Book Title: Navtattva Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 318
________________ થાય, તેને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ હેવાય. આ સમ્યક્ત્વનો વધારેમાં વધારે કાળ ૬૬ સાગરોપમ છે. પહેલું અને બીજું સમ્યક્ત્વ નિરતિચાર છે, જ્યારે ત્રીજું સમ્યક્ત્વ સાતિચાર છે, તેથી આ સમ્યકત્વને શંકા, કાંક્ષા આદિ અતિચારો લાગે છે. ઔપશમિક આદિ ત્રણ પ્રકારોમાં મિશ્રસમ્યકત્વ ઉમેરીએ તો તેના ચાર પ્રકારો થાય. ઉપર વ્હેલી સાતમાંની ફકત મિશ્ર મોહનીય કર્મની પ્રકૃતિ ઉદયમાં હોય અને બાકીની પ્રકૃતિ ઉપશાંત હોય, તે વખતે જે સમ્યકત્વ-મિથ્યાત્વરૂપ મિશ્રભાવ અંતર્મુહૂર્ત પર્યંત હોય, તેને મિશ્ર સમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યકત્વમાં જિનપ્રણીત તત્ત્વ પર ન રાગ-ન દ્વેષ એવી સ્થિતિ હોય છે. કેટલાક ઔપશમિક આદિ ત્રણ પ્રકારોમાં વેદક સમ્યકત્વ ઉમેરીને તેના ચાર પ્રકારો માને છે. ક્ષાયિક સમ્યકત્વ પ્રકટ થતાં પહેલાં સમ્યકત્વ મોહનીયનાં જે ચરમ દલો વેદાય છે, તેને વેદક સમ્યકત્વ કહેવામાં આવે છે. આ ચાર પ્રકારોમાં સાસ્વાદનસમ્યકત્વ ઉમેરીએ તો સમયકત્વના પાંચ પ્રકારો થાય છે. ઉપર ણાવેલા અંતર્મુહૂર્તના વખતવાળા ઔપશમિક સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વે પહોંચતાં પહેલાં એક સમયથી માંડીને ૬ આવલિકા સુધી સમ્યકત્વના કિંચિત્ સ્વાદરૂપ જે સમ્યક્ત્વ હોય છે, તેને સાસ્વાદન સમ્યકત્વ વ્હે છે. સમ્યકત્વના દશ પ્રકારો નીચે પ્રમાણે ગણાય છે : - (૧) નિસર્ગરુચિ જે જીવ શ્રી નેિશ્વરદેવોએ યથાર્થ અનુભવેલા ભાવોને પોતાની મેળે જાતિસ્મરણાદિ જ્ઞાનથી જાણીને ‘તે એમ જ છે, પણ અન્યથા નથી' એવી અડગ શ્રદ્વા રાખે, તે નિસર્ગ ચિ. (૨) ઉપદેશરુચિ - કેવલી કે છદ્મસ્થ ગુરુઓ વડે કહેવાયેલા ઉપર્યુક્ત ભાવો પર શ્રદ્ધા રાખે તે ઉપદેશચિ. (૩) આજ્ઞારુચ - રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન વગેરે દોષોથી રહિત મહાપુરુષની આજ્ઞા પર ચિ ધરાવે, તે આજ્ઞાચ. (૪) સૂત્રચ - જે અંગપ્રવિષ્ટ કે અંગબાહ્ય સૂત્રો ભણીને તત્ત્વમાં સચિવાળો થાય, તે સૂત્રરુ ચિ. વર્તમાન શાસનમાં શ્રી ગૌતમસ્વામી આદિ ગણધરોએ રચેલાં શાસ્ત્રો અંગપ્રવિષ્ટ કહેવાય છે. તેના આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શ્રી ભગવતીજી), જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અન્તકૃદ્દશાંગ, અનુત્તરોપપાતિકદશાંગ, પ્રશ્નવ્યાકરણ, વિપાશ્રુત અને દ્રષ્ટિવાદ એવા બાર પ્રકારો છે. તેને સમગ્રપણે દ્વાદશાંગી હેવામાં આવે છે. આ ઉપરાંત જૈન શ્રુતમાં શ્રી ભદ્રબાહુસ્વામી વગેરે ચતુર્દશપૂર્વધરાદિ વૃદ્વ આચાર્યોએ રચેલાં બીજાં સૂત્રો પણ છે, તે અનંગપ્રવિષ્ટ હેવાય છે. (૫) બીચિ - જેમ એક બીજ વાવવાથી અનેક બીજો ઉત્પન્ન થાય છે, તેમ એક પદ, હેતુ કે એક દ્રષ્ટાંત સાંભળીને જે જીવ ઘણાં પદો, ઘણા હેતુઓ અન ઘણાં દ્રષ્ટાંતો પર શ્રદ્વાવાળો થાય, તે બીરુ ચિ. (૬) અભિગમચિ - જે શાસ્ત્રોનો વિસ્તૃત બોધ પામીને તત્ત્વ પર ચિ ધરાવે, તે અભિગમરુ (૭) વિસ્તારચિ - જે છ દ્રવ્યોને પ્રમાણ અને નયો વડે જાણીને અર્થાત્ વિસ્તારથી બોધ પામીને તત્ત્વ પર રુચિવાળો થાય, તે વિસ્તારચિ. ચિ. Page 318 of 325

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325