________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૩
પરમાગમસાર]
જે કાંઈ શાસ્ત્રનું જ્ઞાન થાય તેમાં શબ્દ નિમિત્ત છે. તેથી તે જ્ઞાનને શબ્દશ્રુતજ્ઞાન કહે છે પણ તે આત્મજ્ઞાન નથી. ખરેખર તો શબ્દશ્રુતજ્ઞાનમાં જ્ઞાનનું જે પરિણમન છે તે આત્માનું પરિણમન જ નથી, કેમ કે જેમ પુદ્ગલની ઠંડી ગરમ આદિ અવસ્થા જ્ઞાન કરાવવામાં નિમિત્ત છે, પણ શીત-ઉષ્ણપણે પરિણમવું તે જ્ઞાનનું કાર્ય નથી, તે તો પુગલનું કાર્ય છે, તેમ નવ તત્ત્વોની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન અને વ્યવહારચારિત્ર તે ત્રણે રાગ છે ને આત્માનું રાગપણે પરિણમવું અશક્ય છે. ૧૪૧.
જે જ્ઞાનમાં શબ્દશ્રુત આધાર છે પણ આત્મા આધાર નથી તે શબ્દશ્રુતજ્ઞાન છે, તેનાથી આત્મજ્ઞાન થતું નથી. શબ્દશ્રુતને જાણવાનો જેટલો વિકલ્પ છે તે જ્ઞાન પરલક્ષી છે. વીતરાગના શાસ્ત્રોનું જ્ઞાન છે તે પરલક્ષી જ્ઞાન હોવાથી પરલક્ષી જ્ઞાનનો નિષેધ કર્યો છે. ૧૪૨.
પ્રશ્ન:- પર્યાય દ્રવ્યથી (ધ્રુવ) ભિન્ન કે અભિન્ન? કઈ રીતે?
ઉત્તર:- (ધ્રુવ) દ્રવ્ય છે તે પર્યાયથી ભિન્ન છે કેમ કે ધ્રુવ છે તેમાં પર્યાય નથી ને પર્યાયમાં ધ્રુવ આવતો નથી એટલે ધ્રુવ પર્યાયને સ્પર્શતો નથી. પરંતુ પરથી ભિન્ન પાડવા માટે એમ કહેવાય કે દ્રવ્યની પર્યાય છે. પણ તેનો અર્થ એ નથી કે સામાન્ય દ્રવ્ય ને વિશેષ પર્યાય બે ધર્મો એકરૂપ થઈ જાય છે. ખરેખર તો બન્ને ધર્મો એકબીજાને સ્પર્શતા નથી. ૧૪૩.
પ્રશ્ન- આગમનો વ્યવહાર અને આધ્યાત્મનો વ્યવહાર એટલે શું?
ઉત્તર:- સ્વરૂપની દષ્ટિ થતાં જે શુદ્ધ પરિણમન થાય તે આધ્યાત્મનો વ્યવહાર છે અને મહાવ્રત, ત્રણ ગુતિ આદિ શુભરાગ તે આગમનો વ્યવહાર છે. ૧૪૪.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com