Book Title: Paap Punya ane Sanyam
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ બાકીના આઠ જણ તે પોત-પોતાને પરંપરા-પ્રાપ્ત ધંધાઓ કરી આજીવિકા ચલાવે છે; તેમ કરવામાં તેઓને અન્ય પ્રાણુઓની હિંસા કરવી પડે છે, એ જુદી વાત; પરંતુ એક ધંધેદારી તરીકે તેમનામાં બીજી કશી લુચ્ચાઈ કે અપ્રમાણિકતા નથી. નંબર ૨ માં જણાવેલો જાનવર ફાંદવાને ધંધો કરનાર વાઘરી, નં. ૩ માં જણાવેલો ઈડાંને વેપારી, અને નં. ૪ માં જણાવેલો માંસને વેપારી, એ ત્રણના તો ધંધા જ એવા છે કે જેમાં પ્રાણુઓની હિંસા કરવી પડે. નં. ૫ માં જણાવેલા રાજપુરે હિતને રાજાની સહીસલામતી કે અભ્યદય માટે માંસપ્રધાન યજ્ઞ-યાગાદિ કર્યા કરવા પડે છે; નં. ૬ માં જણાવેલા ફોજદારને રાજાના ગુનેગારોને તેમણે કરેલા ગુનાઓ અનુસાર શિક્ષા કરવી પડે છે; નં. ૭ માં જણાવેલા વૈદ્યને દરદીઓના રોગો અનુસાર વિવિધ પ્રાણીઓના માંસપ્રધાન ઉપચારે દર્શાવવા પડે છે; નં. ૮ માં જણાવેલા રસેઇયાને રાજાની રસોઈમાં જરૂરી માં તળવા-સેકવાં પડે છે, અને નં. ૧૦ માં જણાવેલી વેશ્યાને નગરના ધનિકેનું પોતાના શરીર વડે મનોરંજન કરવું પડે છે. બીજી રીતે એ બધાં અન્ય પ્રજાજન જેવાં જ પ્રમાણિક છે, મહેનતુ છે, તથા પોતાના ગ્રાહકોની જરૂરિયાતની કાળજી રાખનારાં છે. પેલે વૈદ્ય તો “ગરીબતવંગર, રાજા-રંક, શ્રમણ-બ્રાહ્મણ – એમ સૌ કોઈની એકસરખી ચિકિત્સા કરનારે છે; તથા તેને હાથે ભારે યશ છે.” પેલો ફેજદાર પણ “રાજા પ્રત્યે ગુના કરનારાઓને જ તેમના ગુના અનુસાર” શિક્ષા કરે છે. એટલે તે બધા, પેલા શરૂઆતમાં જણાવેલા બેની પેઠે “પાપી” નથી; પેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 218