Book Title: Papane Bandhyu Paniyaru
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પરિચય: આ પુસ્તકનો ) કથા-વાર્તા એ જન-જનમાં વ્યાપેલું..... આજથી નહીં... જુગજુગથી ચિરપરિચિત ઉપદેશ માટેનું મુખ્ય સાધન રહ્યું છે. કહેનારને જે કહેવું છે.... જે વસ્તુને વિસ્તૃત રૂપે વિવેચવી છે. એમાં કથા-વાર્તા ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. મહાન જૈનાચાર્યોથી માંડીને સામાન્ય વક્તા લાગતા મુનિઓ પોતાના ઉપદેશને કથાઓ દ્વારા વધુ સારી રીતે જનસમાજના હૈયે પહોંચાડવામાં સક્ષમ બને છે. ખુદ ભગવાન મહાવીર સ્વામીનાં ઉપદેશવચનોની આસપાસ પણ વિવિધ વાર્તાઓની ફૂલગૂંથણી આપણને જોવા-જાણવા મળે છે. કથા-વાર્તા એ ઉપદેશકો માટે બહુ જ મનગમતું માધ્યમ છે. જુદા જુદા મહાપુરુષોને... જુદાં જુદાં વ્યક્તિત્વને.... જુદી જુદી ઘટનાઓને વણી લેતી પાર વગરની કથાઓ આજે આપણને મળે છે. એમ કહેવાય છે કે જેટલું કથાસાહિત્ય જૈન પરંપરામાં સંગૃહીત છે. એટલું કદાચ બીજી કોઈ પરંપરામાં નહીં મળે. આ વાત સાચી પણ હોઈ શકે, કારણ કે ઉપદેશપ્રદાન-પ્રવચન-વ્યાખ્યાન એ જૈન સાધુઓ માટે એક બહુ મહત્ત્વની જવાબદારી છે. સમાજના ભિન્ન ભિન્ન સ્તરના લોકોને એમની યોગ્યતા – એમની કક્ષા અનુસાર ધર્મ પમાડવો, એમને સુખ, શાંતિ ને પ્રસન્ન જીવનની કેડી ચીંધવી એ ઉપદેશ પાછળનું અભિપ્રેત હોય છે. જીવનમાં સુખ-સમૃદ્ધિનાં ફૂલો ખીલે એ માટે સદ્દગુણોના અંકુરો આત્મ-ભૂમિમાં ફૂટવા જરૂરી છે. અને એ સગુણોની વિશેષતા-વ્યાપકતા વર્ણવવા જુદાં જુદાં પાત્રોની જીવનકથા બહુ ઉપયોગી બની રહે છે. આવાં અગણિત પાત્રોને શબ્દોની સોડમાં સંકોરવાનો અને અક્ષરોના આભમાં ઉપસાવવાનો પ્રયાસ જૈન કવિઓ અને મહાકવિઓ જુગજુગથી કરતા આવ્યા છે. સંસ્કૃત-પ્રાકૃત કે બીજા ભાષાઓની વાતને ગૌણ કરીએ, તો પણ ગુજરાતી - મધ્યકાલીન ગુજરાતી ભાષાઓમાં જૈન કવિઓએ, એમાંય જૈન મુનિ-કવિઓએ જે પ્રદાન કર્યું છે એ જો નજર-અંદાજ કરવામાં આવેં તો કદાચ ગુજરાતી સાહિત્ય સાવ પાંગળું ને પ્રાણહીન બની જાય. લગભગ ૧૨મા સૈકાથી આજ સુધી સેંકડો જૈન મુનિઓએ કાવ્યો.. રાસાઓ, બારમાસાઓ..... ફારુકાવ્યો... ઢાળો - ગીતિકાઓ. ગીતો દ્વારા ગુર્જર સાહિત્યને સમૃદ્ધ કરવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. જૂનામાં જૂનો રાસ પણ એક જૈન કવિની (ભરતેશ્વર-- બાહુબલિ રાસ : કર્તા શાલિભદ્રસૂરિ, સમય : વિ. સં. ૧૨૪૧) કાવ્ય પ્રતિભાની નીપજ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 163