Book Title: Navtattva Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 304
________________ છે. અને ઘન્ય પ્રદેશોમાં એથી વિપરીત જાણવું. આ રીતે ઉત્તરપ્રકૃતિઓમાં ર્મના દલીકોની વહેંચણી કર્મ પ્રકૃતિનાં ગ્રંથના આધારે ટુંકમાં જ્હાવી આ રીતે બંધ તત્વમાં પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ બંધનું સામાન્યથી વર્ણન કર્યું તેનો વિસ્તાર પાંચમા તથા છઠ્ઠા કર્મગ્રંથમાંથી જાણી લેવો. બંધતત્વ સમાપ્ત. મોક્ષતત્વ પ્રાણીઓની સર્વ પ્રવૃત્તિ સુખને માટે થાય છે પણ એ ખબર નથી કે મારે જે સુખ જોઇએ છે તે ક્યાં છે ? આથી જીવો દુનિયાના પદાર્થોમાં એ સુખની શોધ કરતાં જાય છે અને દુ:ખની પરંપરા સર્જતા જાય છે. કારણ જ્ઞાની ભગવંતો ક્યે છે કે આત્મા સિવાયના પર-પદાર્થોમાં સુખની શોધ કરવી અ આત્માની બરબાદીનો અથવા આત્માને દુ:ખી કરવાનો રસ્તો કહેલો છે. જે સુખને પ્રાણીઓ ઇચ્છે છે તેવું સુખ દરેક જીવોને જોઇએ છે કે (૧) જે સુખ પેદા થયા પછી એટલે મલ્યા પછી નાશ ન પામે એવું (૨) પરિપૂર્ણ એટલે અધુરૂં નહિ અને (૩) સુખમાં કોઇપણ પ્રકારનું દુ:ખ ન હોય એટલે દુ:ખના લેશ વિનાનું. આવું સુખ સૌ ઇચ્છે છે આ સુખ જે મલે તેને જ જ્ઞાની ભગવંતો મોક્ષનું સુખ ક્યે છે એ સુખ પોત પોતાના આત્મામાં સદા માટે રહેલું છે તેને પરૂષાર્થ કરીને પેદા કરવાનું છે તેના બદલે જીવો પર પદાર્થોમાં આ સુખને મેળવવા અને શોધવા પ્રયત્ન કરે છે. આ સુખ (જે મોક્ષનું કહ્યું તે) મોક્ષની અવસ્થામાં અનુભવાય છે તેથી જ મોક્ષ એ શુધ્ધ ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) તત્વ ગણાય છે. આત્મા પુરૂષાર્થના યોગે ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી, એટલે અનંતાનુબંધિ ૪ કષાય-મિથ્યાત્વ-મિશ્ર અને સમ્યક્ત્વ મોહનીયના પુદ્ગલોનો સંપૂર્ણ ક્ષય કરીન-સર્વવિરતિના પરિણામને પેદા કરી-અપ્રમત્ત ભાવ પેદા કરી-ચારિત્ર મોહનીયની એક્વીશ પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય કરીને વીતરાગ દશાને પામી, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મનો સંપૂર્ણ ક્ષય કરીને સર્વજ્ઞ એટલે કેવલ જ્ઞાની બને છે ત્યાર પછી જ્યારે પોતાનો દેહ છોડે છે ત્યારે વેદનાય-નામ-ગોત્ર અને આયુષ્ય કર્મનો સંપૂર્ણ ક્ષય કરીને મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ મોક્ષનું સ્થાન સર્વાર્થસિધ્ધ નામે મહા વિમાનના શિખરના અગ્રભાગથી ઉપર બાર યોજ્જ દૂર ઇષપ્રાક્ભારા નામની પૃથ્વી છે. તે પૃથ્વી પીસ્તાલીશ લાખ યોજ્ન લાંબી અને એટલી જ પહોળી છે તેની પરિધિ એક ક્રોડ બેંતાલીશ લાખ ત્રીશ હજાર બસો ને ઓગણપસાચ યોનથી કાંઇક વિશેષાધિક છે. તે ઇષપ્રાક્ભારા પૃથ્વીના બરોબર વચ્ચેના ભાગનું આઠ યોજન પ્રમાણ ક્ષેત્ર જાડાઇમાં આઠ યોન છે ત્યાર પછી તે થોડી થોડી પ્રદેશની પરિહાનિથી એટલે ઘટતી ઘટતી સર્વ બાજુઓના છેડાઓમા માંખીની પાંખ કરતાં પણ વધારે પાતળી છે અને જાડાઇમાં અંગુલના અસંખ્યાતમા ભાગની છે. આ પૃથ્વીના બાર નામો કહેલા છે. (૧) ઇષત્ (૨) ઇષત્ પ્રાક્ભારા (૩) તન્વી (૪) તનુતન્વી (૫) સિધ્ધિ (૬) સિધ્ધાલય (૭) મુક્તિ (૮) મુક્તાલય (૯) લોકાગ્ર (૧૦) લોકાગ્ર સ્તુપિકા (૧૧) લોકાગ્રપતિવાહિની અને (૧૨) સર્વ પ્રાણ-ભૂત-જીવ-સત્વ સુખાવા. (૩) તન્વી = બાકીની પૃથ્વીની અપેક્ષાએ અતિ પાતળી હોવાથી તન્વી વ્હેવાય છે. (૪) તનુતન્વી = ગમાં પ્રસિધ્ધ પાતળા પદાર્થોથી પણ પાતળી છે કારણકે માંખીની પાંખથી પણ Page 304 of 325

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325