Book Title: Navtattva Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 314
________________ કોઇક દર્શનકાર એમ માને છે કે સિદ્ધાવસ્થાને પામેલા જીવો સંસારને દુ:ખી જોઇને તેના ઉદ્ધાર માટે ફરી સંસારમાં આવે છે અને પોતાનું કર્તવ્ય બજાવે છે; પણ આ વિધાનથી તેનું નિરસન થાય છે. કારણ વિના કાર્ય સંભવી શકતું નથી, તેમ કર્મ વિના સંસારનું પરિભ્રમણ સંભવી શકતું નથી. સિકોમાં અંતર હોતું નથી, એનો અર્થ એમ સમજવાનો છે કે પહેલું સિકત્વ, પછી સંસારિત્વ, પાછું સિદ્ધત્વ એમ સિદ્ધત્વમાં કોઇ અંતર હોતું નથી. તાત્પર્યકે એકવાર સિદ્ધાવસ્થા પ્રાપ્ત થઇ કે તે નિરંતર સિદ્ધાવસ્થા જ રહે છે. તેમાં કોઇ પણ પ્રકારનું કાલનું વ્યવધાન થતું નથી. સિદ્ધ જીવો અનંત છે, એ વસ્તુ દ્રવ્યપ્રમાણહાર વડે કહેવામાં આવી, પરંતુ અન્ય જીવોની સરખામણીમાં સિદ્ધ જીવોની એ સંખ્યાને કેટલી સમજવી? તેનો ઉત્તર અહીં ભાગદ્વારથી આપવામાં આવ્યો છે. “સિદ્ધ જીવો સર્વ જીવોના અનંતમા ભાગ છે. આનો અર્થ એમ સમજવાનો છે કે સિદ્ધ જીવોની સંખ્યા યદ્યપિ અનંત છે, પણ સંસારી જીવોની સંખ્યા સાથે તેની સરખામણી કરવામાં આવે તો તેના અનંતમા ભાગ જેટલી જ થાય છે. અહીં એ જાણી લેવું જરૂરનું છે કે સિકોની સંખ્યા સર્વ સંસારી જીવોના અનંતમા ભાગે તો છે જ, પણ તે એક નિગોદના પણ અનંતમા ભાગે જ છે. તે અંગે નિર્ચથપ્રવચનમાં નીચેની ગાથા પ્રસિદ્ધ છે : जइआ य होइ पुच्छा, जिणाण भग्गंभि उत्तरं तइया । इकस्स निगोयस्सवि, अणंतभागो उ सिद्धिगओ ।। જિનમાર્ગમાં જ્યારે જ્યારે શ્રી જિનેશ્વર દેવને પૂછવામાં આવે છે કે “હે ભગવન્! અત્યાર સુધીમાં કેટલા જીવો મોક્ષે ગયા ?' ત્યારે ત્યારે ઉત્તર મળે છે કે “હજી એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષમાં ગયો આ લોકમાં નિગોદના નામથી ઓળખાતા અસંખ્યાત ગોળાઓ છે. આ દરેક ગોળામાં અસંખ્યાત નિગોદ હોય છે અને તે દરેક નિગોદમાં અનંત અનંત જીવ હોય છે. આવી એક નિગોદના અનંતમા ભાગ જેટલા જીવો જ હજી સુધી સિદ્ધિગતિ એટલે મોક્ષને પામેલા છે. આમાંથી એ વસ્તુ ફલિત થાય છે કે નિગોદમાંથી વ્યવહારરાશિમાં આવીને તથા અનુક્રમે પ્રગતિ સાધીને ગમે તેટલા જીવો મોક્ષમાં જાય તો પણ આ સંસાર કદી જીવ-રહિત થવાનો નહિ. અનંત ઓછા અનંત = અનંત, એ ગણિતનો સિદ્ધાંત અહીં બરાબર લાગુ પડે છે. અહીં એ સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે સંખ્યાઓ ત્રણ પ્રકારની છે : (૧) સંખ્યાત (૨) અસંખ્યાત અને (૩) અનંત. તેમાં સંખ્યાતનો અધિકાર પૂરો થયા પછી અસંખ્યાતનો અધિકાર શરૂ થાય છે અને અસંખ્યાતનો અધિકાર પૂરો થયા પછી અનંતનો અધિકાર શરૂ થાય છે. આ અનંતનું ગણિત આપણી કલ્પનામાં એકદમ આવે તેવું નથી, કારણ કે આપણે સંખ્યાતના ગણિતથી જ ટેવાયેલા છીએ. સંખ્યાતના ગણિતમાં ૫ માંથી ૩ લઇએ તો ૨ રહે અને ૨ માંથી ૨ લઇએ તો ૦ રહે, અહીં વાતનો છેડો આવે. પણ અનંતમાં તેવું નથી. અનંતમાંથી અનંત જાય તો પણ અનંત જ રહ્યા કરે. જો તેનો છેડો આવતો હોય તો તેને અનંત કહેવાય જ કેમ ? એટલે અનંત નિગોદમાંથી અનંત જીવો મોક્ષે જાય તો પણ અનંત જ બાકી રહે. અનંતની લ્પના આવે તે માટે અહીં એક બે ઉદાહરણો આપીશું. ૧ ની સંખ્યાને ૨ થી ગુણતાં જ રહીએ તો કયાં સુધી ગણી શકાય ? અથવા ૧ ની સંખ્યાને ૨ થી ભાગતાં રહીએ તો ક્યાં સુધી ભાગી Page 314 of 325

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325