Book Title: Narsimha Mahetana Pado Author(s): Ratilal V Dave Publisher: L D Indology Ahmedabad View full book textPage 6
________________ પ્રધાન સંપાદકીય અમારા સંબધિ' ત્રૈમાસિકના નવમા પુસ્તકમાં (ઈ. સ. ૧૯૮૦–૮૧) પ્રકાશિત થયેલ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદને પુસ્તકાકારે પ્રકાશિત કરતાં અને અત્યંત આનંદ થાય છે. સંપાદક-સંશોધક ડે. રતિલાલ દવેએ અનેક સંસ્થાઓ માં સુરક્ષિત હસ્તપ્રતોમાંથી નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદોને શોધી તેનું સંપાદન કરી આપ્યું એ એક સુખદ ધટના છે. જયારે આ પદ પુસ્તકાકારે પ્રકાશિત કરવાનું વિચારાયું ત્યારે તેમણે તે માટે અભ્યાસ પૂર્ણ પ્રસ્તાવના પણ લખી આપી અને મહત્ત્વના શબ્દ નેંધી શબ્દકોશ પણ તૈયાર કરી આપ્યો. એ બલ તેમને હું આભાર માનું છું. નરસિંહ મહેતા અને તેમનાં પદ ગુજરાતમાં ગામડે ગામડે અને ઘરે ઘરે જાણીતાં છે. તે પદે લોકેનાં પદ બની ગયાં છે. નરસંહના પદાશિમાંથી કેટલાંક પદે જે આજ સુધી આપણને અનુપલબ્ધ હતાં તે આજે ઉપલબ્ધ થાય છે, તેનો આપણને સૌને આનંદ હોય જ. હું આશા રાખું છું કે પ્રસ્તુત સંપાદન સાહિત્યરસિકોને તેમ જ સંશોધકોને ઉપયોગી નીવડશે. લા, દ. ભાસં. વિદ્યામંદિર નગીન જી. શાહ અમદાવાદ-૩૮૦૦૦૯ કાર્યકારી અધ્યક્ષ ૨૧-૫-૮૩ પુનર્મુદ્રણ પ્રસંગે છ વર્ષના ગાળામાં કૃતિનું પુનઃમુદ્રણ કરવાનું આવ્યું તેથી આનંદ થાય છે. રમેશ બેટાઈ જુન ૧૯૮૯ કાર્યકારી અધ્યક્ષ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 132