Book Title: Narsimha Mahetana Pado
Author(s): Ratilal V Dave
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ પુરાવચન નરસિહુના સંપાદનની સમસ્યા ૧. નરસિંહ મહેતાને લગતાં અવ્યયતાના આપણે બે વિભાગ કરીએ ઃ (૧) કૃતિઓનું સૉંપાદન, (ર) કૃતિનું અધ્યયન અને વિવેચન તથા નરસિ ંહનું જીવન, પૂર્વપરંપરા અને પ્રભાવ. સંપાદનની દિશામાં થયેલા પ્રયાસે માં મુખ્યત્વે ઇચ્છારામ દેસાઇના ‘નરસિ’હ મહેતાકૃત કાવ્યસ ગ્રહ' (૧૯૧૩)તેા, કે. કા. શાસ્ત્રીનાં સપાને અને શિવલાલ જેસલપુરાના નરસિંહ મહેતાની કાવ્યકૃતિ' (૧૯૮૧)ના નિર્દેશ કરી શકાય. તે જ પ્રમાણે અધ્યયન, વિવેચન, આદિમાં કે. કા. શસ્ત્રીનુ ‘નરસિંહ મહેતા' (૧૯૭૫) અને ઉમાશંકર જોશીનુ ‘નરસિંહ મહેતા' (‘ગુજરાતી સાહિત્યને ઇતિહાસ' ગ્રંથ-ર, ૧૯૭૬) એ મુખ્ય છે. ગ્રંથસ પાદનના સિદ્ધાંતની, સપાદનપદ્ધતિની અને ક્વચિત્ હસ્તપ્રતના આધારની ખાસ કશી દરકાર ન રાખતાં નરિસ ંહને નામે મળતી કૃતિને મેટા ભાગ મુદ્રિત રૂપે સુલભ કરી આપવાનું અગ્રણી કા` દેસાઈ એમ્યું. શાસ્ત્રીએ તૃત્ત્વની સમસ્યાઓની કેટલીક શાસ્ત્રીય સભાનતા સાથે, ઉપયુક્ત હસ્તપ્રતોના પાઠે યથાતથ પ્રસ્તુત કર્યાં. જેસલપુરાએ દેસાઈ, શાસ્ત્રી વગેરેના સંપાદનકાયના લાભ લઇ, વધારાની હસ્તપ્રતે તપાસી, કેટલીક અપ્રકાશિત કૃતિઓ અને પાઠાંતરે આપી નરસિ ંહને નામે મળતી કૃતિઓને એક સોંપુટરૂપે સુલભ કરી આપી. એક શતાબ્દીના ગાળામાં (૧) નરસિહની પ્રામાણિક કૃતિએ કઈ કઈ ? (૨) એ કૃતિઓને પ્રામાણિક પાઠ કયા ? નક્કી કરવા જે ઘેાડુ ક કાય થયુ' છે તે પ્રાથમિક ભૂમિકાનું છે. નરસિંહની જેમ અન્ય મધ્યકાલીન ગુજરાતી (તેમ જ હિંદી વગેરે ભાષાના) કવિઓની લેાકપ્રિય રચનાઓના સ’પાદનની કઈ કઈ સમસ્યાએ છે તેની સમજને આધારે જ આગળની ભૂમિકાનું કામ કરવાનુ રહેશે, એટલે એ સમસ્યાને હુ... અહી' થૉડોક સ્પર્શી કરુ છુ. ૨. પહેલું પગલુ` નરસિંહની કૃતિઓવાળી હસ્તપ્રતાને લગતી માહિતી ગુજરાતના, ભારતના અને વિદેશના એમ સત્ર` હસ્તપ્રત’ગ્રહેામાંથી એકડી કરવાનુ` છે. આ કામ ધણુ' જટિલ છે. કારણ કે કેટલાક સગ્રહેાની સૂચિ જ નથી થઈ, તે કેટલાકની સૂચિ ઊડઝૂડ તૈયાર કરેલી કે અધૂરી માહિતીવાળી છે. વળી પદસંગ્રહ ધરાવતી હસ્તપ્રતામાં એક જ પ્રતમાં જુદાજુદા અનેક પકારીનાં પદ એક સાથે—કશા ક્રમ વિના—આપેલાં હાય એવુ ઘણી વાર જોવા મળે છે. તેવી પ્રતાની સોંપૂર્ણ સૂચિ (બધાં પદ્મની પ્રથમ પક્તિ સાથેની) ન હોય તે તેમાં નરસિ ંહનાં કાઈ પદ છે કે નહીં તે ભાગ્યે જ કહી શકાય. ડૉ. દવેના પ્રસ્તુત પ્રયાસ જ બતાવી આપે છે કે નરસિંહની કૃતિઓની હસ્તપ્રતસામગ્રીની સંપ` સૂચિ તૈયાર કરવી કેટલી જરૂરી છે. ૧. ‘નરસિહ મહેતાની કાવ્યકૃતિમાં ધીરુ પરીખના ભૂમિકારૂપ લેખમાં પણુ નરસિંહના જીવનકવનને લગતી માહિતી અને કૃતિઓનું વિવેચન આપેલા છે. એ પુસ્તકમાં પ્રકાશ વેગડે તૈયાર કરેલી નરસિંહ ઉપરની સ ંદર્ભસૂચિ પણ આપેલાં છે. Jain Education International_2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 132