Book Title: Navtattva Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 306
________________ માર્ગ કઉપાય, તે અનુયોગદ્વાર. તેનો ઉપયોગ કોઇ પણ વસ્તુ કે તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઇ શકે તત્વાર્થસૂત્રના છે. પ્રથમ અધ્યાયમાં કહ્યું છે કે ‘સત્-સંધ્યા-ક્ષેત્ર-સ્પર્શન-ગલાન્તર-માવાલ્વવર્તીશ્વ- સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અંતર, ભાવ અને અલ્પબહુત્વ એ આઠ અનુયોગદ્વાર વડે જ્વિાદિતત્ત્વોનું જ્ઞાન થાય છે. અહીં ભાગ સિવાયના આઠેય અનુયોગદ્વારનાં નામો જોઇ શકાય છે. મોક્ષનો વિષય ગહન હોવાથી તેનો વિશદ બોધ થવા માટે પ્રકરણકાર મહર્ષિએ નવ અનુયોગદ્વારની આવશ્યકતા દર્શાવી છે અને તેનાં નામો પણ ણાવ્યાં છે. જેમ કે(૧) સત્પદપ્રરૂપણાદ્વાર સત્ એટલે વિદ્યમાનતા, તેની સિદ્ધિ અર્થેનું જે પદ તે સત્પદ્. તેની પ્રરૂપણા કરનાર એટલે કે તેનું પ્રતિપાદન કરનાર જે દ્વાર, તે સત્પદપ્રરૂપણા દ્વાર. તાત્પર્ય કે કોઇ પણ પદવાળો પદાર્થ સત્ છે કે અસત ? એટલે આ ગતમાં વિદ્યમાન છે કે નહિ ? તેનું પ્રમાણ આપીને તે અંગે પ્રતિપાદન કરવું, તે સત્પદપ્રરૂપણાદ્વાર વ્હેવાય છે. (૨) દ્રવ્યપ્રમાણદ્વાર તે પદાર્થ ગતમાં કેટલા છે ? તેની સંખ્યા દર્શાવવી, તે દ્રવ્યપ્રમાણદ્વાર કહેવાય છે. (૩) ક્ષેત્રદ્વાર ક્ષેત્ર એટલે ગા. તે પદાર્થ કેટલી જગામાં રહેલો છે ? એમ ણાવવું, તે ક્ષેત્રદ્વાર કહેવાય છે. આ દ્વારને અવગાહનાદ્વાર પણ કહે છે. અવગાહવું એટલે વ્યાપીને રહેવું. (૪) સ્પર્શનાદ્વાર તે પદાર્થ કેટલા આકાશપ્રદેશને સ્પર્શીને રહેલો છે ? એમ જ્માવવું, તે સ્પર્શનાદ્વાર કહેવાય છે. (૫) કાલદ્વાર તે પદાર્થની સ્થિતિ કેટલા કાલપર્યંત છે ? એમ દર્શાવવું, તે કાલદ્વાર વ્હેવાય છે. (૬) અંતરદ્વાર જે પદાર્થ જે રૂપે છે, તે પદાર્થ મટીને બીજા રૂપે થઇ પુન: મૂળરૂપે થાય કે નહિ ? અને થાય તો તે અન્યરૂપે કેટલો કાળ રહીને ફરી થાય ? એમ ણાવવું, તે અંતરદ્વાર વ્હેવાય છે. અહીં અંતર શબ્દથી કાલનું વ્યવધાન સમવાનું છે. (૭) ભાગદ્વાર તે પદાર્થની સંખ્યા સ્વજાતીય કે પરજાતીય પદાર્થોના કેટલામે ભાગે અથવા કેટલા ગુણી છે ? એમ જે દર્શાવવું, તે ભાગદ્વાર કહેવાય છે. (૮) ભાવદ્વાર ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક અને પારિણામિક આ પાંચ ભાવોમાંથી તે પદાર્થ ક્યા ભાવમાં અંતર્ગત છે ? એમ જે દર્શાવવું, તે ભાવદ્વાર કહેવાય છે. (૯) અલ્પબહુત્વદ્વાર તે પદાર્થના ભેદોમાં પરસ્પર સંખ્યાનું અલ્પત્વ તથા બહુત્વ એટલે હીનાધિકતા દર્શાવવી, તે અલ્પબહુત્વદ્વાર કહેવાય છે. મોક્ષ એ સત્ છે. એક પદ હોવાથી વિદ્યમાન છે, પરંતુ આકાશના પુષ્પની પેઠે અવિદ્યમાન નથી. Page 306 of 325

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325