Book Title: Narsimha Mahetana Pado
Author(s): Ratilal V Dave
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ આપે છે. તે જ પ્રમાણે નારી મૂરખ ઢેલ નગારું, ફૂટયું જ આવે કામ' (૨૫) એ પંક્તિ તુલસીદાસની ઢોર માર અરુ નારી, યે સબ તાડન કે અધિકારી' એની સાથે સરખાવી શકાય. ૧૦. આ સંદર્ભમાં મધ્યકાલીન સંત સાહિત્યને મૌખિક પરંપરામાંથી મળેલાં રૂપક, ઉપમા વગેરે અલંકારે, રૂઢ ઔપચારિક ઉક્તિઓ અને કાવ્યાત્મક રચનાપ્રયુક્તિઓના વારસાની જે ચર્ચા બેન (જર્મની)ની વિદુષી થી–હોસ્ટમાને (M. Thiel Horstman) કરી છે તે ધ્યાનમાં લેવા જેવી છે. તેમાં એક પ્રશ્ન અમુક સંત કે ભક્ત કવિની રચનામાં પ્રાપ્ત થતાં પરંપરાગત કાવ્યાત્મક અભિવ્યક્તિના ઓજારે, પ્રયુક્તિઓ અને અન્ય શૈલી ગુણોને તેના પુરોગામીઓ અને અનુગામીઓ સાથે સાંકળવ ને છે. બીજો પ્રશ્ન આ પરંપરાપ્રાપ્ત વિચારે, ભાવ અને રીતિને અમુક કવિ કઈ રીતે પોતાના ઉપગમાં લે છે, તે તપાસવાને છે. ઉત્તરકાલીન ભક્ત કવિઓ અને ભજનિકમાં વારસાગત શબ્દગુચ્છો, ઉક્તિઓ અને અભિવ્યક્તિ-તરહે મોટે પાયે વાપરવાનું અત્યંત પ્રબળ વલણ જાણીતું છે. તૈયાર, પરંપરારૂઢ ઉક્તિઓને સર્વસામાન્ય વ્યાપક વપરાશ એ સાંપ્રદાયિકતાની ઘરેડને તથા ભક્તિભાવનાં આંતરિક અનુભવના અભાવને સૂચક છે. આ બધું ધ્યાનમાં લેતાં નરસિંહના અધ્યયનમાં બે પ્રકારની સૂચિઓ તૈયાર કરવાની પ્રાથમિક પેજના હાથ ધરવી જોઈએ. (૧) અન્ય ભક્ત કવિઓ અને સંત કવિઓમાં જે મળે છે તેના જેવી નરસિંહનામી રચનાઓમાં મળતી પરંપરાગત પંક્તિ, શશુઓ અને ઉક્તિઓની સૂચિ (૨) નરસિંહનામી રચનાઓમાં પુનરાવર્તન પામેલી ઉક્તિઓ, શબગુચ્છ, વિચાર, રચનાયુકિતઓ. આવી સચિઓ નરસિંહની ખરેખરી કૃતિઓને નિર્ણય કરવા માટે એક આધારભૂત સાધન પૂરું પાડશે, મધ્યકાલીન ભકિતસાહિત્યમાં રૂઢ ઉક્તિઓ શી ભૂમિકા ભજવે છે તેના પર પ્રકાશ પાડશે, અને કવિને પિતાને શબ્દ કર્યો છે તે સ્પષ્ટ કરવામાં સહાયભૂત થશે. ડે. દવે ને ડે. જેસલપુરા જેવાએ નરસિંહની રચનાઓ સાથે કામ પાડયું હોઈને તેઓ આ પ્રકારનું એક પાયાનું કામ હાથ ધરે તે મધ્યકાલીન પદસાહિત્યનું અધ્યયન માટે એક નક્કર અને સંગીન ભૂમિકા તૈયાર થાય. હરિવલલભ ભાયાણી ૩. અલી હિન્દી ડિ લાશનલ લિટરેચર’ માને, “એન એ પ્રોજેક્ટ ઍવ એ વસ એન્ડ વર્ડ સિકવન્સ કેન્ડેન્સ ઓવ દાદૂ દયાલઝ gવમા', પૃ. ૧૮૧–૧૮૭ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 132