Book Title: Navtattva Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 322
________________ એમ માનો કે એક જીવ લોકાકાશના અમુક પ્રદેશમાં રહીને મરણ પામ્યો હવે કેટલોક કાળ વ્યતીત થયા બાદ તે જીવ સ્વાભાવિક રીતે તે આકાશ પ્રદેશની પંકિતમાં રહેલા બીજા પ્રદેશમાં રહીને મરણ પામ્યો. ત્યાર બાદ કેટલાક સમયે તે આકાશપ્રદેશની પંક્તિમાં રહેલા ત્રીજા પ્રદેશમાં રહીને મરણ પામ્યો. આમ તેણે જે આકાશ પ્રદેશની જે શ્રેણી શરૂ કરી હોય તે પૂરી કરે. ત્યારબાદ આકાશના પ્રતરમાં રહેલી તેની સાથેની અસંખ્ય શ્રેણીઓને એ જ રીતે પૂરી કરે. તેમાં જેટલો કાલ વ્યતીત થાય તથા વચમાં બીજા ભવો કરવામાં જેટલો કાલ વ્યતીત થાય. તે સૂક્ષ્મ ક્ષેત્રમુગલપરાવર્ત કહેવાય. આવા અનંત પુદગલપરાવર્ત આ જીવે વ્યતીત કર્યા છે અને તે સમ્યકત્વ પામે નહિ તો હવે પછી અનંત પુદ્ગલપરાવર્ત કાલ સુધી તને આ જ રીતે ભવભ્રમણ કરવું પડે, એ નિશ્ચિત છે. ભૂતકાલ અનંત પુદગલપરાવર્ત જેટલો છે અને ભવિષ્યકાલ તેથી પણ અનંતગણો મોટો છે, એટલે ભૂત કરતાં ભવિષ્ય કાલ ઘણો મોટો છે. આ બધો કાલ જીવને સંસારમાં પરિભ્રમણ કરવું ન પડે તે માટે તેણે સમ્યકત્વની પ્રાપ્તિ કરી લેવી જોઇએ. કહ્યું છે કે अतुलगुणनिधानं सर्वकल्याणबीजं, जननजलधिपोतं भव्यसत्त्वैकचिह्नम् । दुरिततरुकुठारं पुण्यतीर्थं प्रधानम्, पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बु ।। હે લોકો ! તમે સમ્યગદર્શનરૂપી અમૃત જલનું પાન કરો, કારણ કે તે અતુલ ગુણોનું નિધાન છે, સર્વ કલ્યાણનું બીજ છે, જન્મ-મરણાદિમય સંસારસાગરને તરી જવા માટેનું વહાણ છે, ભવ્યજીવોનું એક લક્ષણ છે, પાપરૂપી વૃક્ષને છેદવા માટે કૂહાડો છે, પવિત્ર એવું તીર્થ છે, સર્વ રીતે શ્રેષ્ઠ છે અને મિથ્યાત્વને જિતનારું છે.' અહીં “સમ્યકત્વ' નામનું તેરમું પ્રકરણ પૂરું થાય છે. તીર્થકરો જિનપદ પામીને સિદ્ધ થયેલા છે, માટે તેમને જિનસિક સમજ્યા અને પુંડરિક ગણધર વગેરે જિનપદ પામ્યા વિના સિદ્ધ થયેલા છે, તેથી તેમને અજિનસિક સમજવા. તાત્પર્ય કે જિન તથા અજિન બંને અવસ્થામાં મોક્ષે જઇ શકાય છે. તીર્થકર ભગવંતે તીર્થ પ્રવર્તાવ્યું હેય, તે સમયમાં તીર્થનો આશ્રય પામીને જે જીવો મોક્ષે જાય, તે તીર્થસિદ્ધ કહેવાય, જેમકે-ગણધર ભગવંતો. અને તીર્થકરો દ્વારા તીર્થનું પ્રવર્તન ન થયું હોય અને તેવા સમયે જે જીવો મોક્ષે જાય, તે અતીર્થસિદ્ધ હેવાય. શ્રી ઋષભદેવ ભગવાનની માતા મરુદેવી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા, તે વખતે તીર્થકર દ્વારા તીર્થ પ્રવર્તેલું ન હતું. આ રીતે બીજા પણ જે જીવો આવા સમયે મોલમાં ગયા હોય તે બધા અતીર્થસિદ્ધ કહેવાય. આનો અર્થ એમ સમજવાનો કે તીર્થની અવિદ્યમાનતામાં મોક્ષનો દરવાજો બંધ થતો નથી. કેટલાક જીવો શરીર પર ગૃહસ્થનો વેશ હોય છતાં કર્મનો ક્ષય થવાને લીધે મોક્ષ પામે છે, તેમને ગૃહસ્થલિગસિદ્ધ જાણવા. દાખલા તરીકે ભરત ચક્રવર્તી. તેઓ અરીસાભુવનમાં ઊભા ઊભા વિવિધ આભૂષણોથી અલંકૃત પોતાના દેહની શોભા જોતા હતા. એવામાં એક આંગળી પરથી અંગુઠી સરકી પડી અને તે આંગળી વરવી લાગી. આથી તેમણે બીજાં પણ આભૂષણો ઉતારીને શરીરને નિહાળ્યું, તો આખું શરીર શોભારહિત લાગ્યું. આથી તેમને શરીર વગેરેની અનિત્યતા સમજાઇ અને અનિત્ય ભાવનાનો ઉત્કૃષ્ટ આશ્રય લેતાં ચારેય ઘાતી કર્મનો ક્ષય થયો, એટલે કેવલજ્ઞાન પામ્યા અને અનુક્રમે મોક્ષે Page 322 of 325

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325