Book Title: Navtattva Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 311
________________ (૬) વિવેચન મોક્ષ કઇ માર્ગણાઓમાં હોય ? અને કઇ માર્ગણામાં ન હોય ? તેનું સ્પષ્ટીકરણ આ ગાથમાં કરવામાં આવ્યું છે. સંસારી પ્રાણીઓ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિઓ પૈકી કોઇ પણ એક ગતિમાં હોય છે. તેમાં મનુષ્યગતિમાં રહેલો જીવ મોક્ષ પામી શકે, પણ બાકીની ત્રણ ગતિમાં રહેલો જીવ મોક્ષ પામી શકે નહિ. અહીં કોઇ પ્રશ્ન કરે કે ‘એમ શાથી ?’ તો સર્વવિરતિચારિત્ર વિના મોક્ષ નથી અને સર્વવિરતિચારિત્ર માત્ર મનુષ્ય ગતિમાં જ સંભવે છે, તેથી અન્ય ત્રણ ગતિવાળાને મોક્ષનો સંભવ નથી. સંસારી પ્રાણીઓ એકેન્દ્રિય આદિ પાંચ જાતિમાં વિભક્ત છે, તેમાંની પંચેન્દ્રિય જાતિમાં રહેલો જીવ મોક્ષ પામી શકે, પણ બાકીની ઇન્દ્રિયોવાળા મોક્ષ પામી શકે નહિ, તેનું કારણ સ્પષ્ટ છે. પંચેન્દ્રિય જાતિ સિવાય મનુષ્યનો ભવ સંભવી શકતો નથી અને મનુષ્યના ભવ સિવાય મોક્ષની પ્રાપ્તિ થતી નથી. સંસારી પ્રાણીઓ પૃથ્વીકાય, અપ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય કે ત્રસકાય, એ છ કાયો પૈકી કોઇ પણ એક કાયમાં હોય છે. તેમાં પૃથ્વીકાય આદિ પાંચ પ્રકારના જીવો સ્થાવરકાય વ્હેવાય છે. તેમને ચારિત્રનો યોગ નહિ હોવાથી મોક્ષમાં જઇ શકતા નથી, જ્યારે ત્રસકાયમાં મનુષ્ય દેહે ચારિત્રનો યોગ હોઇ તેને મોક્ષની પ્રાપ્તિ થઇ શકે છે. સંસારી પ્રાણીઓ ભવ્ય અને અભવ્ય એવા બે પ્રકારના છે. તેમાં ભવ્ય પ્રાણીને મોક્ષની પ્રાપ્તિ થઇ શકે છે અને અભવ્ય પ્રાણીને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ભવ્ય પ્રાણીને મોક્ષની પ્રાપ્તિ થવાનું કારણ એ છે કે તે સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં એક કાળે રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિનો ભેદ કરી સમ્યકત્વને સ્પર્શી શકે છે, તેથી વધારેમાં વધારે અર્ધપુગલપરાવર્તકાળમાં તેનો મોક્ષ થાય છે, જ્યારે અભવ્ય આત્માઓ રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિ સોપ અનંતી વાર આવવા છતાં તેનો ભેદ કરી શક્તા નથી, તેથી તેઓ મોક્ષની પ્રાપ્તિ કરી શકતા નથી. ‘ કેટલાક આત્માઓ ભવ્ય અને કેટલાક આત્માઓ અભવ્ય કેમ ?' તેનો ઉત્તર એ છે કે ‘વસ્તુસ્થિતિ જ એવી છે. અર્થાત્ એ પ્રાકૃતિક ભેદો છે, એટલે તેમાં કોઇ કાળે કંઇ પરિવર્તન થઇ શકતું નથી.' ભવ્ય આત્માઓ સામાન્ય રીતે પાપભીરુ હોય છે, એટલે કે તેમનાથી કોઇ પાપ થઇ જાય, તો તેમનું હૃદય દુભાય છે, જ્યારે અભવ્ય આત્માઓના પરિણામ સામાન્ય રીતે નિષ્ઠુર હોય છે, એટલે કે તેમનાથી કોઇ પાપ થઇ જાય તો પણ તેમના હૃદય પર કોઇ અસર થતી નથી. આ બાબતમાં અંગારમર્દસૂરિનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. સંસારી જીવો સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે પ્રકારના હોય છે. તેમાં સંજ્ઞી એટલે વિશિષ્ટ મનોવિજ્ઞાનવાળા જીવને ચારિત્રનો યોગ હોવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે, પણ અસંજ્ઞી એટલે વિશિષ્ટ મનોવિજ્ઞાનથી રહિતને ચારિત્રનો યોગ નહિ હોવાથી, તમને મોક્ષની પ્રાપ્તિ થઇ શકતી નથી. સંસારી જીવો સંયમ કે ચારિત્રની અપેક્ષાએ સાત પ્રકારના છે. જેમકે-સામાયિક્ચારિત્રવાળા, છેદોપસ્થાપન ચારિત્રવાળા, પરિહારવિશુદ્ધ ચારિત્રવાળા, સૂક્ષ્મસંપરાય ચારિત્રવાળા, યથાખ્યાત ચારિત્રવાળા, દેશવિરતિને ધારણ કરનાર તથા અવિરતિ એટલે જેમણે કોઇ પણ પ્રકારની વિરતિ-વ્રતધારણા કરી નથી એવા. આ જીવો પૈકી યથાખ્યાત ચારિત્રવાળાને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, કારણ કે એ ચારિત્ર સંપૂર્ણ શુદ્ધ છે. તેથી ભિન્ન અન્ય ચારિત્રોમાં ઓછી કે વત્તી અશુદ્ધિ હોઇ તેમને Page 311 of 325

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325