ્ઞાન લેવાનો જ છે. ૩૧૪.
*
સાંભળતી વખતે એને આત્માનું સ્વરૂપ સ્પષ્ટ લાગે છે. છતાં પણ એની ભ્રમજાળ બની રહે છે એનું કારણ એ છે કે એણે જ્ઞાનનો પાયો ઊંડો નાખ્યો જ નથી. ૩૧પ.
*
વર્તમાનમાં જરાક એક પ્રતિકૂળતા આવે તો એ એનાથી સહન થતી નથી પણ ભવિષ્યમાં અનંતી પ્રતિકૂળતાઓ આવે તેવા ભાવોથી છૂટવાની એને દરકાર નથી ! ૩૧૬.
*
મૂળ ચીજ ધ્રુવવસ્તુ એવી ઝીણી છે કે એ ઝીણી ચીજ તેના હાથમાં આવે એટલે બસ ! તેને અમૃતના વરસાદ વરસ્યા. ૩૧૭.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com