Book Title: Navtattva Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 324
________________ (૯) દરેક કર્મભૂમિમાંથી ૧૦૮ મોક્ષે જાય છે. (૧૦) દરેક અર્મભૂમિમાંથી દશ મોક્ષે જાય છે. (૧૧) પાંચસો ધનુષની અવગાહનાવાળા બે મોક્ષે જાય છે. (૧૨) બે હાથની અવગાહનાવાળા ચાર મોક્ષે જાય. (૧૩) મધ્યમ અવગાહનાવાળા ૧૦૮ માક્ષે જાય છે. (૧૪) ઉત્સરપિણીના ત્રીજા આરામાં ૧૦૮ મોક્ષે જાય છે. (૧૫) ઉત્સરપિણીના ૧-૨-૪-૫-છઠ્ઠા આરામાં ૧૦ મોક્ષે જાય. (૧૬) અવસરપિણીના ચોથા આરામાં ૧૦૮ મોક્ષે જાય. (૧૭) અવસરપણીના પાંચમા આરામાં ૨૦ મોક્ષે જાય. (૧૮) અવસરપણીના ૧-૨-૩-છઠ્ઠા આરામાં ૧૦-૧૦ મોક્ષે જાય. (૧૯) પુરૂષ લિંગે ૧૦૮ મોક્ષે જાય. (૨૦) સ્વલિગે ૧૦૮ મોક્ષે જાય. (સાધુ વેશમાં) (૨૧) અન્યલિગે ૧૦ મોક્ષે જાય. (૨૨) ગૃહસ્થ લિગે ૪ મોક્ષે જાય. (૨૩) એક સમયમાં ૧૦૩,૧૦૪,૧૦૫,૧૦૬,૧૦૭ અને ૧૦૮માંથી કોઇપણ સંખ્યાવાળા મોક્ષે જાય છે. છે. (૨૪) બે સમય સુધી લગાતાર ૯૭ થી ૧૦૨ સંખ્યામાંથી કોઇપણ મોક્ષે જઇ શકે છે. (૨૫) ત્રણ સમય સુધી લગાતાર ૮૫ થી ૯૬ ની સંખ્યામાંથી કોઇપણ મોક્ષે જાય છે. (૨૬) ચાર સમય સુધી લગાતાર મોક્ષે જાય તો ૭૩ થી ૮૪ ની સંખ્યાના આંક્યાંથી મોક્ષે જાય (૨૭) પાંચ સમય સુધી લગાતાર ૬૧ થી ૭૨ સંખ્યામાંથી કોઇપણ સંખ્યાવાળા મોક્ષે જાય છે. (૨૮) છ સમય સુધી લગાતાર ૪૯ થી ૬૦ સુધીની સંખ્યામાંથી કોઇને કોઇ સંખ્યાવાળા મોક્ષે જાય છે. (૨૯) સાત સમય સુધી લગાતાર મોક્ષે જાય તો ૩૩ થી ૪૮ સુધીની સંખ્યાના આંમાંથી કોઇને કોઇ મોક્ષે જાય છે. (૩૦) આઠ સમય સુધી લગાતાર મોક્ષે જાય તો ૧ થી ૩૨ સંખ્યાના આંકમાંથી કોઇને કોઇ આંક્વાળા જીવો મોક્ષે જાય છે. (૩૧) વૈમાનિક દેવીઓમાંથી મનુષ્યમાં આવી મોક્ષે જાય તો ૨૦ જાય. (૩૨) જ્યોતિષ દેવીઓમાંથી મનુષ્યમાં આવી ૨૦ મોક્ષે જાય. (૩૩) ભવનપત્યાદિની દેવીઓમાંથી મનુષ્યમાં આવી મોક્ષે જાય તા પાંચ. (૩૪) તિર્યંચ સ્ત્રીમાંથી મનુષ્યમાં આવી મોક્ષે ૧૦ જાય. (૩૫) મનુષ્ય પુરૂષમાંથી મનુષ્ય થયેલા ૧૦ મોક્ષે જાય. (૩૬) જ્યોતિષ દેવમાંથી મનુષ્ય થઇ ૧૦ મોક્ષે જાય. (૩૭) ભવનપતિ વ્યંતરમાંથી મનુષ્ય થઇ ૧૦ મોક્ષે જાય. (૩૮) તિર્યંચ પુરૂષમાંથી મનુષ્ય થઇ ૧૦ મોક્ષે જાય. Page 324 of 325

Loading...

Page Navigation
1 ... 322 323 324 325