________________
‘મોક્ષ’ એ જાતનું પદ છે, (માટે તેનો અર્થ છે) અને તેની પ્રરૂપણા માર્ગણાઓ વડે થાય છે. (૬) વિવેચન
કોઇ પણ વસ્તુ સિદ્ધ કરી આપવા માટે ન્યાય શાસ્ત્રમાં પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ અવયવવાળો પ્રયોગ થાય છે. જેમાં અને જે સિદ્ધ કરવાનું હોય તે બેનું ક્થન તે પ્રતિજ્ઞા; તેનું કારણ આપવું તે હેતુ; તે અંગે અનુકૂળ કે પ્રતિકૂળ દાખલો આપવો તે ઉદાહરણ; તેને યોગ્ય રીતે ઘટાવવો તે ઉપનય; અને પ્રતિજ્ઞા અનુસાર પ્રમાણ જાહેર કરવું તે નિગમન. અહીં આ પાંચ અવયવનો પ્રયોગ થયેલો છે. તે આ પ્રમાણે :
(૧) પ્રતિજ્ઞા - મોક્ષ સત્ છે.
(૨) હેતુ - એક પદના અર્થરૂપ હોવાથી વિદ્યમાન છે.
(૩) ઉદાહરણ - આકાશ પુષ્પની પેઠે અવિદ્યમાન નથી.
જે શુદ્ધ એટલે એક પદ હોય, તેનો અર્થ હોય જ. જેમકે- સુવર્ણ, આભરણ, રત્ન, તેજ, વંધ્યા પુત્ર, આકાશ પુષ્પ વગેરે. આ બધાં એક પદો છે, માટે તેના અર્થો છે, એટલે કે તે પ્રકારના પદર્થો વિદ્યમાન છે. અને જે શુદ્ધ એટલે એક્યું પદ નથી, પણ જોડાયેલાં પદો છે, તેના અર્થો હોય કે ન પણ હોય. જેમકેસુવર્ણાભરણ-સોનાનું આભરણ, એ પદવાળી વસ્તુ વિદ્યમાન છે; રત્નતેજ-રત્નનું તેજ, એ બે પદવાળી વસ્તુ વિદ્યમાન છે; અને વંધ્યાપુત્ર-વાંઝણીનો પુત્ર, એ બે પદવાળી વસ્તુ વિદ્યમાન નથી; તે જ રીતે આકાશપુષ્પ આકાશનું પુષ્પ, એ બે પદવાળી વસ્તુ પણ વિદ્યમાન નથી. અહીં વિરુદ્ઘ ઘટનાવાળું ઉદાહરણ આપેલું છે.
(૪) ઉપનય - મોક્ષ એ શુદ્ધ પદ છે, માટે તેનો અર્થ છે.
(૫) નિગમન - તે મોક્ષ પદનો અર્થરૂપ જે પદાર્થ, તે જ મોક્ષ છે.
અહીં ઉપનય અને નિગમન એક સાથે ટુંક્માં વ્હેલા છે, પણ ન્યાયની પરિભાષા અનુસાર તે ઉપર પ્રમાણે જુદા સમજ્વાના છે.
અહીં કોઇ એમ કહે કે ‘ડિત્ય, કિત્થ આદિ એક એક પદની કલ્પના કરીએ તો શું તે જાતનો પદાર્થ હોય છે ખરો ? નથી જ. તેમ મોક્ષ એ પદ કલ્પનાવાળું હોય તો તે જાતનો પદાર્થ કેમ સંભવી શકે ? તાત્પર્ય કે ન જ સંભવી શકે. વળી એક એક પદવાળી સર્વ વસ્તુઓ વિદ્યમાન હોય એમ પણ બની શકે નહિ.'
તેનો ઉત્તર એ છે કે જે શબ્દના અર્થ કે વ્યુત્પત્તિ થઇ શકે તે જ પદ કહેવાય. અર્થશૂન્ય શબ્દને પદ વ્હેવાય નહિ. મોક્ષ શબ્દ અર્થ અને વ્યુપત્તિયુક્ત છે, માટે પદ છે, અને તે પદ છે, માટે જ તે પ્રકારનો પદાર્થ છે. ડિત્ય, કિત્થ આદિ શબ્દો અર્થશૂન્ય છે, એથી તે પદો નથી અને તે પદો નથી, માટે જ તે પ્રકારનો પદાર્થ નથી. આથી ઉપર જે એમ કહ્યું છે કે ‘જે શુદ્ધ એટલે એક પદ હોય, તેનો અર્થ હોય જ’ એ યથાર્થ છે.
અહીં પ્રકરણકારે એમ સૂચન કર્યું છે કે આ સત્પદની પ્રરૂપણા માર્ગણાઓ વડે થાય છે. માર્ગણા એટલે વિવક્ષિત ભાવનું અન્વેષણ કે શોધન. તેનું વર્ણન આગામી ગાથામાં આવશે.
(૬) વિવેચન - અહીં વિવક્ષિત મોક્ષભાવનું અન્વેષણ-શોધન ગતિ આદિ દ્વારા કરવાનું છે અને બીજા પણ અનેક ભાવોનું અન્વેષણ-શોધન શાસ્ત્રોમાં ગતિ આદિ દ્વારા કરેલું હોવાથી ગતિ આદિ ૧૪ વસ્તુઓને માર્ગણા કહેવામાં આવે છે. તેના ઉત્તરભેદો ૬૨ છે, તેને પણ સામાન્ય રીતે માર્ગણા જ કહેવામાં
Page 307 of 325