Book Title: Narsimha Mahetana Pado Author(s): Ratilal V Dave Publisher: L D Indology Ahmedabad View full book textPage 9
________________ ૩. શાસ્ત્રીએ અને જેસલપુરાએ ઘણુંખરું હસ્તપ્રતના આધારને કોઈ કૃતિને નરસિંહની ઠરાવવા માટે અનિવાર્ય ગણે છે. આમાં પહેલી સમસ્યા એ ઉપસ્થિત થાય છે કે જે જે રચનાને અંતે નરસિંહનું નામ હોય તે પણ બધીયે નરસિંહની જ રચનાઓ ખરી ? “હાર સમેનાં પદો અને તેમ જ “ચાતુરીઓ અને ઈતિહાસ દર્શાવે છે કે એ બે કૃતિઓની પદસંખ્યામાં ઉત્તરોત્તર વધારે થતો રહ્યો છે. એ પદોમાંથી કેટલાં ખરેખર નરસિંહનાં અને કેટલાં નરસિંહને નામે અન્ય કેઈએ રચેલાં તેનો નિર્ણય કર્યા વિના એ કૃતિઓ માટે જશ-અપજશ નરસિંહને કેવી રીતે આપી શકાય? તેવું જ નરસિંહને નામે મળતાં સેંકડે અન્ય પદેની બાબતમાં વિચારવું પડશે. ભાવ, ભાષા, અભિવ્યક્તિ વગેરે દષ્ટિએ ઘણું પદ અતિ સામાન્ય કોટિનાં કે મુલક છે. એ નરસિંહની રચનાઓ હેવાને કેટલે સંભવ ? ૪. પદ માટે લિખિત પરંપરાને આધાર લેવા ઉપરાંત મૌખિક પરંપરાને પણ ઉપયોગમાં લેવી આવશ્યક છે. ઘણાં પદો કંઠ પરંપરાએ જળવાયેલા હોવાનાં. કેટલાંક એવાં પદે પણ હેવાને સંભવ, જે કોઈને કંઠસ્થ હોય પણ જે કઈ લિખિત પ્રતમાં ન હોય. કેટલાંક કંઠરથ પદેમાં અન્યત્ર ન મળતાં મહત્ત્વનાં પાઠાંતર પણ મળે. પ. નરસિંહની ડીક રચનાઓની જે સૌથી જૂની પ્રત મળે છે, તે સત્તરમી શતાબ્દીથી જૂની નથી. ઘણી ખરી રચનાઓની પ્રતો અઢારમી શતાબ્દીની કે તેથી પણ અર્વાચીન છે. નરસિહના પદો ઘણું લોકપ્રિય રહ્યાં હોવાથી અને પાંચ વર્ષના ગાળામાં ગુજરાતી ભાષા બદલાતી રહી હોવાથી નરસિ હની કૃતિઓના મૂળ પાઠમાં અનેક પ્રકારના ફેરફાર થયા હોવાનું માનવું અનિવાર્ય છે. બધી સામગ્રી તે જયારે એકત્રિત થાય ત્યારે, પણ પ્રાપ્ત સામગ્રી ઉપરથી પણ જોઈ શકાશે કે નરસિંહને નામે મળેલી રચનાઓમાં પદ, કડી, પંક્તિ, શબ્દગુણ, શબ્દ અને વર્ણલેખન કે જોડણી પર અનેક પાઠાંતર છે. ડો. દવેએ પ્રસ્તુત પદે જે હસ્તપ્રત ઉપરથી આપ્યાં છે, તેમાંથી કેટલીકની ભાષા પર ઉત્તર ગુજરાતની બેલીને સ્પષ્ટ પ્રભાવ છે. એને ખુલાસે તે પ્રદેશના લહિયાને કે ત્યાંની નૌખિક પરંપરાને આધારે જ આપી શકાય. જેમ મારાંના રાજસ્થાની પદોનું લોકમુખે ગુજરાતી કારણ કે હિંદાકરણ થયું છે, તેમ નરસિંહ વગેરે ભક્તોનાં પદેનું કેટલેક અંશે ગુજરાતમાં પ્રાદેશિકીકરણ થયું છે. : ૬. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં નરસિંહ જેવા કપ્રિય મધ્યકાલીન કવિઓની પ્રામાણિક રચનાઓ અને તેમને પ્રામાણિક પાઠ નક્કી કરવાનું કેટલું બધું ગુચવણભર્યું અને અટપટું છે તે સમજાશે. એ બાબતમાં એક તરફ તદ્દન અનિશ્ચિતતા, અદ્ધર અટકળે અને અરાજકતા, તો બીજી તરફ સંપૂર્ણ નિશ્ચિતતા, એકસાઈ અને પ્રમાણભૂતતા-એ બે અંતિમોની વચ્ચે રહીને જ કશુંક આધારભૂત સાધવાની નેમ રાખવી પડશે. કેટલીક કૃતિઓ નિશ્ચિતપણે નરસિંહની, કેટલીક નિશ્ચિતપણે તેની નહીં, તે કેટલીકની બાબતમાં સંદિગ્ધતા–એમ કૃતિ ઓને તેમ જ પાઠાંતરના ત્રણ પ્રકાર પાડવાના રહેશે, અને આમાં પણ નિશ્ચિતતા સાપેક્ષ જ રહેશે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 132