Book Title: Navtattva Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 309
________________ ૩. અવધિજ્ઞાન ૪. મન:પર્યવજ્ઞાન ૫. કેવળજ્ઞાન ૬. મતિઅજ્ઞાન ૭. શ્રુતઅજ્ઞાન ૮. વિભંગજ્ઞાન અહીં અજ્ઞાન શબ્દથી ઉતરતા દરજ્જાનું જ્ઞાન સમવું. વિભંગજ્ઞાન એ ઉતરતા દરજ્જાનું એક પ્રકારનું અવધિજ્ઞાન છે. (૮) ચારિત્રમાર્ગણા - ૭ ૧. સામાયિક ચારિત્ર ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર ૩. પરિહારવિશુદ્વિચારિત્ર ૪. સૂક્ષ્મસં૫રાયચારિત્ર ૫. યથાખ્યાતચારિત્ર ૬. દેશવિરતિચારિત્ર ૭. અવિરતિચારિત્ર સર્વવિરતિને પ્રથમના પાંચ પ્રકારમાંથી કોઇપણ એક ચારિત્ર હોય, વ્રતધારી શ્રાવકને દેશવિરતિચારિત્ર હોય અને જેણે કોઇપણ પ્રકારના વ્રતની ધારણા કરી નથી, તેને અવિરતિચારિત્ર હોય. (૯) દર્શનમાર્ગણા - ૪ ૧. ચક્ષુ:દર્શન ૨. અચક્ષુ:દર્શન ૩. અવધિદર્શન ૪. કેવલદર્શન (૧૦) લેશ્યામાર્ગણા - ૬ ૧. કૃષ્ણ ૨. નીલ ૩. કાપોત ૪. તેજો ૫. પદ્મ ૬. શુક્લ મન-વચન અને શરીરમાં રહેલા એક જાતના પુદ્ગલોના સંબંધથી જીવના જે શુભાશુભ પરિણામ થાય, તેને લેશ્યા કહે છે. તેના બે ભેદ છે: (૧) દ્રવ્યલેશ્યા અને (૨) ભાવલેશ્યા. યોગાંતર્ગત કૃષ્ણાદિ પુદ્ગલો તે દ્રવ્યલેશ્યા અને તેના સંબંધો જીવના જે શુભાશુભ પરિણામ થાય તે ભાવલેશ્યા. જ્યારે જીવનો પરિણામ તીવ્ર કષાયયુક્ત હોય છે, ત્યારે કૃષ્ણ આદિ અશુભ લેશ્યાઓ હોય છે અને કષાયની મંદતા કે અભાવ હોય ત્યારે તેજો વગેરે શુભ લેશ્યાઓ હોય છે. કૃષ્ણ, નીલ અને કાપોત એ અશુભ Page 309 of 325

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325