Book Title: Navtattva Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 319
________________ (૮) ક્રિયારુચિ - જે અનુષ્ઠાનોમાં કુશલ હોયતથા ક્રિયા કરવામાં રુચિ વાળો હોય, તે ક્રિયાચિ. (૯) સંક્ષેપચિ - જે થોડું સાંભળીને પણ તત્ત્વની ચિવાળો થાય, તે સંક્ષેપચિ. ચિલાતીપુત્ર મહાત્મા ઉપશમ, વિવેક અને સંવર, એ ત્રણ પદો સાંભળીને જ તત્ત્વમાં રુચિવાળા થયા હતા. (૧૦) ધર્મચિ - જે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે પદાર્થોને ક્લેનારાં નિવચનો સાંભળીને શ્રુતચારિત્રરૂપ ધર્મ પર શ્રદ્વાવાળો થાય, તે ધર્મચિ. એમ દશ પ્રકારો સમજ્યા. આ દરેક આત્માનું સમ્યકત્વ તે સમ્યક્ત્વનો એક પ્રકાર, પ્રાપ્ત થયેલું સમ્યકત્વ ચાલ્યું ન જાય, મલિન ન થાય, ડગમગે નહિ, તે માટેનો મુખ્ય ઉપાય શ્રી જ્ઞેિશ્વર ભગવંતના વચનો પરની પરમ શ્રદ્ધા છે. વધારે સ્પષ્ટ કહીએ તો જે મનુષ્ય એમ માને છે કે ‘શ્રી જ્ઞેિશ્વર ભગવંત ક્રોધ, લોભ, ભય, હાસ્ય વગેરે દોષોથી રહિત વીતરાગ પરમાત્મા હોઇ કદી અસત્ય બોલે નહિ, તેમને અસત્ય બોલવાનું પ્રયોજન શું ? તેઓ જે કંઇ વચન બોલે તે સત્ય જ હોય,' તેનું સમ્યકત્વ સ્થિર રહે છે, નિર્મળ રહે છે અને જરાપણ ચલાયમાન થતું નથી. અહીં માત્ર ‘નિગેસર-માસિયારૂં વયળાડું' ન કહેતાં ‘સવ્વા’ વિશેષણ લગાડ્યું છે, તેનું કારણ એ છે કે નેિશ્વરનાં અમુક વચનોને સત્ય માને અને અમુક વચનોને અસત્ય માને, તો તેનું સમ્યકત્વ દૂષિત થાય છે અને ચાલ્યું જાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે पयमक्खरंपि इक्कं, जो न रोएइ सुत्तनिदिट्टं । सेसं रोयंतो वि हु, मिच्छदिठ्ठी मुणेयत्वो ॥ ‘સૂત્રમાં નિર્દિષ્ટ કરેલા એવા એક પદને કે એક પણ અક્ષરને જે માનતો નથી, તેને બાકીનું બધું માનવા છતાં મિથ્યાદ્રષ્ટિ સમજ્યો.' અહીં એ પણ સમજી લેવું ઘટે કે નય, નિક્ષેપ અને અનેકાંતથી યુક્ત એવા નિવચનોને સત્ય માને અને એકાંત પ્રતિપાદનવાળાં અન્ય દર્શનીઓનાં વચનોને પણ સત્ય માને, તેને સમ્યક્ત્વ હોઇ શકતું નથી, કારણ કે તેમાં ગોળ અને ખોળન અથવા કંચન અને થીરને એક માની લેવા જેવી વિવેકશૂન્યતા રહેલી છે. આવી વિવેકશૂન્યતાને શાસ્ત્રમાં અનભિગ્રહિક મિથ્યાત્વ હેલું છે. સમ્યકત્વમાં મુખ્ય વસ્તુ સત્ય અને અસત્યના ભેદરૂપ વિવેક્ની જાગૃતિ છે, એ ભૂલવાનું નથી. અહીં પ્રસંગવશાત્ એ પણ ણાવી દઇએ કે સદ્ગુરૂની પર્વપાસના કરવાથી જિનવચનો સાંભળવા મળે છે અને તેનું યથાર્થ રહસ્ય સમજાય છે. પછી તેમાં શંકા-કુશંકાનેસ્થાન રહેતું નથી; એટલે સમ્યકત્વની સ્થિરતા માટે સદ્ગુરુની પર્યાપાસના પણ અતિ મહત્વની છે. વિશેષમાં જ્ઞાની ભગવંતોએ એમ પણ કહ્યું છે કે સમ્યક્ત્વને સ્થિર રાખવું હોય, તેમાં કોઇ પણ પ્રકારનો ડાઘ પાડવો ન હોય, તો વ્યાપત્રદર્શની અને કુદ્રષ્ટિનો ત્યાગ કરવો, અર્થાત્ તેના સહવાસમાં વિશેષ આવવું નહિ. કદાચ કોઇ કારણ-પ્રસંગે આવી જ્વાય તે જુદી વાત છે. જેને એક વાર જીવ-અજીવ વગેરે તત્ત્વો પર શ્રદ્વા હોય, પણ પછીથી કદાગ્રહ, મિથ્યાગ્રહ કે મિથ્યાત્વનો ઉદય થવાને લીધે તે શ્રદ્ઘા વ્યાપન્ન થયેલી છે-નાશ પામેલી છે,તે વ્યાપન્ન દર્શની કહેવાય; અને જેની દ્રષ્ટિ મિથ્યાત્વથી કુત્સિત થયેલી છે, તે કુદ્રષ્ટિ કહેવાય. ‘સંગ તેવો રંગ' એ ન્યાયે આવી વ્યક્તિઓના સહવાસથી મનમાં પણ શંકા જાગે અને છેવટે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થવાય, એ દેખીતું છે. અનુભવી પુરુષોની એ વાણી છે કે Page 319 of 325

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325