Book Title: Nani Umar Motu Kam Author(s): Kumarpal Desai Publisher: Gurjar Sahitya Prakashan View full book textPage 3
________________ લેખકની વાત આપણા દેશનાં બાળકોની અને તે પણ પરિચિત વાતાવરણમાં બનેલી ઘટનાઓ આમાં આલેખી છે. બાળકોમાં હિંમત અને સાહસની ભાવના જાગે એવી ભાવના સાથે ‘નાની ઉંમર, મોટું કામ' પુસ્તકની નવસંસ્કરણ કરેલી આ આવૃત્તિ પ્રગટ કરવામાં આવી છે. આમાં બાળકોએ બતાવેલાં સૂઝ, સાહસ, હિંમત અને સમયસૂચકતાની સત્ય ઘટનાઓ આલેખી છે. બાળકો પોતાના જેટલી જ વયનાં બાળકોએ બતાવેલી સૂઝ કે સાહસ સાથે આસાનીથી તાદાત્મ અનુભવી શકે છે. આ પુસ્તકની સંવર્ધિત આવૃત્તિને ભારત સરકાર આયોજિત ૨૧મી રાષ્ટ્રિય બાળસાહિત્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ પુસ્તક તરીકેનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. બાળકોને વીરપુરુષોએ કે કાલ્પનિક પાત્રોએ આલેખેલા પરાક્રમની વાત કહેવામાં આવે છે, પરંતુ જ્યારે બાળકને એના જેટલી જ વયના અન્ય બાળકે બતાવેલી હિંમત કે બહાદુરીની વાત કરવામાં આવે ત્યારે એ એની સાથે સહેલાઈથી તાદાત્મ અનુભવી શકે છે. પોતાના જેટલી જ ઉંમરનો બાળક આવી સૂઝ, સમયસૂચકતા દાખવી શકે એ જાણીને એ પોતે પણ કપરા સમયે ડરી જવાને બદલે આવું સાહસ કરવાનો વિચાર કરશે. આ પુસ્તકના પ્રકાશનમાં ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય અને શ્રી મનુભાઈ શાહે જે રસ દાખવ્યો છે તે બદલ આભારી છું. તા. ૧૨-૪-૨૦૧૭ કુમારપાળ દેસાઈ કિંમત : રૂ. ૩૦ પ્રથમ આવૃત્તિ : 1973 છઠ્ઠી સંવર્ધિત આવૃત્તિ : 2017 Nani Ummar, Motu Kaam A collection of inspiring stories for children by Kumarpal Desai Published by Gurjar Granth Ratna Karyalaya, Ahmedabad-1 © કુમારપાળ દેસાઈ પૃષ્ઠ : 40 ISBN : 978-93-5162-44-8 નકલ : 1000 પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમરભાઈ ઠાકોરલાલ શાહ : રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001 ફોન : 2214663, e-mail: goorjara yahoo.com અમદાવાદ મુદ્રક : ભગવતી ઑફસેટ સી/૧૬, બંસીધર એસ્ટેટ, બાલડોલપુરા, અમદાવાદ-380 004Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22