Book Title: Nani Umar Motu Kam Author(s): Kumarpal Desai Publisher: Gurjar Sahitya Prakashan View full book textPage 7
________________ હાથ લાંબા કર્યા. ઘણી મહેનત કરી. સહેજ સરક્યા કે ડૂબી જવાય. માંડમાંડ ચોચોના વાળ હાથ આવ્યા. એને બહાર ખેંચવા મહેનત કરી. ચાર વર્ષના ગાંગટેમાં એટલું જોર તો ક્યાંથી હોય કે પાણીમાંથી દોઢ વર્ષના દોસ્તને બહાર કાઢી શકે ? ગાંગટેએ ઘણી મથામણ કરી. મહેનત કરતાં ચોચોના વાળ પણ હાથમાંથી સરકી ગયા. દોઢ વર્ષનો દોસ્ત પાણીમાં તરફડિયાં મારે. કિનારાથી છે દૂર ને દૂર ખેંચાવા લાગ્યો. પાણીમાં તણાવા લાગ્યો. ગાંગટે વિચાર કરે, હવે કરવું શું ? એ નાનો હતો, પણ નબળો ન હતો. એ રડ્યો નહિ. એ ડર્યો નહિ. ૨ડનારને કે ડરનારને તો હાર જ મળે. " તરત એણે દોટ લગાવી. મૂઠી વાળી દોટ લગાવી. તળાવની નજીકના મકાનમાં ગયો. જઈને સીધો ઘરમાં પેઠો. એમાં બેઠેલા માણસનો હાથ પકડ્યો, એને ઉઠાડતાં ગાંગટેએ તોતડી ભાષામાં કહ્યું, “ચાલો ચાલો. જલદી દોડો. મારી સાથે ચાલો. ૧૦) = 0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ 0-0-0-0-0 -0-0-0-0-0 નાના બાળકની મોટી સૂઝ ! ગાંગટે તળાવમાં ડૂબતા ચોચોને બતાવે છે. -0 ગાંગટે અને ચોચો -0-0-0-0-0-0-0 – ૧ c: backup-I\drive2-1 Bready inaniumar.pm5Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22