Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 7
________________ પહેલી આવૃત્તિનું નિવેદન દિગંબર જૈન સમાજે આચાર્ય કુંદકુંદના બે હજાર વર્ષની ઉજવણી ઘણી ધામધૂમથી કરી. કુંદકુંદ આચાર્યને ફક્ત દિગંબર સમાજના જ આચાર્ય માનવા અને બતાવવા તે સાંપ્રદાયિક સંકુચિતતા અને તાત્ત્વિક દૃષ્ટિની ન્યુનતાનું સૂચન કરે છે. ધર્મ પ્રવર્તક ઉપકારી શ્રી કાનજી સ્વામી મહારાજ સાહેબ જેમ ફક્ત જૈન સ્થાનકવાસી સમાજના જ સાધુ નહોતા પણ આ ભરતક્ષેત્રના સમસ્ત જૈન સમાજના શિક્ષા ગુરૂ હતા. વળી જૈન સ્થાનકવાસી સમાજનાં અહોભાગ્ય છે અને તેના અતિ ગૌરવની વાત છે કે આવું અણમોલ વિરલ રત્ન તેના કુખે પેદા થયું અને કલ્યાણના અર્થે આખા જૈન સમાજને અર્પણ કર્યું અને તેનો અકલ્પનિય લાભ આખા જૈન સમાજને થયો. તેવી રીતે આચાર્ય કુંદકુંદ ભલે દિગંબર સંપ્રદાયની પરિપાટીએ રહ્યા હોય પણ તેઓ ભગવાન મહાવીર અને અંતિમ શ્રુતકેવળી ભદ્રબાહુની પરંપરાથી જોડાયેલા છે તેમ તેઓએ પોતે ભારપૂર્વક કહ્યું હોઈ તેમના ઉપર ફક્ત કોઈ એક સંપ્રદાય જ હક જમાવવાનું દુષ્કૃત ન કરી શકે, અને કરે તો તે અણસમજ છે, અજ્ઞાન છે. આચાર્ય કુંદકુંદ ફક્ત દિગંબર સમાજના જ છે, અથવા શ્રી કાનજીસ્વામીના જ છે, આવી અજ્ઞાનભરી વાત અથવા ચર્ચા કરવી, સાંભળવી અથવા તેને અનુમોદન આપવું તે શીધ્ર નિજ મુક્તિ ઈચ્છતા મુમુક્ષુઓ માટે કલ્યાણકારી નથી પણ હાનિકારક છે. આચાર્ય કુંદકુંદ સમસ્ત જૈન સમાજના આચાર્ય હતા અને તેમનાં રચિત પંચ પરમાગમ પરમ વીતરાગના દિવ્યધ્વનિનો જ સાર છે, અન્યથા નહી અને તેથી સમસ્ત જૈન સમાજ માટે અને દરેક મુમુક્ષુ જીવ માટે પરમ આદરણીય અને પૂજનીય છે અને તેમાં લેશ માત્ર સ્વપ્નમાં પણ શંકા આણવી નહી. કુંદકુંદ આચાર્ય તો ભગવાનના આડતિયા હતા, તેમ કાનજી મહારાજ વારંવાર કહેતા હતા અને તેઓ પોતાને તો ભગવાનના દાસાનુદાસ કહેતા. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કુંદકુંદ આચાર્યનો પરમ ઉપકાર માનતાં તેમનાં રચેલાં પંચ પરમાગમને સત્શાસ્ત્ર ગણાવ્યાં છે અને કહ્યું છે કે “તે સદ્ભુત સેવવા યોગ્ય છે. એનું ફળ અલૌકિક છે. અમૃત છે. તે સૂક્ષ્મ અને પરમ ગંભીર છે, નિર્ગથ પ્રવચનનું રહસ્ય છે. શુકલ ધ્યાનનું અનન્ય કારણ છે. મહાભાગ્ય વડે તેની પ્રાપ્તિ થાય છે. સમાધિનું રહસ્ય એ જ છે. સર્વદુ:ખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 176