Book Title: Papane Bandhyu Paniyaru Author(s): Bhadraguptasuri Publisher: Mahavir Jain Aradhana Kendra Koba View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તુત કથાનકનું ઋષિદત્તા પણ એવું જ એક પૌરાણિક પાત્ર છે. આ ઋષિદત્તાની આસપાસ અત્યાર સુધી ૨૮ જેટલી કૃતિઓ રાસ અને કથાનક રૂપે ગૂંથાઈ ગઈ છે. સહુથી જૂની કૃતિ ૧૯૫૯માં લખાયેલી છે, જે ખંભાતમાં લાલવિજયજી નામના મુનિવરે લખી છે. એ હસ્તલિખિત પ્રત આજે પણ મુંબઈના ગોડીજીના ઉપાશ્રય ખાતેના હસ્તલિખિત ભંડારમાં ઉપલબ્ધ છે. એ પછી તો ઘણી બધી કૃતિઓ લખાઈ છે. વિ. સં. ૧૯૪૩માં થયેલા મહાકવિ શ્રી જયવંતસૂરિજીએ પણ એક અદ્ભુત રાસમાં આ ઋષિદત્તાના કથાનકને વણી લીધું છે. ૪૧ ઢાળમાં વર્ણવાયેલ આ રાસ ગુજરાતી સાહિત્યસાગરનું એક અણમોલ મોતી છે. અલબત્ત, જુદાં જુદાં કથાનકોમાં મળતી ઋષિદત્તાની જીવન-સફરમાં ઘટનાઓ ક્યારેક જુદાપણું પણ જાળવે છે. વર્ણનોમાં વિભિન્ન તો સહજ છે. છતાં પણ ઋષિદત્તા તો બધા જ રચનાકારોના મતે પ્રેમની એક આદર્શ પ્રતિમા જેવી સ્ત્રી હતી. પ્રેમ કેવો હોઈ શકે? એ જાણવા, સમજવા ઋષિદત્તા જેવાં પાત્રો બહુ ઓછાં મળે છે. એક બાજુ સ્ત્રીચરિત્રની વિષમતાનો જીવંત દાખલો રુક્મિણી પૂરું પાડે છે. જ્યારે બીજી બાજુ ઋષિદત્તા નારીત્વનું નમણું, સોહામણું શાશ્વત્ રૂપ રજૂ કરે છે. જોકે મને લાગે છે કે રુક્મિણીના પાત્રને વધુ પડતું વિકૃત બનાવવામાં પણ આવ્યું હોય... કારણ કે લગ્ન પછીના સમયમાં (ઋષિદરાના મિલન પછી) કનકરથ સાથેનો એનો વ્યવહાર એક આદર્શ ગૃહિણી અને સમજુ સ્ત્રી તરીકેનો જ છે. પણ થોડા સમય માટે રુક્મિણીને ખલનાયિકાનું રૂપ આપવામાં આવ્યું હોય તે સહજ છે. એ વગર તો ઋષિદત્તાનું બહુમુખી વ્યક્તિત્વ ખીલવી જ ન શકાય ને? ગુજરાતી ભાષામાં આ પહેલાં પણ એક-બે નવલકથાઓ ઋષિદત્તાની રમ્ય કથા પર લખાઈ છે. છતાંય પ્રસ્તુત પુસ્તક “પાંપણે બાંધ્યું પાણિયારું'માં ફોરમતી ઋષિ' અદ્ભુત છે... અજીબ છે અને ઉમદા છે. પુસ્તકનું નામ સાર્થક છે. ઋષિની જીવન-ઘટનાઓ જોતાં દર્દનો દરિયો કહી શકાય એવી ઋષિની આંખો હંમેશાં આંસુઓના છલછલ સરવર જેવી જ રહી છે, વાંચનાર પણ આંસુઓને આલિંગી રહે છે. અત્યાર સુધી ઋષિદત્તાની આસપાસ રચાયેલા ગ્રંથોમાં ઋષિદત્તા પોતે જ છવાયેલી રહી છે. જ્યારે આ પુસ્તકની રચના કંઈક જુદી છે. આમાં ત્રઋષિદત્તાની સાથે સાથે રાજકુમાર કનકરથને પણ છવાવા દીધો છે! અને વાર્તાનો પ્રારંભ પણ જાણે કનકરથ પોતાના જ મોઢે પોતાની વાત - પોતાના જીવનની ઘટનાઓની મુલાકાત - આપણને કરતો-કરાવતો હોય એવું લાગે છે. આમ છતાંયે ઋષિદત્તાના For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 163